________________
૧૬૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૪ ભાવાર્થ–પર્વતની ગુફામાં અને નિર્જન વનમાં નિવાસ કરનારા હજારો મનુષ્યો જિતેન્દ્રિય હોઈ શકે છે, પરંતુ અતિ મનોહર હવેલીમાં સુંદર યુવતીજનની સાથે વસીને તો માત્ર એક શકપાલમંત્રીના પુત્ર શ્રી સ્થૂલભદ્ર જ જિતેન્દ્રિય રહ્યા છે.”
ઇત્યાદિક શ્રી સ્થૂલભદ્ર મુનિની પ્રશંસા કરીને તેણે તે રથકારને પ્રતિબોઘ પમાડ્યો; તેથી તે રથકારે વિષયથી પરાક્ષુખ થઈને દીક્ષા ગ્રહણ કરી અને અનુક્રમે સ્વર્ગસુખ પ્રાપ્ત કર્યું. કોશા પણ ચિરકાળ જૈનધર્મની પ્રભાવના કરીને સ્વર્ગસુખ પામી.
“કોશા વેશ્યાની જેમ સ્વધર્મમાં રાગી એવા જે મનુષ્યો રાજાની આજ્ઞા છતાં પણ સ્વઘર્મનો ત્યાગ કરતા નથી તથા જેઓ અન્ય જનોને પોતાની બુદ્ધિથી પ્રતિબોઘ પમાડે છે તેઓ ખરેખરા મુક્તિમાર્ગના મુસાફર જાણવા.”
વ્યાખ્યાન ૪૯ સમકિતનો બીજો આગાર-ગણાભિયોગ समुदायो जनानां हि, स एवोक्तो जिनैर्गणः । क्रियते तस्य वाक्येन, निषिद्धमपि सेवनम् ॥१॥ गणाभियोग आगारो, द्वितीयोऽयं निगद्यते ।
केचिदुत्सर्गपक्षस्था, नैवं मुञ्चत्यभिग्रहम् ॥२॥ ભાવાર્થ-“મનુષ્યના સમુદાયને જિનેશ્વરોએ ગણ કહેલો છે. તે ગણના વાક્યથી નિષિદ્ધ કાર્યનું પણ સેવન કરવું પડે તે બીજો ગણાભિયોગ નામનો આગાર કહેવાય છે. ઉત્સર્ગ પક્ષમાં દ્રઢ એવા કેટલાક ગણાભિયોગે પણ પોતાના અભિગ્રહને (નિયમન) છોડતા નથી.” આ પ્રસંગ ઉપર સુઘર્મ રાજાની કથા છે તે નીચે પ્રમાણે
સુધર્મ રાજાની કથા પંચાલ દેશમાં સુઘર્મ નામે રાજા હતો. તે જૈનઘર્મમાં દૃઢ હતો. એકદા રાજા પાસે આવીને દૂતે કહ્યું કે-“હે દેવ! મહાબલ નામનો ચોર લોકોને બહુ પીડા કરે છે.” રાજાએ જવાબ આપ્યો કે-“હું જાતે ત્યાં જઈને તેનો નિગ્રહ કરીશ. કેમકે
तावद् गर्जन्ति मातंगा, वने मदभरालसाः ।
शिरोविलग्नलाङ्गलो, यावन्नायाति केसरी ॥१॥ ભાવાર્થ-જ્યાં સુધી પૂંછડાને મસ્તક પર રાખીને કેસરીસિંહ આવ્યો ન હોય (દ્રષ્ટિએ પડ્યો ન હોય) ત્યાં સુધી જ વનને વિષે મદના સમૂહથી આળસુ થયેલા હાથીઓ ગર્જના કરે છે.”
એમ કહીને સૈન્યના ભારથી પૃથ્વીતળને પણ નમાવતો સુઘર્મ રાજા તે ચોરનો નિગ્રહ કરવા ગયો. ત્યાં ક્રીડામાત્રથી જ તે ચોરનો પરાભવ કરીને રાજા પોતાના નગર તરફ પાછો ફર્યો. નગરમાં પ્રવેશ કરતી વેળાએ નગરનો મુખ્ય દરવાજો એકાએક તૂટી પડ્યો. તે જોઈને અપશુકન થયા જાણી રાજા પાછો વળી ગામની બહાર જ રહ્યો. મંત્રીઓએ જલદીથી નવો દરવાજો કરાવ્યો. તે પણ પ્રવેશ વખતે પડી ગયો. એટલે ત્રીજો દરવાજો કરાવ્યો. તે પણ તે જ રીતે પડી ગયો. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org