________________
૧૭૦
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૪ दीग्घकालं वयं तत्थ, पायवे निरुवद्दवे ।
मूलाओ उट्ठिया वल्ली, जायं सरणतो भयम् ॥१॥ અમે દીર્ઘકાળ સુધી તે ઉપદ્રવ રહિત એવા વૃક્ષ ઉપર રહ્યા, પણ પછી તે વૃક્ષના મૂળમાંથી જ વેલ ઊઠી (જેથી અમે મરણના ભયમાં આવી પડ્યા) માટે શરણથકી જ ભય ઉત્પન્ન થયો.”
આ પ્રમાણેની વાર્તા કહીને ઇંદ્રદત્તે કહ્યું કે, “હે રાજા! આ જગતનો એવો નિયમ છે કે–પિતાથી તાપ પામેલો પુત્ર માને શરણે જાય, માતાથી ઉદ્વેગ પામેલો પુત્ર પિતાને શરણે જાય, બન્નેથી પરિતાપ પામેલો રાજાને શરણે જાય, અને રાજાથી પણ ઉદ્વેગ પામેલો હોય તો તે મહાજનને શરણે જાય છે. હવે જ્યાં માતા પોતે જ વિષ આપે છે, પિતા ગળું મરડે છે, રાજા તે કાર્યમાં પ્રેરણા કરે છે અને મહાજનો દ્રવ્ય આપીને તે કાર્ય કરાવે છે, તો પછી કોનું શરણું લેવું? કેમ કે–માતાપિતાએ પુત્રને આપી દીધો, રાજા શત્રુ થઈને ઘાત કરવા બેઠો, દેવતા બલિદાનની ઇચ્છા રાખે છે, તો હવે લોકો શું કરે? માટે હે રાજન્! હવે મારે ભય રાખીને શું કરવું? હવે તો રાજીખુશીથી યમરાજાના અતિથિ થવું તે જ યોગ્ય છે.”
આ પ્રમાણે તે બાળકનાં વચનો સાંભળીને રાજાએ કહ્યું કે, “હે બાળક! હું તને છોડી મૂકું છું, તને જે મારે તે મારો શત્રુ છે. તું સુખેથી જીવતો રહે. મારે આ નગર વગેરેનું કાંઈ પણ પ્રયોજન નથી.” એમ કહીને રાજાએ આખા નગરમાં પોતાના સેવક પાસે અમારી પડહ વગડાવ્યો. આ પ્રમાણે રાજાનું ધૈર્ય જોઈને તરત જ એક દેવ પ્રગટ થઈ બોલ્યો કે, “હે રાજન્! તારા ઘેર્યની શકે કરેલી પ્રશંસા સાંભળી તેની પરીક્ષા કરવા માટે મેં આ દરવાજો ત્રણ વાર પાડી નાંખ્યો હતો. પરંતુ તારા પૈર્યથી હું સંતુષ્ટ થયો છું.” એમ કહી રાજાને પ્રણામ કરી દરવાજો હતો તેવો કરી દઈ રાજાની પ્રશંસા કરતો તે દેવ સ્વસ્થાને ગયો.
સુઘર્મ રાજાએ સર્વ જનોના આગ્રહથી પણ હિંસાવાળું વાક્ય કબૂલ કર્યું નહીં. પ્રાંતે વૈરાગ્યથી ચારિત્ર ગ્રહણ કરીને તે રાજા મોક્ષસુખને પામ્યો.”
વ્યાખ્યાન ૫૦ સમકિતનો ત્રીજો આગાર-વૃત્તિકાંતાર दुर्भिक्षारण्यसंपर्के, जीवनार्थं विधीयते ।
मिथ्यात्वं स च कान्तारवृत्तिनाम निगद्यते ॥१॥ ભાવાર્થ-દુષ્કાળને વિષે અન્નાદિકને અભાવે તથા અરણ્યમાં ભૂલા પડતાં જળ ફળ વગેરેના અભાવે જીવવાને માટે જે કાંઈ મિથ્યાત્વનું સેવન કરવું પડે તે “કાંતારવૃત્તિ” નામનો આગાર કહેવાય છે.
ઉત્સર્ગ અપવાદને જાણનાર કોઈ સંવિજ્ઞ પુરુષ પણ જીવિતને રાખવા માટે મિથ્યાત્વ સેવે કે નિયમભંગાદિ કરે તે વૃત્તિકાંતાર નામનો ત્રીજો આગાર કહેવાય છે. કેટલાક ઉત્સર્ગમાર્ગમાં દ્રઢ રહેનારા તો અચંકારી ભટ્ટાની જેમ કષ્ટમાં પણ સ્વધર્મને છોડતા નથી. તે દ્રષ્ટાંત આ પ્રમાણે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org