________________
૧૫૧
વ્યાખ્યાન ૪૩]
સમકિતનું ત્રીજું લક્ષણ-નિર્વેદ થાઓ તો મારું કાર્ય સિદ્ધ થાય.” તે સાંભળીને તે બન્નેએ હા કહી; એટલે તે સાઘકે પોતાની વિદ્યા તેમની સહાયથી સિદ્ધ કરી. વિદ્યા સિદ્ધ થવાથી સંતુષ્ટ થયેલા તે સાધકે તે બન્નેને અદ્રશ્યઅંજની, શત્રુસૈન્યમોહિની અને વિમાનકારિણી એ ત્રણ વિદ્યા આપી. ત્યાંથી ફરતાં ફરતાં તે બન્ને બેનાતટનગરે આવ્યા. ત્યાં લોકોના મુખથી “પોતાના મિત્ર હરિ વાહનની પ્રિયાને ત્યાંના રાજાએ હરણ કરાવી હરિ વાહનને શોકાતુર કરી મૂક્યો છે.” ઇત્યાદિ વાત સાંભળીને મિત્રનો વિરહ દૂર કરવા માટે તે બન્ને મિત્રો અંજનના પ્રયોગથી અદ્રશ્ય થઈ અનંગલેખાની પાસે ગયા. અનંગલેખા તે વખતે પટમાં ચીતરેલા પોતાના પતિ હરિવાહનના ચિત્રપર દ્રષ્ટિ રાખીને બેઠી હતી. તે જોઈને તે બન્નેએ તે ચિત્રપટ અદ્ગશ્યપણે જ લઈ લીધું. તે આશ્ચર્ય જોઈ અનંગલેખાના નેત્રોમાં અશ્રુ ભરાઈ આવ્યાં અને તે બોલી કે
अपराद्धं मया किं ते, यच्चित्रितमपि प्रियम् ।
जहर्ष मम हत्याया, अपि त्वं न बिभेषि किम् ॥१॥ ભાવાર્થ-“હે વિઘાતા! મેં તારો શો અપરાઘ કર્યો છે કે જેથી ચીતરેલા પતિને પણ તેં હરણ કર્યો? આથી મારા આત્માની હત્યા થશે; તેનો પણ તને કાંઈ ભય લાગતો નથી?”
તે સાંભળી તેને દુઃખી જોઈ તે મિત્રોએ પ્રગટ થઈ તેને ચિત્રપટ આપી પોતાનું વૃત્તાંત નિવેદન કર્યું. તે સાંભળી પોતાના પતિના મિત્રો જાણીને તે બોલી “હે ભાઈઓ! તમે મારા દિયર છો તો મને શોકથી મુક્ત કરો.” તે સાંભળીને તેને ઘીરજ આપી તે બન્ને ત્યાંથી કાંઈક સંકેત કરીને નીકળી ગયા. પછી પોતે મંત્રવાદી છે એવી તેઓએ લોકમાં પોતાની પ્રસિદ્ધિ કરી; અને રાજા પાસે જઈને બોલ્યા કે, “હે રાજા! અમે મંત્રવાદી છીએ. અમારા લાયક કાર્ય બતાવી અમારી ખાતરી કરો.” રાજાએ તેમને કહ્યું કે, “આ કંચુકની પહેરનારી રૂપવતી સ્ત્રી જન્મ સુઘી મારે વશ થઈને રહે એવું તમે કરો.” તે સાંભળી તેમણે રાજાને એક તિલક કરી તેની પાસે મોકલ્યો. એટલે પ્રથમના સંકેત પ્રમાણે રાજાને આવતો જોઈ તેણે ઊભા થઈ આસન વગેરે આપી સન્માન કર્યું. તે જોઈ તેને પોતાને આધીન થયેલી જાણી રાજાએ વારંવાર તેના શરીરનો સંગ કરવાની યાચના કરી. ત્યારે તે બોલી કે, “હે રાજા! હું હવે તમારે આધીન છું; પરંતુ મેં અષ્ટાપદ ગિરિની યાત્રા કરવાનો નિયમ કરેલો છે, માટે તે યાત્રા કર્યા પછી હું ઇચ્છિત સુખ ભોગવીશ.” તે સાંભળીને તે કામાંઘ રાજાએ મધુર વચનથી પેલા મંત્રવાદીઓ પાસે અષ્ટાપદની યાત્રા કરાવવાની પ્રાર્થના કરી. ત્યારે તેઓએ મંત્રશક્તિથી વિમાન બનાવ્યું. તે જોઈ રાજાએ અનંગલેખાને કહ્યું કે, “હે પ્રિયા! આ વિમાનમાં બેસી તારો અભિગ્રહ પૂર્ણ કરી જલદીથી આવ, અને મારો મનોરથ પૂર્ણ કર."ત્યારે તે બોલી કે, “હે રાજા! હું તે અજાણ્યા પુરુષો સાથે જાઉં છું, માટે તમારી બે કન્યાઓને મારી સાથે મોકલો, તો તેની સાથે સુખે વાર્તાવિનોદ થઈ શકે.” તે સાંભળીને રાજાએ પોતાની બે કન્યાઓને તેની સાથે મોકલી. પછી જે વિમાનમાં તે બન્ને મિત્રો બેઠા હતા તેમાં કન્યાઓ સાથે અનંગલેખા પણ બેઠી. એટલે તરત જ વિમાન આકાશમાં ઊંચે ચડ્યું. થોડે દૂર જઈને તે મિત્રોએ રાજાને કહ્યું કે, “હે દુષ્ટ રાજા! આ ત્રણે સ્ત્રીઓની આશા હવે તારે મૂકી જ દેવી.” તે સાંભળી રાજા વિલખો થઈ ગયો, તેનો કાંઈ પણ ઉપાય રહ્યો નહીં.
હવે મિત્રના દુઃખનો નાશ કરવા માટે તે બન્ને મિત્રોએ હરિવહન રાજાની પાસે જઈ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org