________________
સમકિતનો છઠ્ઠો આગાર–બલાભિયોગ
सुखं वसामि जीवामि, येन मे नास्ति किश्चन । મિથિલાનગરીવાઢે, ન મે હૃતિ વિજ્જન ।।શા
ભાવાર્થ-‘હું સુખે વસું છું, અને સુખે જીવું છું, કેમકે મારું કાંઈ પણ નથી. મિથિલાનગરી બળે છે, તેમાં મારું કાંઈ બળતું નથી.
स्वार्थाय यतते सर्वस्तं विना दुःखमश्रुते । મયાપિ સાધ્યતે સ્વાર્થસ્તસ્માવિર્ભમચેતસારા
વ્યાખ્યાન ૫૩]
ભાવાર્થ-સર્વ પ્રાણી પોતાના સ્વાર્થને માટે યત્ન કરે છે, કેમકે સ્વાર્થ સાધ્યા વિના દુઃખ પ્રાપ્ત થાય છે; તેથી હું પણ મમતા રહિત ચિત્તવડે મારો સ્વાર્થ (આત્માનો અર્થ) જ સાથું છું.’’ ફરીથી શક્રેન્દ્રે કહ્યું કે—“હે મુનિ! સોનું, રૂપું, મણિ વગેરેથી ભંડારની વૃદ્ધિ કરીને પછી વ્રત ગ્રહણ કરવું યુક્ત છે.’’ તે સાંભળીને નમિરાજર્ષિ બોલ્યા કે–
सुवण्णरूप्पस्स उ पव्वय भवे, सिया हु केलाससमा असंखया । नरस्स लुद्धस्स न तेहि किंचि, इच्छा हु आगाससमा अतिआ || १ || ભાવાર્થ—“સુવર્ણના અને રૂપાના કૈલાસ પર્વત જેવડા અસંખ્ય પર્વતો હોય, તો તેથી પણ લુબ્ધ પુરુષને સંતોષ થતો નથી; કેમકે ઇચ્છા આકાશની જેમ અનન્ત (અંતરહિત) છે.’’
ઇત્યાદિ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેલી અનેક યુક્તિઓથી મુનિએ તે વિપ્રને નિરુત્તર કર્યો. છેવટ તેમનું ચિત્ત ક્ષોભ પામે તેમ નથી, એમ જાણીને ઇંદ્રે બ્રાહ્મણના રૂપનો ત્યાગ કરી પોતાનું સ્વરૂપ પ્રગટ કરી તેમને પ્રણામ કરીને સ્તુતિ કરી કે–
अहो ते निज्जिओ कोहो, अहो माणो पराजिओ । अहो निरक्कया माया, अहो लोहो वसं किओ ॥ १ ॥
૧૮૧
ભાવાર્થ-અહો! તમે ક્રોધને જીતી લીઘો છે! અહો! તમે માનનો પરાજય કર્યો છે! અહો! તમે માયાનો તિરસ્કાર કર્યો છે! અને અહો! તમે લોભને વશ કરી લીઘો છે!’
ઇત્યાદિ બહુ પ્રકારે સ્તુતિ કરીને સ્વર્ગપતિ સ્વર્ગમાં ગયા; અને નમિરાજર્ષિ અનુક્રમે કેવળજ્ઞાન પામીને મોક્ષપદને પામ્યા.
‘‘પ્રત્યેકબુદ્ધ નમિરાજર્ષિએ શક્રની યુક્તિઓથી પણ ધર્મનો ત્યાગ કર્યો નહીં, તેથી તેમની જ્ઞાતાસૂત્રને વિષે શ્રી મહાવીરસ્વામીએ પણ પ્રશંસા કરેલી છે, તે રાજર્ષિ અમોને સુખને અર્થે થાઓ.'’
વ્યાખ્યાન ૫૩
સમકિતનો છઠ્ઠો આગાર–બલાભિયોગ बहूनां हठवादेन, बलाद्वा त्यक्तसेवनम् । एवं बलाभियोगः स्यात्, षडेते छिंडिका मताः ॥ १ ॥
Jain Education International
ભાવાર્થ‘ઘણા લોકોના હઠવાદથી અથવા કોઈના બળાત્કારથી ત્યાગ કરેલાનું સેવન કરવું પડે એ બલાભિયોગ આગાર કહેવાય છે. આ છયે આગારોને છીંડીઓની સંજ્ઞા આપેલી છે.’’
For Private & Personal Use Only
www.jainelibrary.org