________________
વ્યાખ્યાન પ૨] સમકિતનો પાંચમો આગાર-દેવાભિયોગ
૧૭૯ વિદ્યાઘરે તેને કહ્યું કે, “તમે વિવેકી થઈને પ્રથમ આ સ્ત્રીને વંદના કરીને પછી મુનિને વંદના કરી તેનું શું કારણ? એવું અયોગ્ય આચરણ તમે કેમ કર્યું?” એમ કહીને તેને ઉપાલંભ દીઘો ત્યારે ચારણશ્રમણ મુનિએ તે દેવના પૂર્વભવનું સ્વરૂપ મણિપ્રભને કહી સંભળાવ્યું અને કહ્યું કે, “હે વિદ્યાઘર રાજા!
धर्माचार्यमनुस्मृत्य, तूर्णमत्रेयिवानयम् ।
युक्तं मुनिं विहायादौ, ननामैनां महासतीम् ॥१॥ ભાવાર્થ-આ દેવ પોતાના ઘર્માચાર્યનું સ્મરણ કરીને શીઘ્રતાથી અહીં આવ્યો છે; તેથી મુનિનો ત્યાગ કરીને તે પ્રથમ આ મહાસતીને નમ્યો, તે તેણે યુક્ત જ કર્યું છે. કેમકે
यतिना श्रावकेणाथ, योऽर्हद्धर्मे स्थिरीकृतः ।
સ વ તી નાત, ધર્માચાર્યો ન સંશય ારા ભાવાર્થ-મુનિએ અથવા શ્રાવકે જેણે તેને જૈનધર્મમાં સ્થિર કર્યો હોય, તે જ તેનો ઘર્માચાર્ય કહેવાય છે. તેમાં કાંઈ પણ સંશય નથી.”
આ પ્રમાણે હકીકત સાંભળીને તે વિદ્યાઘરે દેવને ખમાવ્યો. પછી તે દેવે મદનરેખાને ઉપાડીને મિથિલાનગરીમાં મૂકી. ત્યાં પોતાના પુત્રને સુખી જોઈને તે સ્વસ્થ ચિત્તવાળી થઈ. પછી તેણે વૈરાગ્ય પામીને કોઈ પ્રવર્તિની (સાધ્વી) પાસે દીક્ષા ગ્રહણ કરી.
પધરથ રાજાએ મદનરેખાના પુત્રનું નામ નમિ પાડ્યું. તે નમિકુમાર અનુક્રમે યુવાવસ્થા પામ્યો, ત્યારે મિથિલાપતિએ તેને એક હજાર ને આઠ કન્યાઓ પરણાવી. પછી તેણે નમિને રાજ્યપર બેસાડીને દીક્ષા ગ્રહણ કરી.
અહીં જે રાત્રીએ મણિરથ રાજાએ પોતાના નાના ભાઈને ખગથી માર્યો તે જ રાત્રીએ કૃષ્ણ સર્પના દંશથી રૌદ્રધ્યાનવડે તે મરણ પામીને ચોથી નરકે ગયો, અને રાજ્યનો અધિકારી યુગબાહુનો મોટો પુત્ર ચંદ્રયશા થયો.
એકદા નમિરાજાનો પટ્ટહસ્તી બંઘનના સ્તંભને ઉખેડીને નાસી ગયો. તેને કોઈ પકડી શક્યું નહીં. તે નાસતો નાસતો ચંદ્રયશાના નગરના સીમાડામાં આવ્યો, એટલે તે હસ્તીને ચંદ્રયશાએ પકડી લીધો. તે વાતની નમિરાજાને ખબર થતાં તેણે દૂત મોકલી ચંદ્રયશા પાસે પોતાનો હાથી માગ્યો. ત્યારે તેણે હાથી આપવાની ના કહી. તે સાંભળીને નમિરાજા યુદ્ધ કરવા માટે ત્યાં આવ્યો અને ચંદ્રયશાના નગરને ઘેરો ઘાલીને પડ્યો. આ વૃત્તાંત મદનરેખા આર્યાએ સાંભળ્યો, તેથી તે ત્યાં આવીને નમિને કહેવા લાગી કે–“હે વત્સ નમિ! મોટા ભાઈ સાથે યુદ્ધ કરવું તને યુક્ત નથી.” તે સાંભળી વિસ્મય પામેલા નમિ રાજાએ પૂછ્યું કે, “શી રીતે ચંદ્રયશા મારો બન્ધ થાય?” ત્યારે આર્યાએ પોતાની સર્વ વાર્તા તેને કહી સંભળાવી. તે સાંભળીને નમિરાજાએ પિતાના નામની મુદ્રિકા જોઈ; તેથી તેને વઘારે નિશ્ચય થયો. એટલે તે યુદ્ધથી નિવૃત્ત થઈને ચંદ્રયશા પાસે ગયો અને તેને સર્વ વૃત્તાંત કહ્યો. પછી બન્ને ભાઈઓ પરસ્પર પ્રીતિવાળા થયા. અનુક્રમે ચન્દ્રયશાએ નમિકુમારને પોતાનું રાજ્ય સોંપીને વ્રતની ઇચ્છાથી દીક્ષા અંગીકાર કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org