________________
૧૫૦
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ 3
પહોંચ્યો. કુમારને જોઈને ક્રોધયુક્ત થયેલો વિદ્યાધર તેની સાથે યુદ્ધ કરવા લાગ્યો; પરંતુ કુમારે અપ્સરાઓએ આપેલા જગતજંતુ ખડ્ગરત્નવડે તેને જીતી લીધો. એટલે તે બોલ્યો કે,“હે સાહસિક શિરોમણિ! હું તારા પરાક્રમથી ખુશ થયો છું. માટે આ સ્ત્રી અને પુર તને સોંપું છું, તેને તું સુખેથી ભોગવ. હું મારે સ્થાને જાઉં છું.” એમ કહી તે વિદ્યાધર સ્વસ્થાને ગયો. પછી તે વિદ્યાધરની લાવેલી વિવાહની સામગ્રી વડે રિવાહન તે રાજકન્યાને પરણી તેને પેલો દિવ્ય કંચુક આપી, તે નગરમાં ઘણા લોકોને વસાવી, ત્યાં રાજ્યનું પાલન કરવા લાગ્યો.
એકદા હરિવાહન રાજા પ્રિયાની સાથે નર્મદા નદીને કિનારે જઈ ઉત્તમ વસ્ત્રોને કિનારા પર મૂકી જળક્રીડા કરવા લાગ્યો. એવામાં પેલો દિવ્ય કંચુક કે જે અન્ય વસ્ત્રોની સાથે કિનારા પર જ મૂકેલો હતો તે પદ્મરાગ મણિની કાંતિયુક્ત હોવાથી માંસની ભ્રાંતિએ કોઈ મત્સ્ય આવીને તેને ગળી ગયો. તે જોઈ રાજા વગેરે ખેદયુક્ત થયા. ઘણી શોધ કરતાં પણ તે મત્સ્ય હાથ લાગ્યો નહીં; એટલે રાજા વગેરે નિરાશ થઈ સ્વસ્થાનકે ગયા.
પેલો મત્સ્ય ફરતો ફરતો બેનાતટનગરે ગયો. ત્યાં કોઈ મચ્છીમારની જાળમાં તે પકડાઈ ગયો. તેને વિદારતા તેના ઉદરમાંથી પેલો કંચુક નીકળ્યો. તે કંચુકને મચ્છીમારે પોતાના રાજાને ભેટ કર્યો. તે જોઈ રાજાએ વિચાર્યું કે,‘વિશ્વને મોહ પમાડનારી આ કંચુકને પહેરનારી કોણ હશે કે જેનો કંચુક પણ મને મોહ પમાડે છે? તે સ્ત્રી કયા ઉપાયથી મને મળી શકે?'' ઇત્યાદિ ચિંતામાં મગ્ન થઈ ગયેલા રાજાએ પોતાના પ્રધાનને કહ્યું કે,‘‘જો મારા જીવિતનું તમારે પ્રયોજન હોય તો સાત દિવસમાં આ કંચુકની પહેરનારી સ્ત્રીને શોધીને લાવી આપો.’’ તે સાંભળીને મંત્રીએ દીર્ઘ વિચાર કરી રાજેશ્વરી દેવીની આરાધના કરી. એટલે દેવીએ પ્રગટ થઈને વરદાન માગવાનું કહ્યું. મંત્રીએ કહ્યું કે,‘‘કંચુકની પહેરનારી સ્ત્રીને લાવી મારા રાજાને આપો.’’ તે સાંભળીને દેવીએ કહ્યું કે, હે સચિવ! उदेति यदि वारुण्यां, भानुश्चांगारमुक् शशी ।
तथापि सा सती शीलं प्राणान्तेऽपि न लुम्पति ॥ १ ॥
"
ભાવાર્થ-જો કદાચ સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે અને કદાચ ચંદ્ર અંગારાનો વરસાદ કરે તોપણ તે સતી સ્ત્રી પ્રાણાંતે પણ પોતાનું શીલ મૂકે તેમ નથી.’’
તોપણ હે સચિવ! તારો સ્વામી કદાગ્રહ મૂકતો ન હોય તો હું તેને લાવી આપું છું, પણ ફરીથી આ કાર્ય માટે તારે મારું સ્મરણ કરવું નહીં.’’ એમ કહીને તરત જ તે સ્ત્રી પાસે જઈ તેનું હરણ કરી રાજા પાસે મૂકીને તે અદૃશ્ય થઈ ગઈ. રાજાએ તે અનંગલેખાનું સ્વરૂપ જોઈ મોહ પામી તેની અનેક પ્રકારે પ્રાર્થના કરી. ત્યારે તે બોલી કે,‘“હે રાજા! હું પ્રાણનો નાશ થશે તોપણ શીલનું ખંડન કરીશ નહીં.’’ તે સાંભળી રાજાએ વિચાર કર્યો કે,‘‘સ્ત્રીઓ સ્વભાવથી જ મુખવડે ના ના કહે છે, પરંતુ આ મારે આધીન છે તેથી ધીરે ધીરે તેના દૃઢ ચિત્તને પણ હું પ્રસન્ન કરીશ. નીતિશાસ્ત્રમાં પણ ‘સહસા કોઈ પણ કાર્ય કરવું નહીં' એમ કહેલું છે.’’ એમ વિચારીને તેને એકાંત સ્થળે રાખી રાજા પોતાને સ્થાને ગયો. અનંગલેખા હૃદયમાં પોતાના ભર્તારનું સ્મરણ કરતી ત્યાં રહી.
અહીં અરણ્યમાં હાથીથી ત્રાસ પામીને નાસી ગયેલા પેલા બે મિત્રો જે રાજકુમારથી જુદા પડી ગયા હતા તેઓએ ફરતાં ફરતાં વનમાં વંશની જાળમાં બેસીને મંત્ર સાધન કરતા એક સાધકને જોયો. સાધકે પણ તે બન્ને સાહસિક પુરુષોને જોઈને કહ્યું કે,‘“હે કુમારો! તમે જો મારા ઉત્તરસાઘક
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International