________________
વ્યાખ્યાન ૩૫]. અતિશયશાળી કવિ
૧૨૫ ભાવાર્થ-“હે આમ રાજા! તારું કલ્યાણ થાઓ. (અહીં અન્યોક્તિથી રાજા પર ઘટાવે છે.) મણિઓ રોહણગિરિને કહે છે કે, “હે રોહણગિરિ! તારું કલ્યાણ થાઓ, અને મારાથી છૂટા પડેલા આ મણિઓ હવે ક્યાં જશે? તેમની શી દશા થશે? એમ તું સ્વપ્રમાં પણ ઘારીશ નહીં; કેમકે તારાથી પ્રતિષ્ઠા પામેલા અમે શ્રીમાનું મણિઓ છીએ; તેથી અલંકાર કરવાના લાલચુ એવા કયા રાજાઓ અમને પોતાના મુકુટપર ઘારણ નહીં કરે? બઘા કરશે.” (આ અન્યોક્તિથી આમરાજાને સૂરિએ સમજાવ્યું કે–તારી પાસેથી છૂટા પડ્યા પછી અમારું શું થશે? એમ તારે કદી ઘારવું નહીં; કેમકે અમે મણિ જેવા છીએ, તો પછી અમને ઘણા રાજાઓ માન આપશે. ઇત્યાદિ)
ત્યાંથી વિહાર કરીને શ્રી બપ્પભટ્ટી સૂરિ ગૌડદેશમાં ગયા. ત્યાં ઘર્મરાજા રાજ્ય કરતો હતો. સૂરિને આવેલા જાણીને રાજાએ પોતાના નગરમાં રહેવા માટે ઘણા આગ્રહપૂર્વક પ્રાર્થના કરી, ને ત્યાં રાખ્યા. તેના આગ્રહથી જ્યાં સુધી આમરાજા પોતે બોલાવવા ન આવે ત્યાં સુધી ત્યાંથી વિહાર ન કરવો એવો પ્રતિજ્ઞા કરીને સૂરિ ત્યાં રહ્યા.
અહીં આમરાજાને ખબર મળ્યા કે, “ગુરુ મહારાજ દ્વારપર એક શ્લોક લખીને વિહાર કરી ગયા છે.” તે જાણીને તેણે તે શ્લોક વાંચ્યો, ત્યારે તે મનમાં અતિ દુઃખી થયો. એકદા આમરાજા વનમાં ગયો હતો, ત્યાં એક કૃષ્ણ સર્પ તેના જોવામાં આવ્યો. તે સર્પનું મુખ દ્રઢ મૂઠીથી પકડી તેને એક વસ્ત્રમાં ઢાંકી સભામાં આવીને રાજાએ સર્વ પંડિતોને સમસ્યા પૂછી કે
शस्त्रं शास्त्रं कृषिविद्याऽन्यद्वा यो येन जीवति। શસ્ત્ર, શાસ્ત્ર, કૃષિ (ખેતી), વિદ્યા અથવા બીજું કાંઈ કે જેના વડે તે મનુષ્ય) જીવે છે (અર્થાત્ આ બઘાનું શું કરવું? એવો પ્રશ્ન આ સમસ્યામાં છે.)
આ સમસ્યા કોઈ પણ પંડિતે રાજાના અભિપ્રાય પ્રમાણે પૂર્ણ કરી નહીં, ત્યારે રાજાએ પટહ વગડાવ્યો કે, “આ સમસ્યાને જે કોઈ મારા મનના અભિપ્રાય પ્રમાણે પૂર્ણ કરશે તેને લક્ષ સોનામહોર ઇનામ મળશે.” તે સાંભળીને કોઈ એક ધુતકારે (જુગારીએ) સૂરિ પાસે જઈને તે સમસ્યા પૂછી, એટલે સરસ્વતીની કૃપાથી સૂરિએ તે આ પ્રમાણે પૂર્ણ કરી
सुगृहितं च कर्तव्यं, कृष्णसर्पमुखं यथा ॥४॥ તે શસ્ત્ર વગેરેને આજીવિકાના હેતુરૂપ છે તેઓને) કૃષ્ણ સર્પના મુખની જેમ સારી રીતે ગ્રહણ કરવાં (એટલે કે રાજાએ જેમ કૃષ્ણ સર્પનું મુખ સારી રીતે ગ્રહણ કર્યું તેમ શસ્ત્રાદિક આજીવિકાના સાઘનને પણ સારી રીતે ગ્રહણ કરવાં) કે જેથી આજીવિકા બરાબર ચાલી શકે.
પછી તે ધુતકારે આમરાજા પાસે આવીને તે સમસ્યા પૂર્ણ કરી, તે સાંભળીને રાજાએ તે ઘુતકારને અત્યંત આગ્રહથી ઘમકી આપીને પૂછ્યું કે, “આ સમસ્યા કોણે પૂર્ણ કરી? સત્ય વાત કહે.” ત્યારે તેણે ખરી વાત જાહેર કરી. તે સાંભળીને રાજાને વિચાર થયો કે, “ગુરુ આટલા બધા દૂર છે, તો પણ તેમણે કૃષ્ણ સર્પની વાત કહી, તો મેં જે તેમના પર વહેમ રાખ્યો હતો તે કેવળ ખોટો જ છે.” ઇત્યાદિ વિચાર આવવાથી રાજાને ઘણો જ પશ્ચાત્તાપ થયો. પછી ગુરુને બોલાવી લાવવા માટે આમરાજાએ પોતાના પ્રધાનોને મોકલ્યા, અને તેમની સાથે એવું કહેવરાવ્યું કે
छायाकारण शिर धाँ, पत्त वि भूमि पडत ।। पत्तह एहु पडत्तणं, वरतरु कांइ करंत ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org