________________
૧૮૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૪ યુક્ત એવા સમકિતનું વર્ણન કર્યું, તેથી તે સમકિતસહિત શ્રાવકઘર્મને અંગીકાર કરી પોતાના નગરમાં ગયો અને ઘર્મનું આરાધન કરતાં કાળક્રમે નીરોગી થયો.
એકદા પેલા યક્ષે પ્રગટ થઈને કુમારને કહ્યું કે-“હે કુમાર!મારી શક્તિથી તારો વ્યાધિ નાશ પામ્યો છે, માટે મને સો પાડા આપ.” કુમારે હસીને જવાબ આપ્યો કે-“મારો રોગ તો કેવળી ભગવંતની કૃપાથી ગયો છે, માટે તું પાડા માગતાં કેમ શરમાતો નથી? હું એક કુંથવાની પણ હિંસા કરતો નથી, તો તું આ શું માગે છે?” તે સાંભળીને યક્ષ ક્રોધથી બોલ્યો કે-“અરે! ઠીક છે, ત્યારે હવે મારું બળ તને બતાવીશ, જોજે.” એમ કહીને તે અદ્રશ્ય થયો.
એકદા કુમાર વનને વિષે રહેલા જિનાલયમાં જઈ પ્રભુની પૂજા કરીને ઘર તરફ આવતો હતો. તે વખતે માર્ગમાં તે યક્ષ કુમારના બે પગ પકડી તેને ભૂમિ પર પછાડીને બોલ્યો કે-“અરે! કેમ હજુ સુધી તું તારો આગ્રહ મૂક્તો નથી?” કુમારે જવાબ આપ્યો-“હે યક્ષ! તું જીવહિંસા કરવી છોડી દે. કહ્યું છે કે –
श्लोकार्धेन प्रवक्ष्यामि, यदुक्तं ग्रन्थकोटिभिः ।
परोपकारः पुण्याय, पापाय परपीडनम् ॥१॥ ભાવાર્થ-જે વાત કરોડ ગ્રંથે કરીને કહી છે તે વાત હું અર્ધા શ્લોકથી જ કહું છું કે–પરોપકાર કરવો તે પુણ્યને માટે છે, અને પરને પીડા કરવી તે પાપને માટે છે.
દેવેનુધરાકીનાં, વાતારઃ સુરતમાં મુવિ !
કુર્તમઃ પુરુષો નોવે, યઃ પ્રાણપ્રારા ભાવાર્થ-સુવર્ણ, ગાયો અને પૃથ્વી વગેરેનું દાન કરનાર પૃથ્વી પર સુલભ છે. પણ જે સર્વ પ્રાણીઓને અભયદાન આપે છે તે પુરુષ આ લોકમાં દુર્લભ છે.”
આ પ્રમાણે કુમારનું સાહસ જોઈને યક્ષ બોલ્યો કે-“જો તું જીવહિંસા ન કરે તો તે માત્ર મને પ્રણામ જ કર, તેથી જ હું સંતુષ્ટ થઈ જઈશ.” તે સાંભળી કુમારે કહ્યું કે-“પ્રણામ ઘણી જાતનાં થાય છે. તેમાંથી તું કઈ જાતના પ્રણામ ઇચ્છે છે? પ્રણામના ભેદ આ પ્રમાણે છે, તે તું સાંભળ. હાસ્ય પ્રણામ, વિનય પ્રણામ, પ્રેમ પ્રણામ, પ્રભુપ્રણામ અને ભાવ પ્રણામ-એ પાંચ પ્રકારના પ્રણામમાં મશ્કરીથી કે હીલનાથી જે પ્રણામ થાય તે હાસ્યપ્રણામ કહેવાય છે; પિતા વગેરે ગુરુજનને જે પ્રણામ થાય તે વિનયપ્રણામ છે; મિત્રાદિકને જે પ્રણામ થાય તે પ્રેમપ્રણામ છે; રાજા વગેરેને પ્રણામ કરીએ તે પ્રભુપ્રણામ છે અને દેવગુરુને જે પ્રણામ કરીએ તે ભાવપ્રણામ કહેવાય છે. તું આ પ્રણામોમાંથી કયા પ્રણામને યોગ્ય છે?” યક્ષ બોલ્યો કે–“હે કુમાર! તું મને છેલ્લા ભાવપ્રણામ કર, કેમકે આ જગતની ઉત્પત્તિ, સંહાર અને પાલન તથા સંસારથી વિસ્તારણ વગેરે સર્વ મારા હાથમાં છે.” તે સાંભળી કુમાર બોલ્યો કે–“હે યક્ષ! પ્રથમ તું જ ભવસાગરમાં ડૂબેલો છે તો તે બીજાને શી રીતે તારીશ? કેમકે
जह लोहसिला अप्पं पि, बोलइ तह विलग्ग पुरिसस्स । इय सारंभो गुरू, परमप्पाणं च बोलेई ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org