________________
વ્યાખ્યાન ૫૦] સમકિતનો ત્રીજો આગાર-વૃત્તિકાંતાર
૧૭૧ અઍકારી ભટ્ટની કથા ક્ષિતિપ્રતિષ્ઠિત પુરમાં ઘન્ના નામનો શ્રેષ્ઠી હતો. તેને ભદ્રા નામની સ્ત્રીથી આઠ પુત્રો ઉપર એક ભટ્ટા નામની પુત્રી થઈ હતી. એકદા શ્રેષ્ઠીએ તેના ઉપરના અતિશય પ્રેમથી સ્વજનોને એકઠાં કરીને કહ્યું કે-“આ અમારી પુત્રીને કોઈએ ચુંકારો પણ કરવો નહીં.” તેમ કહેવાથી તે પુત્રીને સૌ “અચંકારી ભટ્ટા” કહેવા લાગ્યા. એકદા તેને મનોહર યુવાવસ્થા પામેલી જોઈને રાજાના મંત્રીએ તેના પિતા પાસે તેની માંગણી કરી. ત્યારે શ્રેષ્ઠીએ કહ્યું કે-“જે પુરુષ મારી પુત્રીનું વચન ઉલ્લંઘન કરે નહીં તેને મારે પુત્રી આપવાની છે.” તે સાંભળી મંત્રીએ તેનું વચન કબૂલ કર્યું. એટલે શુભ દિવસે શ્રેષ્ઠીએ તેમનાં લગ્ન કર્યા. તેની સાથે વિષયસુખનો અનુભવ કરતાં કેટલાક દિવસો વ્યતીત થયા. એકદા તેણે મંત્રીને કહ્યું કે-“હે પ્રાણનાથ! તમે રાજ્યના મોટા અધિકારી છો, પરંતુ જો મારી સાથે પ્રીતિ રાખવાની ઇચ્છા હોય તો તમારે સૂર્ય અસ્ત થયા પછી ક્યાંય પણ જવું નહીં. એમ કરશો તો જ મારી પ્રીતિ રહેશે.” તે સાંભળીને મંત્રીએ તેનું વાક્ય અંગીકાર કર્યું.
એક દિવસ રાજાએ મંત્રીને પૂછ્યું કે, “હે મંત્રી! તમે હમેશાં વહેલા ઘેર કેમ જાઓ છો?” ત્યારે મંત્રીએ સત્ય વાત જાહેર કરી. તે સાંભળીને રાજાએ વિનોદને માટે કાંઈ મિષ કરીને મંત્રીને રાત્રીના બે પ્રહર રોકી રાખ્યો, પછી રજા આપી. મંત્રી ઘેર આવ્યો તો બારણું બંઘ હતું. તેથી તે બોલ્યો કે, “હે પ્રિયા! દ્વાર ઉઘાડ. આજે રાજાની આજ્ઞાથી આટલો વિલંબ થયો છે, મારી મરજીથી રોકાયો નથી; માટે પરાધીન એવા મારાપર કોપ કરીશ નહીં.” આ પ્રમાણે વારંવાર કહેવાથી ભટ્ટાએ કોપ કરીને એકદમ દ્વાર ઉઘાડ્યું, અને પછી મંત્રીની દ્રષ્ટિને છેતરીને તે તરત જ ઘર બહાર નીકળી પિતાના ઘર તરફ ચાલી. માર્ગમાં ચોરોએ તેને પકડી અને તેના વસ્ત્રો તથા આભૂષણો લઈને તેને પલ્લી પતિને સોંપી. પલ્લીપતિએ તેનું મનોહર રૂપ જોઈ ભોગને માટે ઘણી પ્રાર્થના કરી, પરંતુ તેણે હા પાડી નહીં. તેથી પલ્લીપતિએ તેને ઘણું દુઃખ દેવા માંડ્યું. ત્યારે તે બોલી કે–“કદાપિ મારા પ્રાણનો નાશ થશે, તોપણ હું મારું શીલ ખંડન કરીશ નહીં. તું ફોગટ ફાંફાં શા માટે મારે છે?” એમ કહ્યાં છતાં પણ પલ્લીપતિ સમજ્યો નહીં. ત્યારે તેને બોઘ કરવા માટે તેણે એક કથા કહી.
કોઈ એક તેજોલેશ્યાની સિદ્ધિવાળો તાપસ કોઈ વૃક્ષ નીચે બેઠો હતો. તેના મસ્તકપર એક બગલીએ ચરક કરી. તેથી કોપ કરીને તે તાપસે તે પક્ષીપર તેજોલેશ્યા મૂકી તેને બાળી નાંખ્યું. પછી તેણે વિચાર્યું કે, “જે કોઈ મારી અવજ્ઞા કરશે તેને હું તેજલેશ્યાથી બાળી નાંખીશ.” એમ વિચારીને તે તાપસ ભિક્ષાને માટે કોઈ શ્રાવકને ઘેર ગયો. તે શ્રાવકની પતિવ્રતા સ્ત્રી પોતાના પતિની સેવામાં વ્યગ્ર હતી; તેથી તે તાપસને ભિક્ષા દેવા જરા વિલંબ કરીને આવી. એટલે કોપ કરીને તેણે તેના પર તેજલેશ્યા મૂકી, પરંતુ શીલના પ્રભાવથી તે બળી નહીં. તે વખતે તેણે કહ્યું કે, હે તાપસ! હું તે બગલી નથી.” તે સાંભળી વિસ્મય પામીને તાપસે પૂછ્યું કે, “અરણ્યમાં થયેલી એ વાત તેં શી રીતે જાણી?” તેણે કહ્યું કે, “આ પ્રશ્નનો જવાબ તને વારાણશીપુરનો કુંભાર આપશે.” તે સાંભળીને તાપસે ત્યાં જઈ તે કુંભારને પૂછ્યું, ત્યારે તે બોલ્યો કે, “તે સ્ત્રીને તથા મને શીલના પ્રભાવથી જ્ઞાન ઉત્પન્ન થયું છે તેથી અમે બન્નેએ તે વાત જાણી છે. માટે હે તાપસ! તું પણ શીલ પાળવામાં યત્ન કર.” તે સાંભળીને તાપસ આશ્ચર્ય પામી શીલની પ્રશંસા કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org