________________
૧૩૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[તંભ ૩ છોડીને સ્વર્ગે ગયા. પ્રાતઃકાળે રાજસેવકોએ તેવું અમાંગલિક કાર્ય જોઈને પોકાર કર્યો, જેથી સર્વ એકત્ર થઈ ગયા. તપાસ કરતાં જણાયું કે પેલા દુષ્ટ સાધુવેષઘારીએ આ અકાર્ય કર્યું છે. તેની ઘણી શોઘ કરી પણ તેનો પત્તો લાગ્યો નહીં.
પેલો દુષ્ટ અભવ્ય ત્યાંથી નાસીને ઉજ્જયિનીએ પહોંચ્યો, અને ત્યાંના રાજાને પોતે ઉદાયી રાજાને મારીને આવ્યા સંબંધી સર્વ વૃત્તાંત યથાસ્થિત કહી બતાવ્યું. તે સાંભળીને તે રાજાએ તેનો અત્યંત તિરસ્કાર કરી કહ્યું કે, “અરે દુષ્ટ! તને ધિક્કાર છે. અરે અપ્રાર્થ (મૃત્યુ)ના પ્રાર્થનારા! કાળી ચૌદશના જન્મેલા મહા પાપી! તારું મુખ કાળું કર. હે પાપિષ્ઠ! ઘર્મના મિષથી ઘર્મ કરતા એવા ઉદાયી રાજાનો તેં ઘાત કર્યો! આવું અઘમ કાર્ય કરનાર તું મારા દેશમાંથી જ ચાલ્યો જા.” ઇત્યાદિ અત્યંત નિર્ભર્લ્સના કરીને તેને પોતાના દેશમાંથી કાઢી મૂક્યો. “પાપી પુરુષોને કોઈ પણ સ્થાને ઇચ્છિતની સિદ્ધિ થતી જ નથી.” તે દુષ્ટ અભવ્ય હતો તેથી સોળ વર્ષ સુધી આગમનું શ્રવણ કર્યું, કરાવ્યું, અનેક પ્રકારની ઘર્મક્રિયા કરી, પરંતુ તે સર્વ નિષ્ફળ ગયું.
ઉદાયી રાજા તથા પ્રકારની ઘર્મક્રિયામાં કુશળ હોવાથી મૃત્યુ પામીને દેવલોકમાં ગયો. તેની ગાદીપર નંદ રાજા થયો.
આ પ્રમાણે ઘણી પૃથ્વીને ભોગવનાર શ્રી ઉદાયી રાજાના આશ્ચર્યકારક મનોહર ચરિત્રને કમળની જેમ કર્ણમાં ઘારણ કરીને હે પંડિત પુરુષો! શ્રી જૈન ધર્મની સર્વ ક્રિયાને વિષે કુશળતાનો વિસ્તાર કરી સમકિતને શોભાવો, કે જેથી તમને મનવાંછિત લક્ષ્મી આનંદથી આલિંગન આપે.”
વ્યાખ્યાન ૩૯ સમકિતનું ચોથું ભૂષણ-અંતરંગ ભક્તિ હવે અરિહંતાદિકને વિષે અંતરંગ ભક્તિરૂપ ચોથા ભૂષણ વિષે કહે છે –
यथार्हमहदादीनां, यद्भक्तिरान्तरीयकी।
अलंकारश्चतुर्थः स्यात्सम्यक्त्वगुणद्योतकः॥१॥ ભાવાર્થ-“યથાયોગ્ય અહંદાદિકની જે અત્યંતર ભક્તિ કરવી, તે સમ્યકત્વ ગુણને ઉદ્યોત કરનાર ચોથું ભૂષણ કહેવાય છે.” આ સંસારમાં અનંતજ્ઞાની જિનેશ્વર પરમાત્મા છે. તેમણે આપણને સાચો માર્ગ અને સાચી સમજણ આપી છે. માટે સંસારની કોઈ પણ વ્યક્તિ, શક્તિ કે સંપત્તિ કરતાં અનંતગણી અંતરંગ પ્રીતિ અરિહંત આદિ પર હોવી એ સમ્યત્વનું ચોથું ભૂષણ છે. ઘર્મ પર અંતરંગ પ્રીતિ વિષે એક સ્ત્રીનું દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે
એક સ્ત્રીનું દ્રષ્ટાંત રાજપુર નગરમાં અમિતતેજ નામે રાજા હતો. તે નગરમાં મંત્રનો જાણનારો એક પરિવ્રાજક હતો. તે વિદ્યાના બળથી નગરમાં સર્વત્ર ચોરી કરતો હતો અને લોકોની રૂપવતી સ્ત્રીઓનું હરણ કરતો હતો. કહ્યું છે કે
जं जं पासई जुवमणतेणिं, अलिऊलसामलकुंतलवेणिं । भालत्थलअमिससिकरणिं, मयणंदोलत्तोलियसवणिं ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org