________________
૧૫૮
સ્તંભો
વ્યાખ્યાન ૪૬
સમકિતની છ યતનામાંથી પહેલી બે યતના હવે સમકિતની છ યતનામાંથી પહેલી બે યતના વિષે કહે છે :-- अन्यतीर्थिकदेवानां तथान्यैर्गृहीतार्हताम् । पूजनं वन्दनं चैव, विधेयं न कदापि हि ॥ १ ॥
"
અર્થ “અન્યતીર્થીઓના દેવોનું તથા અન્યતીર્થીએ ગ્રહણ કરેલ અરિહંતની મૂર્તિઓનું પૂજન વંદન કદાપિ કરવું નહીં.’’
ભાવાર્થ-અન્યતીર્થીઓના શંકરાદિક દેવનું પૂજન વંદન વગેરે કદાપિ કરવું નહીં, તે પહેલી યતના, તથા સાંખ્ય, બૌદ્ધાદિક અન્ય દર્શનીઓએ ગ્રહણ કરેલી જિનપ્રતિમાનું પૂજન વંદન વગેરે કદાપિ ન કરવું, તે બીજી યતના. અન્યમતીઓએ ગ્રહણ કરેલી જિનપ્રતિમાનું પૂજનાદિક કરવાથી અન્યમતીઓના પ્રસંગવડે અનેક દોષની વૃદ્ધિ થાય, માટે તેનું વંદનાદિક વર્જવું.’’
આ યતના ઉપર સંગ્રામશૂર રાજાની કથા છે તે નીચે પ્રમાણે— સંગ્રામશૂર રાજાની કથા
પદ્મિનીખંડ નામના નગરમાં સંગ્રામ‰ઢ નામે રાજા હતો. તેને સંગ્રામશૂર નામે પુત્ર હતો. તે હમેશાં શિકાર કરી અનેક પ્રાણીઓનો વધ કરતો હતો. તેને તેના પિતાએ ઘણી રીતે સમજાવ્યો તોપણ તેણે પોતાનો કદાગ્રહ છોડ્યો નહીં, ત્યારે તેનો તિરસ્કાર કરીને તેને નગર બહાર કાઢી મૂક્યો. એટલે તે કુમાર ગામ બહાર એક પરું વસાવીને ત્યાં રહ્યો. પછી હમેશાં પ્રાતઃકાળે કૂતરાઓ લઈને તે વનમાં જઈ પ્રાણીઓનો વધ કરી પ્રાણવૃત્તિ ક૨વા લાગ્યો. એકદા કૂતરાઓને ત્યાં રાખીને સંગ્રામશૂર કોઈ ગામ તરફ ગયો. તે વખતે તે ઉદ્યાનમાં કોઈ સૂરિ મહારાજ સમવસર્યાં હતા. અવસર જોઈને તે સૂરિએ તે કૂતરાઓને પ્રતિબોધ કરવા માટે મઘુર વચનથી કહ્યું કે
खणमित्तसुखकज्जे, जीवं निहणंति जे महापावा । हरिचंदणवनखंड, दहंति ते छारकज्जम्मि ॥ १ ॥
ભાવાર્થ—જે મહા પાપી પ્રાણીઓ ક્ષણમાત્રના સુખને માટે બીજા જીવોને હણે છે, તેઓ રક્ષા (રાખ)ને માટે હરિચંદન વૃક્ષોના વનને બાળે છે, એમ જાણવું.’’
આ પ્રમાણે સાંભળીને તે કૂતરાઓએ પ્રતિબોધ પામીને જીવનપર્યંત પ્રાણીવધ નહીં કરવાનો નિયમ ગ્રહણ કર્યો. સંગ્રામશૂર પરગામથી પોતાને ઘેર આવ્યો, ત્યારે તેણે પ્રાણીઓના વધને માટે કૂતરાઓને મૂક્યા, પણ તે કૂતરાઓ તો જરા પણ આગળ ચાલ્યા નહીં, ચિત્રમાં આલેખેલા હોય તેમ સ્તબ્ધ થઈને ઊભા રહ્યા. તે જોઈને તેણે તેના રક્ષકોને આમ થવાનું કારણ પૂછ્યું. ત્યારે તેઓ બોલ્યા કે,“હે સ્વામી! અમે વિશેષ કારણ કાંઈ પણ જાણતા નથી, પરંતુ તેમની ચેષ્ટાથી એમ જણાય છે કે—અત્રે એક સાધુ આવ્યા હતા, તેના વચનથી તેઓ પ્રતિબોધ પામ્યા છે.” તે સાંભળીને સંગ્રામશૂરે વિચાર કર્યો કે,અહો! મને ધિક્કાર છે કે, હું પશુ જેવો પણ નહીં!'' એમ વિચારીને તે ગુરુ પાસે ગયો. ત્યાં તેણે નીચે પ્રમાણે ધર્મ શ્રવણ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org