________________
વ્યાખ્યાન ૪૮] સમકિતનો પહેલો આગાર-રાજાભિયોગ
૧૬૫ પ્રગટ કર્યું. ત્યાંથી ચ્યવીને તે ઇંદ્ર મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ સિદ્ધિપદને પામશે. આ કથા ભગવતી સૂત્રમાં વિસ્તારથી આપેલી છે. ઇતિ કાર્તિક શ્રેષ્ઠી કથા.
આ કથામાં રાજાજ્ઞા હોવાથી નિયમવિરુદ્ધ વર્તન કર્યું, છતાં રાજાભિયોગનો આગાર હોવાથી વ્રતભંગ ગણાય નહીં. હવે કેટલાક દૃઢઘર્મી આત્માઓ એટલા પ્રબળ અને આંતરિક શક્તિવાળા હોય છે કે રાજાની આજ્ઞા છતાં પણ પોતાના વ્રતનો ભંગ કરતા નથી, પણ પોતાના નિયમને સાચવે છે. તે પર કોશા ગણિકાની કથા છે તે નીચે પ્રમાણે
કોશા ગણિકાની કથા પાટલીપુત્રમાં અનુપમ રૂપ, લાવણ્ય અને કલાકુશળતાદિક ગુણરત્નોના કોશ (ભંડાર) સમાન કોશા નામની વેશ્યા રહેતી હતી. તેને પ્રતિબોઘ કરવા માટે ગુરુની આજ્ઞા લઈને સ્થૂળભદ્ર મુનિ તેને ઘેર આવી ચાતુર્માસ રહ્યા હતા. વેશ્યાએ તેમને વશ કરવા માટે અનેક પ્રકારના હાવભાવ, વિભ્રમ, વિલાસ વગેરે કર્યા, પણ તેથી તેમનું ચિત્ત કિંચિત્ પણ ચલિત થયું નહીં. છેવટ મુનિએ તેને પ્રતિબોઘ પમાડ્યો; તેથી તેણે બાર વ્રત લેતાં ચોથા વ્રતમાં રાજાની આજ્ઞાથી આવેલ પુરુષ વિના બીજા પુરુષનો સંગ નહીં કરવાનો નિયમ લીધો.
એકદા કોશાએ લીધેલ વ્રતનો ભંગ કરવા માટે નંદરાજાએ રૂપમાં કામદેવ સમાન અને અતિ કામાતુર એવા એક રથકાર (સુથાર)ને તેની પાસે મોકલ્યો. તે રથકારે કોશાના મનનું રંજન કરવા માટે ત્યાં જ ઊભા રહીને ઘનુર્વિદ્યાની નિપુણતાથી એક પછી એક બાણ મૂકી લાંબી લાકડીની જેમ બનેલા બાણના અગ્રભાગથી આંબાની ટોચની લંબ તોડીને તે લુંબ પોતાના હાથમાં લઈ કોશાને આપી. તેમજ પોતાની વાણીની સર્વ પ્રકારની ચતુરાઈ અને સર્વ પ્રકારનું બળ બતાવ્યું. તે સર્વ જોઈને વિષયમાં વિરક્ત થયેલી કોશા બોલી કે
वरं ज्वलदयःस्तंभपरिरंभो विधीयते ।
न पुनर्नरकद्वाररामाजघनसेवनम् ॥१॥ ભાવાર્થ-“તપાવેલા લોઢાના સ્તંભનું આલિંગન કરવું સારું, પણ નરકના દ્વાર સમાન સ્ત્રીના જઘનનું સેવન કરવું સારું નહીં.”
ઇત્યાદિક વૈરાગ્યના વચનો કહીને પછી તેના ગર્વનો નાશ કરવા માટે સરસવનો ઢગલો કરી, તેની ઉપર એક સોય મૂકી, તે સોયના અગ્રભાગ પર એક પુખ્ત મૂકી, તે પુષ્પ પર નૃત્ય કરતી બોલી કે–
न दुक्करं अंबयतुंबतोडनं, न दुक्करं सरिसवनच्चियाणं । ___ तं दुक्करं तं च महाणुभावं, जं सो मुणी पमयवणम्मी वुच्छो ॥१॥
ભાવાર્થ-“આંબાની લેબ તોડવી દુષ્કર નથી, તેમજ સરસવના ઢગલાપર નાચ કરવો તે પણ દુષ્કર નથી, પરંતુ મહાનુભાવ શ્રી સ્થૂલભદ્ર મુનિ પ્રમાદના અથવા પ્રમદાના વનમાં પ્રમાદી ન થયા, તે જ એક દુષ્કર છે.
गिरौ गुहायां विजने वनान्तरे, वासं श्रयन्तो वशिनः सहस्रशः । हर्येऽतिरम्ये युवतीजनान्तिके, वशी स एकः शकटालनंदनः॥२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org