________________
૧૫૪
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[તંભ 3 પગમાંથી ગાયના દૂઘ જેવું શ્વેત શોણિત (લોહી) નીકળવા લાગ્યું. તે જોઈને તેને આશ્ચર્ય થયું. એટલામાં પ્રભુ બોલ્યા કે, “યુન્સ લુક્સ વં શs” “હે ચંડકૌશિક! બોઘ પામ, બોધ પામ.” એ વચન સાંભળીને ઉહાપોહ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી પશ્ચાત્તાપ કરતાં તે સર્વે પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદના કરીને અનશન ગ્રહણ કર્યું. પછી “બીજા જંતુઓ મારા વિષની
જ્વાળાથી મૃત્યુ ન પામો.” એમ વિચારીને તેણે પોતાનું મુખ રાફડાની અંદર બિલમાં રાખ્યું. લોકોને તે વાતની ખબર થતાં સર્વે લોકો તે રસ્તે નીકળવા લાગ્યા. ઘી દૂધ વગેરે વેચવા જનારી મહિયારીઓએ તે સર્પની પૂજા નિમિત્તે તેના પર ધૃતનું સિંચન કર્યું. તેથી અસંખ્ય કીડીઓ ત્યાં ઉત્પન્ન થઈ અને ચટકા ભરી ભરીને સર્પનું શરીર ચાલણીની જેમ અસંખ્ય છિદ્રવાળું કરી દીધું. તે દુઃખથી અત્યંત પીડા પામતાં છતાં પણ પ્રભુની દ્રષ્ટિરૂપ અમૃતથી સીંચાતો તે સર્પ શુભ ધ્યાનપૂર્વક પંદર દિવસનું અનશન પાળી મૃત્યુ પામીને આઠમા સહસ્ત્રાર દેવલોકમાં દેવતા થયો. ત્યાંથી ચ્યવીને તે થોડા ભવમાં જ મોક્ષસુખને પામશે.
તાત્પર્ય એ છે કે પોતાને કરડનાર સર્પને પ્રભુએ માત્ર ક્ષમા જ ન આપી પણ કરુણા કરી તેનો ઉદ્ધાર કર્યો, તેમ ગમે તેવા અપકારી પર પણ સંતપુરુષોએ અનુકંપા જ રાખવી જોઈએ. આ વિષયમાં એક બીજું પણ દ્રષ્ટાંત છે, તે સંબંઘમાં કહ્યું છે કે
तथा चौरोऽन्यराज्ञीभिर्लेभे वस्त्राद्यलंकृतः ।
न रतिं लघुराश्या तु, प्रदत्ताभयतो यथा ॥१॥ ભાવાર્થ-“કોઈ એક ચોર નાની રાણીએ અપાવેલા અભય દાનથી જેવું સુખ પામ્યો, તેવું સુખ બીજી રાણીઓએ (સેંકડો રૂપિયાના ખર્ચ વડે) વસ્ત્રાદિકથી શોભાવ્યા છતાં પણ તે પામ્યો નહોતો.” તે દ્રષ્ટાંત નીચે પ્રમાણે–
ચાર રાણીઓનું દ્રષ્ટાંત વસંતપુરમાં અરિદમન નામે રાજા હતો. તે એકદા પોતાની ચારે રાણીઓ સહિત મહેલના ગવાક્ષમાં બેસી ક્રીડા કરતો હતો. તેવામાં એક ચોરને વઘસ્થાન તરફ લઈ જવાતો તેમણે જોયો. તે જોઈ રાણીઓએ પૂછ્યું કે, “એણે શો અપરાધ કર્યો છે?” તે સાંભળીને એક રાજસેવક બોલ્યો કે, “તેણે ચોરી કરી છે, તેથી તેને વધસ્થાન તરફ લઈ જાય છે.” તે સાંભળીને મોટી રાણીએ રાજાને કહ્યું કે-“હે સ્વામી! મેં તમારી પાસે પૂર્વે એક વરદાન થાપણરૂપે રાખેલું છે, તે વરદાન આજે માગું છું, કે એક દિવસ માટે આ ચોરને મુક્ત કરી મને સોંપો.”
રાજાએ તે વાત કબૂલ કરીને તે ચોરને રાણીને સોંપ્યો. તે રાણીએ હજાર મહોરનો ખર્ચ કરી તે ચોરનો સ્નાન, ભોજન, અલંકાર અને વસ્ત્રો વગેરેથી સત્કાર કર્યો, અને સંગીત વગેરે શબ્દાદિક વિષયોથી તેને આખો દિવસ આનંદમાં રાખ્યો. બીજે દિવસે તે જ પ્રમાણે લક્ષ સુવર્ણનો ખર્ચ કરી બીજી રાણીએ તે ચોરનું પાલન કર્યું. ત્રીજે દિવસે ત્રીજી રાણીએ કોટી દ્રવ્યનો વ્યય કરી તે જ રીતે તેનો સત્કાર કર્યો, ચોથે દિવસે છેલ્લી નાની રાણીએ રાજા પાસે વરદાન માગી તેની અનુમતિથી અનુકંપાવડે તે ચોરને મરણના ભયથી મુક્ત કરાવ્યો એટલે અભયદાન અપાવ્યું; બીજો કાંઈ પણ સત્કાર કર્યો નહીં. મોટી ત્રણ રાણીઓએ તેની મશ્કરી કરી કે, “આ નાની રાણીએ આને કાંઈ પણ આપ્યું નહીં, તેમ તેને માટે તેણે કાંઈ ખર્ચ પણ કર્યો નહીં. ત્યારે તેણે ચોરનો શો ઉપકાર કર્યો?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org