________________
૧૨૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
| [સ્તંભ 3 શિક્ષાથી રિસાઈને ક્રોઘથી આવ્યો. ત્યાં તે દેવકુળમાં બપ્પભટ્ટીની પાસે પ્રશસ્તિ કાવ્યો વાંચવા લાગ્યો. આમકુમાર કાવ્યનો રસિક હોવાથી બપ્પભટ્ટીની સાથે તેને પ્રેમ બંઘાયો. પછી તે બપ્પભટ્ટીની સાથે ઉપાશ્રયમાં આવ્યો. ત્યાં ગુરુના પૂછવાથી તેણે પોતાનું વૃત્તાંત કહ્યું. તેમાં પોતાનું નામ લેવાની જરૂર પડી, તે વખતે તેણે ખડીવડે પોતાનું નામ લખીને ગુરુને જણાવ્યું; પણ પોતાના મુખથી તેણે પોતાનું નામ લીધું નહીં, તેથી ગુરુ ઘણા પ્રસન્ન થયા. પછી બપ્પભટ્ટીની સાથે તેને પણ ગુરુએ શાસ્ત્રનો અભ્યાસ કરાવવા માંડ્યો.
એકદા આમકુમારે પોતાના મિત્ર બપ્પભટ્ટી મુનિને કહ્યું કે, “હું જ્યારે રાજ્ય પામીશ ત્યારે હું તમને રાજ્ય આપીશ.” પછી કેટલેક કાળે આમકુમારને રાજ્ય મળ્યું, ત્યારે તેણે બપ્પભટ્ટીને તેડાવ્યા અને સિંહાસન પર બેસવા માટે પ્રાર્થના કરી, ત્યારે બપ્પભટ્ટી બોલ્યા કે–“અમને સૂરિપદ મળ્યા પછી સિંહાસન પર બેસવાનો અધિકાર છે, તે પહેલાં અમારાથી બેસી શકાય નહીં.” તે સાંભળીને રાજાએ શ્રી સિદ્ધસેન ગુરુ પાસે પ્રાર્થના કરી તેમને સૂરિપદ અપાવ્યું. પછી બપ્પભટ્ટી સૂરિને સિંહાસન પર બેસાડીને રાજાએ પ્રાર્થના કરી કે–“હે સ્વામિઆ રાજ્ય આપ ગ્રહણ કરો.” સૂરિ બોલ્યા કે, “હે રાજ! અમે અમારા દેહને વિષે પણ નિઃસ્પૃહ છીએ, તો પછી અમારે રાજ્યને શું કરવું?” તે સાંભળીને રાજા અત્યંત આશ્ચર્ય પામ્યો. પછી ગુરુના ઉપદેશથી રાજાએ એકસો આઠ હાથ ઊંચો એક જૈનપ્રાસાદ કરાવ્યો, અને તેમાં અઢાર ભાર સુવર્ણની શ્રી મહાવીરસ્વામીની મૂર્તિ સ્થાપન કરી.
એકદા રાજાએ પોતાની રાણીને પ્લાનમુખવાળી જોઈને તે વિષે ગુરુને સમસ્યા પૂછી કે, “કવિ ના પરિતપૂ, મમુહી પૂળો પમાણે” (તે કમળના સરખા મુખવાળી સ્ત્રી હજુ સુધી પણ પોતાના જ પ્રમાદથી પરિતાપ પામે છે.) તે સાંભળીને જેને સરસ્વતી દેવી પ્રસન્ન થયેલ છે એવા આચાર્ય બોલ્યા કે, “પુત્ર વિવુળ તમે, ના તે પછીયે મંગ” (હે રાજા! આજે તમે પ્રાતઃકાળે રાણીની પહેલાં જાગ્યા હતા, તે વખતે રાણીનું કોઈ અંગ ઉઘાડું થયું હતું, તે અંગે તમે ઢાંક્યું, તેથી તે હજુ સુધી જ્ઞાનમુખવાળી છે.) તે સાંભળીને રાજા આશ્ચર્ય પામી લજ્જિત થયો. પછી ફરીથી એકદા રાજાએ પગલે પગલે મંદ મંદ ચાલતી રાણીને જોઈને સૂરિને પૂછ્યું કે, “વાહી વંનતી પ પ ી ૬ મુમન' (હે પૂજ્ય! તે સ્ત્રી ચાલતી વખતે પગલે પગલે મુખને વાંકું કરે છે, તેનું શું કારણ?) ત્યારે ગુરુ બોલ્યા કે, “નૂi રમસે મેત્રિયા છિવડું નહપતિ” (હે રાજા! ખરેખર તેના રમણપ્રદેશે–ગુહ્ય સ્થાને નખક્ષત થયેલા છે, તે સ્થાને તેની કટીમેખળા ઘસાય છે, તેથી તે ચાલતી વખતે મુખને મચકોડે છે.) તે સાંભળી રાજાના મનમાં કાંઈક કોપ ઉત્પન્ન થયો; તેથી ગુરુપર તેને અનાદર થયો. રાજાનો ગુસ કોપ જાણીને સૂરિએ પોતાના ઉપાશ્રયના દરવાજા પર એક શ્લોક લખી ત્યાંથી વિહાર કર્યો. તે શ્લોક આ પ્રમાણે હતો
आम स्वस्ति तवास्तु रोहणगिरे मत्तः स्थितिं प्रच्युता, वर्तिष्यन्त इमे कथं कथमपि स्वप्नेऽपि मैवं कृथाः। श्रीमत्ते मणयो वयं यदि भवल्लब्धप्रतिष्ठस्तदा, के श्रृंगारपरायणाः क्षितिभुजो मौलौ करिष्यन्ति न॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org