________________
૧૬૪
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૪
(લાભ ને હાનિની) તુલના (સરખામણી) કરીને વિશેષ લાભવાળા કાર્યનો સ્વીકાર કરવો.’’ અર્થાત્ જેમાં વ્યય કરતાં લાભ વધારે મળે તેમ હોય તે કાર્ય કરવું.
ઉત્સર્ગ માર્ગમાં સર્વથા તો યથાખ્યાત ચારિત્રવાળાનો જે નિરતિચાર (અતિચાર રહિત) માર્ગ છે તે જ છે. પરંતુ હાલના સમયમાં તેવા પ્રકારના સંઘયણાદિકના અભાવને લીધે તેવા પ્રકારનો ઉત્સર્ગ માર્ગ પાળી શકાય નહીં, તેથી અપવાદ માર્ગનું પણ સેવન કરીને પછી આલોયણાદિવડે આત્માની શુદ્ધિ કરવી.
પ્રથમ રાજાભિયોગ નામનો આગાર કહે છે–
दाक्षिण्येन क्षितीशस्य, बलाद्वा वाक्यतोऽथवा । कुदृष्टीनां नमस्कारो, राजाभियोग उच्यते ॥१॥ ભાવાર્થ-રાજાની દાક્ષિણ્યતા વડે, તેના બળાત્કારથી અથવા તેના વચનથી કુદૃષ્ટિઓ (મિથ્યાત્વીઓ) ને નમસ્કાર કરવો પડે તે રાજાભિયોગ કહેવાય છે.’’
આ પ્રસંગ ઉપર કાર્તિક શ્રેષ્ઠીનું દૃષ્ટાંત છે તે નીચે પ્રમાણે– કાર્તિક શ્રેષ્ઠીનું દૃષ્ટાંત
પૃથ્વીભૂષણ નગરમાં શ્રી મુનિસુવ્રત સ્વામીથી ધર્મનો પ્રતિબોધ પામેલો કાર્તિક નામે શ્રેષ્ઠી રહેતો હતો. એકદા તે નગરમાં ગૈરિક નામનો તાપસ આવ્યો. તે કાયમ માસોપવાસ કરીને પારણું કરતો હતો. એક કાર્તિક શેઠ વિના બીજા સર્વ લોકો ભક્ત તેના થઈ ગયા, એટલે તે તાપસ કાર્તિક શેઠ ઉપર ગુસ્સે થયો. એકદા રાજાએ તે ઐરિકને પોતાને ત્યાં પારણું કરવા માટે નિમંત્રણ કર્યું. ત્યારે તેણે કહ્યું કે,“હે રાજા! જો કાર્તિક શ્રેષ્ઠી મને પીરસે તો હું તારે ઘેર પારણું કરવા આવું.’’ રાજાએ તે વાત કબૂલ કરી. પછી શ્રેષ્ઠીને બોલાવીને રાજાએ કહ્યું કે,‘મારે ઘેર તું ગૈરિકને પીરસીને જમાડ.'' શ્રેષ્ઠીએ કહ્યું કે,“હે રાજા! આપની આજ્ઞાથી હું જમાડીશ.'' રાયમિયોનેાં આગાર હોવાથી રાજાના આગ્રહવડે નિષિદ્ધ કાર્ય કરવામાં વ્રતનો ભંગ થતો નથી, એમ માનીને શ્રેષ્ઠીએ હા પાડી. પછી વૈરિકને ભોજન કરાવવા તે રાજાને ત્યાં ગયો. તેને પીરસવા માટે નમતા જોઈને તાપસે પોતાના નાક પર આંગળી ઘસીને ઇસારો કર્યો કે,‘‘તારું નાક કપાયું.’’ તે જોઈ શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે,‘“જો પ્રથમથી જ દીક્ષા ગ્રહણ કરી હોત તો આ તાપસ મારો પરાભવ કરી શકત નહીં.’’ એમ વિચારીને તેણે એક હજાર ને આઠ વણિકપુત્ર સહિત દીક્ષા ગ્રહણ કરી.
અનુક્રમે દ્વાદશાંગીનો અભ્યાસ કરી બાર વર્ષ સંયમ પાળી સૌધર્મેન્દ્ર થયા. નૈરિક તાપસ મરણ પામી પોતાના અજ્ઞાન ધર્મને પ્રભાવે તે જ સૌધર્મેન્દ્રનો ઐરાવણ હાથી થયો. તેણે વિભંગજ્ઞાન વડે કાર્તિક શેઠને ઓળખીને નાસવા માંડ્યું. એટલે તેને પકડીને ઇન્દ્ર તેના પર ચડ્યા. ઇન્દ્રને ભય પમાડવા માટે તે ઐરાવણે પોતાનાં બે રૂપ કર્યાં ત્યારે ઇંદ્રે પણ બે રૂપ કર્યાં. હાથીએ ચાર રૂપ કર્યા ત્યારે ઇંદ્રે પણ ચાર રૂપ કર્યાં. છેવટે ઇંદ્રે અવધિજ્ઞાનથી જોયું તો તે હાથીને નૈરિક તાપસનો જીવ જાણ્યો. તેથી ઇંદ્રે તેની તર્જના કરી, એટલે તેણે પોતાનું સ્વાભાવિક રૂપ ૧ દેવલોકમાં તિર્યંચ હોતા નથી પણ તેવી ફરજવાળા આભિયોગિક દેવને ઇંદ્રની આજ્ઞા થતાં ઐરાવણ હાથીનું રૂપ વિક્ર્વીને ફરજ બજાવવી પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org