________________
૧૬૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૪ ભાવાર્થ-“અપૂજ્ય છતાં પણ પૂજાય છે, અગમ્ય છતાં પણ ગમન કરાય છે અને અવંદ્ય છતાં પણ વંદન કરાય છે, તે સર્વે ઘનનો જ પ્રભાવ છે.”
તે સાંભળીને નિર્દયપણાને લીધે તેણે પણ પતિનું વાક્ય અંગીકાર કર્યું. પછી તે બ્રાહ્મણે પડહ છબીને કહ્યું કે, “મને આ દ્રવ્ય આપીને આ પુત્રને લઈ જાઓ.” ત્યારે લોકોએ કહ્યું કે, “જ્યારે તારી સ્ત્રી વિષ આપશે અને તું તેનું ગળું મરડી નાંખશે ત્યારે તને આ ઘન મળશે; તે વિના મળશે નહીં.” તે વાત પેલા બ્રાહ્મણે અંગીકાર કરી. તે વખતે પોતાના મા-બાપનું વાક્ય સાંભળીને તે નાના પુત્ર ઇન્દ્રદત્તે વિચાર કર્યો કે, “અહો! સંસાર કેવો સ્વાર્થી છે કે દ્રવ્યને માટે પોતાના પુત્રને પણ મારી નાંખવા તૈયાર થાય છે!”
પછી તે પુત્રને તેણે મહાજનને સોંપ્યો. મહાજન તેને પુષ્પાદિકથી શણગારી રાજા પાસે લઈ ગયા. રાજાએ હસતે મુખે આવતા તે બાળકને જોઈને પૂછ્યું કે, “હે બાળક! તું કેમ હસે છે? શું તું મરણથી પણ બીતો નથી?” તે સાંભળી બાળક બોલ્યો કે, “હે રાજા! સાંભળો,
तावद्भयाद्विभेतव्यं, यावद्भयमनागतम् ।
आगतं तु भयं दृष्ट्वा, सोढव्यं तमशंकितैः॥१॥ ભાવાર્થ-જ્યાં સુધી ભય પ્રાપ્ત થયો ન હોય, ત્યાં સુધી જ ભયથી બીવું, પરંતુ ભયને આવેલો જોઈને તો તેને નિઃશંકપણે સહન જ કરવું. પછી ભય રાખવો નિષ્ફળ છે.
વળી હે રાજન! લતાના અંકુરથી હંસોની જેમ જ્યારે શરણ કરવા લાયકથી જ ભય પ્રાપ્ત થાય, ત્યારે પછી ક્યાં જવું?” તે સાંભળી રાજાએ હંસનું વૃત્તાંત પૂછ્યું, ત્યારે તે બાળકે હંસની કથા આ પ્રમાણે કહી
કોઈ એક અરણ્યમાં માનસરોવરની પાળ પર એક સીધું અને ઊંચું વૃક્ષ હતું. તે વૃક્ષ પર ઘણા હંસો રહેતા હતા. એકદા તે વૃક્ષના મૂળમાં એક લતાનો અંકુર જોઈ વૃદ્ધ હંસે બીજા હંસોને કહ્યું કે, “હે પુત્ર પૌત્રો! આ લતાના અંકુરને તમે સર્વે ચાંચવડે કાપી નાંખો, જેથી સર્વેનું મરણ ન થાય.” તે સાંભળીને જુવાનીઆ હંસો હસીને બોલ્યા કે, “અહો! આ વૃદ્ધ મરણથી કેવા બીએ છે? સર્વ કાળ જીવવાની ઇચ્છા કરે છે. આ અંકુરથી આપણને શો ભય થવાનો છે?” તે જાણી વૃદ્ધ હંસે વિચાર્યું કે, “અહો! આ જુવાનીઆ મૂર્ખ જણાય છે. પોતાના હિતને કે અહિતને પણ જાણતા નથી. કહ્યું છે કે
प्रायः संप्रति कोपाय, सन्मार्गस्योपदर्शनम् ।
निलूननासिकस्येव, विशुद्धादर्शदर्शनात् ॥१॥ ભાવાર્થ-હાલના વખતમાં સત્યમાર્ગનો ઉપદેશ કરવો, તે ઘણું કરીને કોપને માટે જ થાય છે. જેની નાસિકા કપાઈ ગઈ હોય, તેવા મનુષ્યને જો નિર્મળ અરીસો દેખાડીએ તો તે કોપને માટે જ થાય છે. વળી–
उपदेशो न दातव्यो, यादृशे तादृशे नरे । पश्य वानरमूर्खण, सुगृही निर्गृही कृता ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org