________________
૧૭૮
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૪ પ્રહાર કર્યો, તે જ વખતે મદનરેખા જાગૃત થઈ ગઈ. તેણે જોયું તો રાજાએ જ તે કુકૃત્ય કર્યું છે તેમ દીઠું, એટલે તે મૌન રહી. રાજાના ગયા પછી પોતાના પતિના અવસાન સમય જાણી વિલાપ કરતી તે ગદ્ગદ્ કંઠે બોલી કે
त्वं वृथा मा कृथाः खेदं, महाभाग मनागपि ।
सर्वत्र प्राक्कृतं कर्म, प्राणिनामपराध्यति ॥१॥ ભાવાર્થ-“હે પ્રિય! હે મહાભાગ્યવાનું! તમે જરા પણ વૃથા ખેદ કરશો નહીં, કેમકે પૂર્વે કરેલાં કર્મો જ સર્વત્ર પ્રાણીઓનો અપરાધ કરે છે.
तस्मान्मनः समाधेहि, विधेहि शरणं जिनम् ।
મમત્વે મુચ મૈત્ર , ૩ સર્વેષ નજુપુરા ભાવાર્થ-તેથી કરીને હે પ્રાણેશ! તમે તમારા મનને સમાધિમાં રાખો, જિનેશ્વરનું શરણ ગ્રહણ કરો, મમતાનો ત્યાગ કરો અને સર્વ જંતુઓને વિષે મૈત્રીભાવ ઘારણ કરો. (એટલે કોઈ પર દ્વેષ કરો નહીં)”
ઇત્યાદિ પ્રિયાનાં વચનોથી કોપને શાંત કરી પંચપરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરતો તે યુગબાહુ મરણ પામીને પાંચમા દેવલોકમાં દેવ થયો.
પછી મદનરેખા જેઠની ખોટી દાનત જાણીને પોતાના શીલનું રક્ષણ કરવા માટે પોતાના યુવાન પુત્રનો તથા ઘન વગેરેનો ત્યાગ કરીને ગર્ભવતી છતાં પણ રાત્રિએ જ ત્યાંથી ચાલતી થઈ. ચાલતાં ચાલતાં તે એક મોટા ભયંકર અરણ્યમાં આવી પડી. તે વનમાં સિંહ અને શાર્દૂલ વગેરેનાં ભયંકર શબ્દોથી ત્રાસ પામેલી તે સતીએ ત્યાં જ પુત્રનો પ્રસવ કર્યો. પછી તે બાળકને રત્નકંબલમાં વીંટી, પોતાના પતિના નામની મુદ્રિકા તે બાળકની આંગળીમાં પહેરાવીને, પોતાના વસ્ત્રોની તથા દેહની શુદ્ધિ કરવા માટે નજીકના એક સરોવરમાં ગઈ. તે સરોવરમાં રહેલા જળહસ્તીએ તેને પોતાની સૂંઢ વડે પકડીને આકાશમાં ઉછાળી. તે વખતે આકાશમાર્ગે કોઈ મણિપ્રભ નામનો ખેચરેંદ્ર (વિદ્યાઘરોનો રાજા) નંદીશ્વર દ્વીપની યાત્રા કરવા વિમાનમાં બેસીને જતો હતો, તેણે તેને ઝીલી લીધી અને પોતાના વિમાનમાં બેસાડી. ત્યારે તે મદનરેખાએ રુદન કરતાં પુત્રપ્રસવની અને તે પુત્રને માર્ગમાં મૂકી આવ્યાની વાત તે વિદ્યાઘરના રાજાને કહી. તે સાંભળીને તેણે વિદ્યાના બળથી તે પુત્રનું સ્વરૂપ જાણીને કહ્યું કે-“હે ભદ્ર! તું ચિંતા ન કર. વિપરીત શિક્ષા પામેલા અશ્વથી હરણ કરાયેલા મિથિલા નગરીના રાજા પારથે તારા પુત્રને લઈને પોતાની પુત્રરહિત પ્રિયાને આપ્યો છે. માટે હવે તું તે સંબંધી વિષાદનો ત્યાગ કરી મને પતિ તરીકે અંગીકાર કર.” તે સાંભળીને મદનરેખા બોલી કે, “હે પૂજ્ય! પ્રથમ મને નંદીશ્વરીપની યાત્રા કરાવો, પછી હું તમારો મનોરથ પૂર્ણ કરવાનો યત્ન કરીશ.” તે સાંભળીને વિદ્યાધરેંદ્ર તેને નંદીશ્વર દ્વીપે લઈ ગયો. ત્યાં બાવન જિનેશ્વરના બિંબોને વંદના કરીને તે વિદ્યાધર તથા મદનરેખા ત્યાં રહેલા મણિચૂડ નામના ચક્રવર્તી રાજર્ષિ પાસે આવી તેને વંદના કરી તેની પાસે બેઠા.
હવે પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયેલો યુગબાહુ દેવ અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વભવ જાણીને ત્યાં આવ્યો અને પ્રથમ મદન રેખાને વંદના કરીને પછી તેણે મુનિને વંદના કરી. તે જોઈને મણિપ્રભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org