________________
વ્યાખ્યાન ૫૨]
સમકિતનો પાંચમો આગાર–દેવાભિયોગ
૧૭૭
ભાવાર્થ-‘કુલદેવાદિકના વચને કરીને જે કાંઈ મિથ્યાત્વનું સેવન કરવું પડે તે સમ્યક્ત્વઘારીને દેવાભિયોગ નામનો આગાર કહેવાય છે.’’
ચૂલનીપિતા નામના શ્રાવકની જેમ કેટલાક જીવો વ્રત ગ્રહણ કર્યા પછી દેવાદિકના ઉપસર્ગથી ચપળતા પામે છે, પરંતુ તેથી તેમને મહા દોષ લાગતો નથી. મિથ્યાદુષ્કૃત વગેરે આપવાથી તે દોષ જલદી નિવૃત્તિ પામે છે. કેટલાક જીવો ઉત્સર્ગ માર્ગમાં સ્થિત રહ્યા થકા નમિરાજર્ષિની જેમ ચલિત થતા જ નથી. તેની કથા આ પ્રમાણે–
નમિરાજર્ષિની કથા
અવન્તિ દેશમાં સુદર્શન નામના નગરને વિષે મણિરથ નામે રાજા હતો. તેનો નાનો ભાઈ યુગબાહુ યુવરાજ પદ પર હતો. તે યુગબાહુને મદનરેખા નામની અતિ સ્વરૂપવાન સ્ત્રી હતી. એકદા મદનરેખાને જોઈને મણિરથ રાજા કામાતુર થયો. તેથી તે એકદમ મનમાં બોલી ઊઠ્યો કે– दृष्ट्वा यद्रूपसंपत्तिं, स्वात्मन्येव स्मरो ज्वलन् ।
वृथा पुनः प्रवादोऽयं लोके दग्धो हरेण यत् ॥ १ ॥
"
ભાવાર્થ-જે સ્ત્રીની રૂપસંપત્તિ જોઈને મારા આત્માને વિષે જ કામદેવ બળવા લાગ્યો છે, તો ‘શંકરે કામદેવને બાળી નાંખ્યો છે' એમ જે લોકમાં કહેવાય છે તે વૃથા જ છે.’’
પછી મણિરથ મદનરેખાને વશ કરવા માટે નિરંતર દાસી દ્વારા પુષ્પ, તાંબૂલ, વસ્ત્ર તથા અલંકાર વગેરે મોકલવા લાગ્યો. તેને ‘આ જેઠની પ્રસાદી છે' એમ માની મદનરેખા ભોળા ભાવે ગ્રહણ કરવા લાગી. એકદા રાજાના કહેવાથી દાસીએ મદનરેખા પાસે રાજાની ઇચ્છા જાણવી. તે સાંભળીને મદનરેખા બોલી કે—હૈ દાસી!
जगत्प्रसिद्धो नारीषु, शीलमेव महागुणः ।
તસ્મિન્ તુપ્તે વૃથા સર્વ, ગતે નીવ ડ્વાંગિનઃપ્રા ભાવાર્થ–સ્રીઓને વિષે શીલરૂપી મહાગુણ જ જગપ્રસિદ્ધ છે, તે શીલનો લોપ થાય, તો પછી જીવ વિનાના શરીરની જેમ તે સ્ત્રીઓનો જન્મ જ વૃથા છે.
માટે તમારા પૃથ્વીપતિને આવું અયોગ્ય વચન મારા પ્રત્યે કહેવું યોગ્ય નથી.’’ એમ કહી દાસીને તેણે વિદાય કરી. દાસીએ તે જ પ્રમાણે રાજા પાસે જઈને કહ્યું. તે સાંભળી રાગથી લુબ્ધ થયેલા રાજાએ વિચાર કર્યો કે—‘મારા બંધુને મારી નાંખીશ ત્યાર પછી તે મારે કબજે આવશે, તે વિના મારું કાર્ય સિદ્ધ થશે નહીં.' એમ વિચારીને રાજા બંધુનો વધ કરવાનો ઉપાય શોધવા લાગ્યો.
એકદા વસંતઋતુમાં ક્રીડા કરવા માટે યુગબાહુ પોતાની પ્રિયાને સાથે લઈને ઉદ્યાનમાં ગયો. ત્યાં ચિરકાળ સુધી ક્રીડા કરીને રાત્રિએ પણ ત્યાં જ (ઉદ્યાનમાં) કદલીગૃહની અંદર પ્રિયા સહિત સૂઈ ગયો. તે અવસર જોઈને રાજા ગુપ્ત રીતે ખગ લઈને તે કદલીગૃહમાં પેઠો. ત્યાં યુગબાહુને પ્રિયા સહિત નિદ્રાવશ થયેલો જોયો; એટલે તરત જ કુલમર્યાદાનું ઉલ્લંઘન કરી, યશ ધર્મ અને લાદિકનો પણ ત્યાગ કરી, રાજાએ ખગવડે બંઘુ પર પ્રહાર કર્યો. ‘કામદેવનો ઉદય એવો જ હોય છે.’’ પછી રાજા પોતાના ઘર તરફ ચાલ્યો. રાજાએ પોતાના બંધુ પર જે વખતે ખગનો
ભાગ ૧-૧૨
www.jainelibrary.org
Jain Educatio
For Private & Personal Use Only