________________
વ્યાખ્યાન ૩૪] સમકિતના આઠમા પ્રભાવક-કવિ પ્રભાવક
૧૧૯ પછી એક કેશવ અને પછી એક ચક્રી એ પ્રમાણે બાર ચક્રી અને નવ વાસુદેવ આ ચોવીશીમાં થયેલા છે.”
આ ગાથા સાંભળીને તેનો અર્થ નહીં સમજવાથી તે હરિભદ્ર સાધ્વી પાસે જઈને કહ્યું કે, “હે માતા! તમે આ શું ચિકચિક કરો છો?” સાધ્વીએ જવાબ આપ્યો કે, “જે નવું હોય તે ચિકચિક શબ્દ કરે છે; પરંતુ આ તો જૂનું છે.” તે સાંભળીને હરિભદ્ર વિચાર્યું કે, “અહો! આ સાધ્વીએ મને ઉત્તર આપતાં જ જીતી લીઘો.” પછી તેણે સાધ્વીને કહ્યું કે, “હે માતા! આ ગાથાનો અર્થ મને કહો.” ત્યારે તે બોલ્યા કે “મારા ગુરુ તમને તેનો અર્થ કહેશે.” તેણે પૂછ્યું કે, “તે ગુરુ ક્યાં છે?” ત્યારે સાધ્વી તેને લઈને ગુરુ પાસે ગયા. ત્યાં દેરાસર હતું, તેની અંદર પ્રથમ તેઓ ગયા. ત્યાં શ્રી વિતરાગ દેવની મૂર્તિ જોઈને હરિભદ્ર સ્વયમેવ સ્તુતિ કરી કે
"वपुरेव तवाचष्टे, भगवन् वीतरागताम् ।
न हि कोटरसंस्थेऽग्नौ, तरुर्भवति शाड्वलम् ॥१॥ ભાવાર્થ-“હે ભગવાન! તમારું શરીર જ (મૂર્તિ જો તમારા વીતરાગપણાને બતાવી આપે છે; કેમ કે વૃક્ષના કોટરમાં જો અગ્નિ રહેલો હોય તો તે નવપલ્લવ દેખાય જ નહીં.”
એ પ્રમાણે સ્તુતિ કરીને તે ગુરુ પાસે ગયો. ગુરુને નમન કરીને તેણે ગાથાનો અર્થ પૂછ્યો, ત્યારે ગુરુએ તેનો અર્થ કહ્યો. એટલે પ્રથમ પ્રતિજ્ઞાથી બંઘાયેલા તે હરિભદ્ર ગુરુ પાસે દીક્ષા લીધી. પછી તેણે જૈનશાસ્ત્રોનો અભ્યાસ કર્યો; તેથી તેનું સમકિત દ્રઢ થયું. અનુક્રમે તેને યોગ્ય જાણી ગુરુએ આચાર્યપદ આપ્યું. તે હરિભદ્ર સૂરિએ આવશ્યક નિર્યુક્તિની મોટી વૃત્તિ (ટીકા) કરી, તેમાં વિશ્વમાં એ ગાથાનું સારી રીતે વિવરણ (સ્પષ્ટીકરણ) કર્યું છે.
એકદા હરિભદ્રસૂરિના હંસ અને પરમહંસ નામના બે શિષ્યો જેઓ જૈન દર્શનમાં સારા વિદ્વાન થયા હતા તેમણે સૂરિને વિજ્ઞપ્તિ કરી કે, “હે પૂજ્ય! બૌદ્ધ ઘર્મના શાસ્ત્રનું રહસ્ય જાણીને અમે તેમનો પરાજય કરીએ માટે અમને તેમની પાસે ભણવા જવાની આજ્ઞા આપો.” સૂરિએ કહ્યું કે, “ભલે, વેષાન્તર કરીને જાઓ.” તે સાંભળીને તે બન્ને વેષ પરિવર્તન કરીને બૌદ્ધલોકોના દેશમાં જઈ અભ્યાસ કરી તેમના શાસ્ત્રના મર્મને જાણનારા થયા. એકદા તે બૌદ્ધના ગુરુને તેમની ક્રિયા પ્રવૃત્તિ જોવાથી તેઓ શ્વેતાંબરી છે એવી શંકા આવી; તેથી તેમની ખાતરી કરવા માટે જ્યારે સર્વ છાત્રો અભ્યાસ કરતા હતા, તે વખતે શાળાના દાદરના પગથિયા ઉપર ખડીવડે અર્ધનું બિંબ ચીતર્યું. પછી જતી વખતે સર્વે છાત્રો તે બિંબ પર પગ મૂકી મૂકીને ઊતર્યા; પરંતુ પેલા બે જણે તો તે બિંબના કંઠપર પ્રથમ ત્રણ રેખા કરી અને શરીરે વસ્ત્રનું આલેખન કરી (બુદ્ધ આકૃતિ બનાવી), પછી તે પર પગ મૂકીને ઊતર્યા. પણ તે બન્નેને ભય લાગ્યો કે, “જરૂર આપણને તેઓએ શ્વેતાંબરી જાણ્યા છે; માટે હવે આપણે અહીં રહેવું યોગ્ય નથી.” એમ વિચારીને તે બન્ને પોતાનાં પુસ્તકો લઈને ત્યાંથી નાઠા. તેની ખબર થતાં ગુરુના કહેવાથી ત્યાંના બૌદ્ધ રાજાએ તેમની પાછળ સૈન્ય મોકલ્યું. તેમાં હંસે સૈન્યનો ઘણો ભાગ હણી નાંખ્યો; પરંતુ છેવટ ઘણું સૈન્ય એકઠું થયું અને તેણે હિંસને મારી નાંખ્યો. બીજો જે પરમહંસ હતો તે નાસીને ચિત્રકૂટની નજીક આવી કોઈ સ્થાને વિશ્રામ માટે સૂઈ ગયો. ત્યાં આવીને તે બૌદ્ધના સૈન્ય તેને પણ મારી નાખ્યો. “તે વૃત્તાંત જાણીને
૧. આ બન્નેના મરણની હકીકત અન્યત્ર બીજી રીતે કહેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org