Book Title: Updeshprasad Part 1
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

Previous | Next

Page 199
________________ ૧૮૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૪ વાંચ્છાઓનો તથા કલ્પનાઓનો કરનાર આત્મા છે. તે વિષે અનુમાન આ પ્રમાણે થઈ શકે છે. સુખ, દુઃખ અને ઇચ્છા વગેરેના કારણભૂત હોવાથી આત્મા છે. જે જે વસ્તુ કાર્ય અને કારણભૂત છે, તે તે વસ્તુ છતી જ હોય છે. જેમ ઘટ કાર્ય અને તેનું કારણ માટીનો પિંડ તે જેમ છતી વસ્તુ છે, તે જ પ્રમાણે આ આત્મા કારણ અને સુખદુઃખાદિક તેનાં કાર્યો છે, તેથી આત્માની સિદ્ધિ થાય છે. જેઓની આવી સમ્યગુ બુદ્ધિ છે તેઓમાં સમ્યકત્વનું પ્રથમ સ્થાનક (આત્માનું અસ્તિત્વ) છે એમ જાણવું. આ પ્રમાણે જીવનું હોવાપણું જે માનવું તે પહેલું “અસ્તિસ્થાન' કહેવાય છે. હવે બીજું જીવનું નિત્યવસ્થાન કહે છે– द्रव्यस्यापेक्षया नित्यो, हि व्ययोत्पादवर्जितः । पर्यायापेक्षयाऽनित्यः सद्भावेन च शाश्वतः॥१॥ ભાવાર્થ-બદ્રવ્યની અપેક્ષાએ નાશ અને ઉત્પત્તિ રહિત એવો નિત્ય આત્મા છે, પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે, અને સભાવવડે તે આત્મા શાશ્વત છે.” આ આત્મા દ્રવ્યનયની અપેક્ષાએ વિનાશ અને ઉત્પત્તિરહિત છે એટલે આત્મા કદાપિ ઉત્પન્ન થતો નથી તેમજ વિનાશ પણ પામતો નથી. અહીં કોઈ શંકા કરે કે-“આટલું જ કહેવાથી તો આચાર્યે આત્માનું નિત્યપણું એકાંતે અંગીકાર કર્યું.” તો તેના નિરાકરણ માટે ઉત્તરાર્ધમાં કહે છે કે પર્યાયનયની અપેક્ષાએ આત્મા અનિત્ય છે અને સત્તાએ કરીને શાશ્વત છે; કેમકે પૂર્વે કરેલાનું તથા કરાવેલાનું તેને સ્મરણ થાય છે. તે એવી રીતે કે, “મેં પૂર્વ ભવે જે અરિહંતનું બિંબ ભરાવ્યું હતું તે જ આ બિંબ છે.” એ પ્રમાણે આ જન્મને વિષે તે બિંબ જોવાથી તેનું સ્મરણ થાય છે, અને જાતિસ્મરણ જ્ઞાન ઊપજે છે. જીવના પર્યાય બદલાતા હોવાથી બીજા ભવમાં ગમન કરવા પડે તે સાદિ સાંત ભાંગે અનિત્ય જણાય છે, અર્થાત્ આત્મા નિત્ય છે અને તેના પર્યાયો અનિત્ય છે એમ જાણવું. વળી દ્રવ્ય કદાપિ પર્યાય રહિત હોતું જ નથી. તે વિષે પૂર્વસૂરિએ કહ્યું છે કે पर्यायविच्युतं द्रव्यं, पर्याया द्रव्यवर्जिताः । कदापि केन किंरूपा, दृष्टा मानेन केन वा ॥१॥ ભાવાર્થ-“પર્યાય રહિત દ્રવ્યને તથા દ્રવ્ય રહિત પર્યાયને કોઈ પણ વખત કોઈ પણ રૂપે કોઈએ જોયા છે? અથવા કોઈ પણ પ્રમાણથી સિદ્ધ કર્યા છે? નથી જ કર્યા, કેમકે પર્યાય વિનાનું દ્રવ્ય અને દ્રવ્ય વિનાના પર્યાય હોતા જ નથી.” વળી સભાવ એટલે સત્તાને આશ્રયીને આત્મા શાશ્વત છે; એટલે આદંત રહિત કેવળ સ્થિર સ્વભાવપણાએ કરીને ધ્રુવ છે. આ પ્રમાણે નિશ્ચલ કરેલા મનવાળાને સમકિતનું બીજું સ્થાનક છે એમ જાણવું. આ પ્રસંગ ઉપર ઇંદ્રભૂતિનો પ્રબંધ છે તે નીચે પ્રમાણે ઇંદ્રભૂતિ(ગૌતમ)નો પ્રબંધ મગઘ દેશનાં ગોબર નામના ગામમાં વસુભૂતિ નામે બ્રાહ્મણ રહેતો હતો. તેને પૃથ્વી નામની પત્ની હતી અને ઇન્દ્રભૂતિ નામનો પુત્ર હતો. તે પોતાની બુદ્ધિથી વ્યાકરણ, ન્યાય, કાવ્ય, અલંકાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236