________________
૧૮૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[તંભ ૪ બન્ને રાજ્યોનું અખંડ પાલન કરતાં અન્યદા નમિરાજાના દેહમાં છ માસની સ્થિતિવાળો મહા દાહવર ઉત્પન્ન થયો. અનેક વૈદ્યોએ અનેક પ્રકારે ચિકિત્સા કરી, તોપણ તે શાંત થયો નહીં. એકદા કોઈ વૈદ્યના કહેવાથી તેને વિલેપન કરવા માટે સર્વ રાણીઓ ચંદન ઘસવા લાગી. તે વખતે રાણીઓના હાથમાં રહેલાં કંકણો પરસ્પર અથડાવાથી બહુ શબ્દ કરવા લાગ્યા. તે શબ્દ રાજાથી સહન થયો નહી, એટલે તેણે ચંદન ઘસવાની ના કહી. પણ રાણીઓએ સૌભાગ્યચિહ્ન તરીકે એક એક કંકણ હાથમાં રાખીને બીજા સર્વ કંકણી કાઢી નાંખી ચંદન ઘસવાનું ચાલુ રાખ્યું. રાજાએ પૂછ્યું કે-“હવે કંકણોનો શબ્દ કેમ સંભળાતો નથી? શું ચંદન ઘસવું બંઘ કર્યું?” ત્યારે તે રાણીઓએ કહ્યું કે, “ના, ચંદન ઘસવાનું ચાલુ છે, પણ અકેકું કંકણ રાખી બાકીના અમે ઉતારી નાખ્યા છે એટલે અવાજ થતો નથી.” તે સાંભળી ચારિત્રમોહનીય કર્મનો બંઘ તૂટવાથી નમિરાજાને એવો અધ્યવસાય ઉત્પન્ન થયો કે
वलयावलिदृष्टान्ताज्जीवो बहुपरिग्रही ।
दुःखं वेदयते नूनं, वरमेकाकिता ततः॥१॥ ભાવાર્થ-“કંકણસમૂહના દ્રષ્ટાંતથી એવું સિદ્ધ થાય છે કે ઘણા પરિગ્રહને ઘારણ કરનારો જીવ નિશ્ચયે દુઃખને જ અનુભવે છે; માટે એકલા રહેવું તે જ શ્રેષ્ઠ છે.”
આ પ્રમાણે એકાકી વિચરવાનું ધ્યાન કરતાં રાજા નિદ્રાવશ થયો. સ્વપ્રમાં પોતાને મેરુપર્વત પર રહેલો ને શ્વેત હાથી પર ચડેલો જોયો. સ્વપ્રમાંથી જાગૃત થતાં “આવો સુવર્ણ પર્વત મેં પૂર્વે ક્યાંક જોયો છે.' એમ ઉહાપોહ કરતાં તે રાજાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને પૂર્વ ભવ દીઠો. પૂર્વ ભવે અગણિત પુણ્યવાળું ચારિત્ર પાળવાથી અનુપમ લક્ષ્મીવાળા પુષ્પોત્તર વિમાનમાં દેવતા થયો હતો. તે વખતે જિનેશ્વરના જન્મકલ્યાણક માટે ત્યાં આવેલો હોવાથી તેણે સુવર્ણમય મેરુ પર્વત જોયેલો હતો. આ પ્રમાણે જાતિસ્મરણ થતાં જ તેની ચારિત્ર લેવાની ઉત્કટ ઇચ્છા થઈ. તેથી તે જ વખતે દેવતાએ તેને સાધુવેષ આપ્યો; એટલે નમિરાજા પ્રવ્રજ્યા ગ્રહણ કરીને ઘેરથી નીકળ્યા.
નમિરાજાના આશ્ચર્યકારક પ્રતિબોઘથી રંજિત થયેલા સૌઘર્મ ઇન્દ્ર અવધિજ્ઞાનથી તે સ્વરૂપ જાણીને તેના સત્ત્વની પરીક્ષા કરવા માટે બ્રાહ્મણનો વેષ ઘારણ કરી નમિરાજર્ષિ પાસે આવીને બોલ્યા કે, “હે મુનિ! આ તમારા નગરના લોકો ઘણો આઝંદ કરે છે, અને તમારા નગરમાં અગ્નિ લાગ્યો છે, પ્રવ્રજ્યા ગ્રહણ કરવી તે દયા પાળવાને માટે છે, તેથી પૂર્વાપર વિરોઘવાળું આ તમારું ચારિત્ર યોગ્ય નથી. માટે પ્રથમ સર્વને સુખી કરીને પછી વ્રત લેવું યોગ્ય છે. વળી તમે જરા પાછું વાળીને જુઓ કે
एष वह्निश्च वातश्च, तवैव दहति गृहम् ।
अन्तःपुरं च तन्नाथ, त्वं किमेतदुपेक्षसे ॥१॥ ભાવાર્થ-આ અગ્નિ અને આ વાયુ તમારા જ મહેલને અને અન્તઃપુરને બાળે છે, માટે તેના નાથ થઈને તમે તેની કેમ ઉપેક્ષા કરો છો?”
આ પ્રમાણે શક્રે પ્રેરેલા પ્રત્યેકબુદ્ધ મુનિ બોલ્યા કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org