________________
વ્યાખ્યાન ૪૪]
સમકિતનું ચોથું લક્ષણ-અનુકંપા
૧૫૩
ભાવાર્થ દીન, દુઃખી અને દારિદ્રચને પામેલા પ્રાણીઓનાં દુઃખોનું નિવારણ કરવાની નિરંતર જે વાંછા (ઇચ્છા) કરવી તે અનુકંપા કહેવાય છે.’’
कार्या मोक्षफले दाने, पात्रापात्रविचारणा । दयादानं तु सर्वज्ञैर्न क्वापि प्रतिषिध्यते ॥२॥
ભાવાર્થ—જેનું ફળ મોક્ષ છે, એવા સુપાત્રદાનમાં પાત્ર અપાત્રનો વિચાર કરવો, પણ દયાદાન (અનુકંપાદાન)નો તો તીર્થંકરોએ કોઈ પણ સ્થાને નિષેધ કર્યો નથી.’’ निर्गुणेष्वपि सत्त्वेषु, दयां कुर्वन्ति साधवः
ન હિ સંહરતિ ક્યોનાં, પન્દ્રચંડાલવેનિ ||શા
ભાવાર્થ-સાધુજનો (સજ્જનો) નિર્ગુણ પ્રાણીઓની ઉપર પણ દયા કરે છે, કેમકે ચંદ્ર પોતાનો પ્રકાશ ચંડાળના ઘ૨૫૨થી કાંઈ લઈ લેતો નથી.’’ તે તો સર્વત્ર એક સરખો પ્રકાશ આપે છે; તેમ સજ્જનો પણ ગુણી અને નિર્ગુણી સર્વ પર દયા કરે છે.
આ વિષય ઉપર એક પ્રબંધ છે તે સંબંધમાં કહ્યું છે કે
अपकारेऽपि कारुण्यं सुधीः कुर्याद्विशेषतः । दन्दशूकं दशन्तं श्रीवीरः प्रबोधयद्यथा ॥ १ ॥ ભાવાર્થ-‘બુદ્ધિમાન પુરુષો અપકાર કરનાર પર પણ વિશેષે કરીને અનુકંપા (દયા) કરે છે. જુઓ શ્રી મહાવીર ભગવાને દંશ દેતા સર્પને પણ બોધ કર્યો હતો.’’ આ પ્રબંધ નીચે પ્રમાણે— ચંડકૌશિકની કથા
શ્રી મહાવીર સ્વામી છદ્મસ્થપણામાં કનકખલ નામે તાપસોના આશ્રમમાં ચંડકૌશિક નામના સર્પને પ્રતિબોધ કરવા માટે ગયા હતા. તે સર્પના પૂર્વ ભવનું સ્વરૂપ આ પ્રમાણે છે. એક તપસ્વી મુનિ ક્ષુલ્લક સાધુને સાથે લઈ પારણાને માટે ગોચરી કરવા ગયા હતા. ત્યાં માર્ગમાં તપસ્વી મુનિના પગ તળે એક નાની દેડકી દબાઈને મરણ પામી. તેની આલોચના પ્રતિક્રમણ વખતે તેણે કરી નહીં, એટલે પેલા ક્ષુલ્લક સાધુએ તેને ‘દેડકી ચંપાઈ ગયાની આલોયણા કેમ લેતા નથી?’’ એમ કહી સ્મરણ કરાવ્યું. તે વખતે તે ક્ષુલ્લકપર ક્રોધ આવવાથી તે તપસ્વી સાધુ તેને મારવા દોડ્યા. રસ્તામાં સ્તંભ આડો આવવાથી તે સાથે અફળાઈને તે તપસ્વી મુનિ મૃત્યુ પામ્યા, અને
જ્યોતિષીદેવમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને કનકખલ નામના તાપસના આશ્રમમાં પાંચસો તાપસોના અધિપતિ ચંડકૌશિક નામે તાપસ થયા.
એકદા કેટલાક રાજપુત્રોને તે આશ્રમનાં ફળો તોડતા જોઈને ક્રોધથી તેમને મારવા માટે હાથમાં પરશુ (કુહાડી) લઈને તે ચંડકૌશિક તાપસ દોડ્યો. માર્ગમાં મોટા અન્ધકૂપમાં પડી તે જ પરશુ વડે મૃત્યુ પામી તે જ નામથી દૃષ્ટિવિષ સર્પ થયો.
તે સર્પને પ્રતિબોધ કરવાની ઇચ્છાથી બીજા લોકોએ નિષેધ કર્યા છતાં પણ પ્રભુ તે જ રસ્તે જઈ તે ચંડકૌશિકના રાફડા પાસે કાયોત્સર્ગ ધ્યાને ઊભા રહ્યા. તેમને જોઈને ક્રોધથી જ્વલિત થયેલો ચંડકૌશિક સર્પ સૂર્યની સન્મુખ જોઈ જોઈને મુખમાંથી જ્વાળા મૂકવા લાગ્યો; પરંતુ તે જ્વાળાઓથી પ્રભુને કાંઈ પણ થયું નહીં. ત્યારે તેણે પ્રભુના પગના અંગૂઠે દંશ દીધો, તેથી પ્રભુના
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International