________________
વ્યાખ્યાન ૪૫]
સમકિતનું પાંચમું લક્ષણ-આસ્તિક્યતા
૧૫૭
નગરમાં અનેક જાતની ધ્વજા વગેરેથી શોભા કરીને લોકોએ અનેક પ્રકારના નાટકો વગેરેથી આખું શહેર મનોહર કરી દીધું. પછી જયશ્રેષ્ઠીના હાથમાં તેલથી પરિપૂર્ણ ભરેલું પાત્ર આપ્યું. તે પાત્રમાં જ બરાબર દૃષ્ટિ રાખીને તે ચાલ્યો. જો કે તે સંગીતાદિક ઇંદ્રિયોના વિષયનો ઘણો રસિક હતો, પરંતુ મૃત્યુના ભયથી તેણે મનની એકાગ્રતા તેલના પાત્રપર જ રાખી હતી. તેના બન્ને પડખે રાજાના સુભટો ઉઘાડી તરવારે ચાલતા હતા અને ‘‘જો પાત્રમાંથી એક બિંદુ પણ પડશે તો તરત જ આ ખડ્ગથી શિરચ્છેદ થશે'' એમ ઘમકી આપતા હતા. એવી રીતે આખા શહેરમાં ફેરવીને તે સુભટો તેને રાજા પાસે લાવ્યા. તે વખતે રાજાએ કાંઈક હાસ્ય કરીને પૂછ્યું-‘હે શ્રેષ્ઠી! આજે નગરમાં આનંદ-પ્રમોદના અનેક સાધનો ઠેકાણે-ઠેકાણે રચાયેલા છે, એમાં આપે શું શું જોયું? અને સૌથી સરસ શું લાગ્યું?’’ શેઠ બોલ્યા—‘હે રાજન્! મેં તેમાંથી કશું જોયું નથી. મારી નજર તો આ તેલથી ભરેલા પાત્ર પર હતી.’’ ત્યારે રાજાએ કહ્યું,“હે શ્રેષ્ઠી! મન અને ઇંદ્રિયો અતિ ચપળ છે, તેને તેં શી રીતે રોક્યાં?’’ ત્યારે શ્રેષ્ઠી બોલ્યો કે,‘હે સ્વામી! મરણના ભયથી રોક્યાં.' રાજાએ કહ્યું, “જ્યારે એક જ ભવના મરણના ભયથી તેં પ્રમાદનો ત્યાગ કર્યો, ત્યારે અનંતા મરણથી ભય પામેલા સાધુ વગેરે ઉત્તમ જનો શી રીતે પ્રમાદ કરે? માટે હે શ્રેષ્ઠી! મારું હિત વચન સાંભળ— अनिर्जितेन्द्रियग्रामो, यतो दुःखैः प्रबाध्यते । तस्माज्जयेदिन्द्रियाणि, સર્વદુઃવવિમુખ્યે શા
,,
ભાવાર્થ—જેણે ઇંદ્રિયોનો સમૂહ જીત્યો નથી, તે પુરુષ દુ:ખોથી પીડાય છે; માટે સર્વ દુઃખની મુક્તિ થવા સારુ ઇંદ્રિયોનો જય કરવો.''
न चेन्द्रियाणां विजयः, सर्वथैवाप्रवर्तनम् । रागद्वेषविमुक्त्या तु, प्रवृत्तिरपि तज्ञ्जयः ॥ १॥
ભાવાર્થ-‘ઇન્દ્રિયોની પ્રવૃત્તિનો સર્વથા રોઘ કરવો તે જ કાંઈ ઇંદ્રિયોનો જય નથી. પરંતુ રાગદ્વેષનો ત્યાગ કરીને ઇન્દ્રિયોની પ્રવૃત્તિ કરવી તે પણ ઇન્દ્રિયજય કહેવાય છે.’’ हताहतानीन्द्रियाणि, सदा संयमयोगिनाम् । अहतानि हितार्थेषु, हतान्यहितवस्तुषु ॥३॥
ભાવાર્થ-સંયમઘારી યોગીઓની ઇન્દ્રિયો હત (રૂંધેલી) અને અહત (પ્રવર્તાવેલી) બન્ને પ્રકારની હોય છે. તેમાં હિતકારી કાર્યને વિષે અહત હોય છે અને અહિતકારી વસ્તુને વિષે હતરૂંધેલી હોય છે.’’
આ પ્રમાણે સાંભળીને જયશ્રેષ્ઠી પ્રતિબોધ પામ્યો, અને જિનેશ્વરના ધર્મનું તત્ત્વ સમજીને શ્રાવકધર્મ પામ્યો. એમ અનેક જનોને ધર્મમાં સ્થાપન કરીને પદ્મશેખર રાજા સ્વર્ગે ગયો.
“ગુણવાન એવા આસ્તિક પુરુષોએ નિર્મળ અંતઃકરણથી આ પદ્મશેખર રાજાનું ચરિત્ર જાણીને જિનેશ્વરના મતને વિષે શુભ આસ્થા (શ્રદ્ધા) ધારણ કરવી.’’
| તૃતીય સ્તંભ સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org