________________
વ્યાખ્યાન પપ] સમકિતનાં છ સ્થાનકમાંના પ્રથમના બે સ્થાનક
૧૮૭ ભાવાર્થ-“જેમ લોઢાની શિલા (જળમાં) પોતાને તથા પોતાને વળગેલા પુરુષને પણ બુડાડે છે, તેમ આરંભવાળા ગુરુ પણ પોતાને તથા પરને ભવસાગરમાં બોળે છે–બુડાડે છે.”
આ પ્રમાણે યુક્તિથી રાજકુમારે યક્ષને પ્રતિબોઘ પમાડ્ય; એટલે તે સંતુષ્ટ થઈને કુમારપર પુષ્પવૃષ્ટિ કરી “સંકટ સમયે મને યાદ કરજો” એમ કહી અદ્રશ્ય થયો.
એકદા કુમારે યક્ષની સહાયથી દુર્જય એવા કલિંગ દેશના રાજાને યુદ્ધમાં જીતી લીધો અને પછી નિષ્કટક રાજ્ય ચલાવવા લાગ્યો. કેટલોક કાળ વ્યતીત થયે વિક્રમ રાજા એક દિવસ રાજવાડીમાં ફરવા જતો હતો. તે વખતે માર્ગમાં એક શ્રેષ્ઠીને ઘેર મહોત્સવ થતો જોઈ તે પણ આનંદ પામ્યો. પછી ક્રીડા કરીને પાછો વળ્યો. ત્યારે તે જ શ્રેષ્ઠીને ઘેર માણસોને રુદન કરતા જોઈને રાજાએ કોઈને તેનું કારણ પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે
“હે સ્વામી! આ શ્રેષ્ઠીને ઘેર પુત્રનો જન્મ થયો હતો, તેથી મહોત્સવ થતો હતો, પણ જમ્યા પછી તરત જ તે પુત્ર મરણ પામ્યો, તેથી તેના કુટુંબીઓ રુદન કરે છે.” તે સાંભળીને વિક્રમરાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેણે વિચાર્યું કે
बाल्यादपि चरेद्धर्म-मनित्यं खलु जीवितम् ।
फलानामिव पक्वानां, शश्वत्पतनतो भयम् ॥१॥ ભાવાર્થ-“આ જિંદગી અનિત્ય છે, તેથી બાલ્યાવસ્થાથી જ ઘર્મનું આચરણ કરવું, કેમકે પાકેલાં ફળની માફક જીવને નિરંતર પડી જવાનો (મૃત્યુનો) ભય રહેલો છે.”
આ પ્રમાણે વિચારીને રાજાએ પોતાના પુત્રને રાજ્યપર બેસાડી દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે કેવળજ્ઞાન પામી તે મોક્ષપદને પામ્યા.
“વિક્રમ રાજાની જેમ શુભ ભાવનાવડે સમકિતનું સેવન કરવું; કેમકે તેમ કરવાથી તેવી ભાવનાવડે બન્ને લોકમાં શુભનો ઉદય થાય છે.”
વ્યાખ્યાન પપ . સમકિતનાં છ સ્થાનકમાંના પ્રથમના બે સ્થાનક _ अनुभवसिद्धो जीवः, प्रत्यक्षो ज्ञानचक्षुषाम् ।
ज्ञायतेऽनेकवाञ्छाभि-रस्तिस्थानं तदेव हि ॥४॥ ભાવાર્થ-“જ્ઞાનરૂપી નેત્રવાળાઓને (કેવળજ્ઞાનીઓને પ્રત્યક્ષ એવો જીવ અનુભવસિદ્ધ છે. તેમજ તે જીવ અનેક વાંચ્છાથી જણાય છે (સિદ્ધ થાય છે) તે પહેલું “અસ્તિસ્થાન' કહેવાય છે.”
કેટલાક મિથ્યાત્વીઓ “જીવ છે જ નહીં' એમ માને છે. તેઓ એવું અનુમાન કરે છે કે–આત્મા પાંચ ઇન્દ્રિયોથી પ્રત્યક્ષપણે ગ્રહણ કરી શકાતો નથી તેથી આકાશના પુષ્પની જેમ તે (આત્મા) છે જ નહીં. આવા નાસ્તિકવાદીને આચાર્ય જવાબ આપે છે કે-“પોતાના જ્ઞાનથી જ અનુભવાતો આત્મા સિદ્ધ છે; કેમકે કેવળજ્ઞાનીને તો તે પ્રત્યક્ષ છે અને છાસ્થોને અનુમાનથી સિદ્ધ થાય છે. અનેક પ્રકારની વાંછનાઓથી તથા સુખદુઃખાદિકની કલ્પનાજાળથી નિશ્ચય થઈ શકે છે કે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org