________________
૧૭૬
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૪ ભાવાર્થ-અગ્નિવડે સાત ગામ બાળીને ભસ્મ કરવાથી જેટલું પાપ લાગે તેટલું પાપ મઘનું એક બિંદુ માત્ર ભક્ષણ કરવાથી લાગે છે.
यो ददाति मधु श्राद्धे, मोहितो धर्मलिप्सया ।
સ યાતિ નરવં ઘોર, વાઘ સદ સંપર્વે રૂાા ભાવાર્થ-જે પુરુષ ઘર્મ થવાની ઇચ્છાથી મોહ પામીને શ્રાદ્ધમાં મઘ આપે છે, તે પુરુષ તેના લંપટ ખાનારાઓની સાથે ઘોર નરકમાં જાય છે.”
આ પ્રમાણે તેનાં વચનો સાંભળીને તે વૈદ્યોએ તેના સ્વજનો પાસે વાત કરી. ત્યારે તેઓ એકઠા થઈને શાસ્ત્રની યુક્તિથી તેને ચિકિત્સા કરાવવાની પ્રેરણા કરવા લાગ્યા. તેઓએ કહ્યું કે
शरीरं धर्मसंयुक्तं, रक्षणीयं प्रयत्नतः ।
शरीराच्छ्रवते धर्मः, पर्वतात् सलिलं यथा ॥१॥ ભાવાર્થ-“ઘર્મના સાઘનભૂત શરીરનું પ્રયત્નથી રક્ષણ કરવું, કેમકે પર્વતથી જેમ પાણી અને છે તેમ શરીરથી ઘર્મ સ્ત્રવે છે (થાય છે).”
આ પ્રમાણે પિતા વગેરે સ્વજનોએ તેને ઘણી રીતે સમજાવ્યો, તોપણ તે ઘર્મમાં દ્રઢ હોવાથી દેહાદિકની આશા રાખ્યા વિના માત્ર મોક્ષસુખની જ અભિલાષામાં ચુસ્ત રહ્યો. તેણે દેહની પીડાને અંગે કહ્યું કે
आपदर्थे धनं रक्षेदारान् रक्षेद्धनैरपि ।
आत्मानं सततं रक्षेद्दारैरपि धनैरपि ॥१॥ ભાવાર્થ-“આપત્તિને માટે ઘનની રક્ષા કરવી, ઘનવડે સ્ત્રીનું રક્ષણ કરવું, અને સ્ત્રી તથા ઘન વડે કરીને પણ નિરંતર આત્માનું રક્ષણ કરવું.
ઘર્મિષ્ઠ પુરુષોને દેહ ને ઘન સમાન છે, અને આત્મા દેહથી વિશેષ છે. માટે દેહની પીડાની ઉપેક્ષા કરીને પણ આત્માનું રક્ષણ કરવું.”
આ પ્રમાણે તે બ્રાહ્મણની પોતાની પ્રતિજ્ઞામાં નિશ્ચલતા જોઈને તે બન્ને દેવો અત્યંત હર્ષિત થયા. પછી “અહો! સાત્ત્વિક શિરોમણિ! અહો! સત્ય પ્રતિજ્ઞાવાનું!” એમ કહેતા તે બન્ને દેવોએ પોતાનું રૂપ પ્રગટ કર્યું, અને ઇન્ટે કરેલી તેની પ્રશંસાનું વર્ણન કરી સર્વ રોગને હરણ કરનાર રત્નોથી તેનું ઘર ભરપૂર કરી તે દેવો સ્વસ્થાને ગયા. તે રત્નોના પ્રભાવથી ઔષઘ વિના જ તેનું શરીર આરોગ્યવાળું (નીરોગી) થઈ ગયું. તેથી તેનું સર્વત્ર “આરોગ્યદ્વિજ” એવું નામ પ્રસિદ્ધ થયું.
આ પ્રમાણે તે બ્રાહ્મણે ગુરુનિગ્રહરૂપ આગારને જાણતાં છતાં પણ ઘર્મની દૃઢતા મૂકી નહીં અને ગ્રહણ કરેલા નિયમો નિરતિચાર પાળી સ્વર્ગસુખને પામ્યો. પ્રાંતે મોક્ષસુખને પામશે.”
વ્યાખ્યાન પર સમકિતનો પાંચમો આગાર-દેવાભિયોગ कुलदेवादिवाक्येन, यन्मिथ्यात्वं विधीयते । स सम्यक्त्वरतानां च, भवेत्सुराभियोगकः॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org