________________
વ્યાખ્યાન ૪૨]
સમકિતનું બીજું લક્ષણ-સંવેગ
૧૪૫
માસના ઉપવાસી હતા, ત્રીજા ત્રણ માસના ઉપવાસી હતા, અને ચોથા ચાર માસના ઉપવાસી હતા. ચારે તપસ્વીઓ કૂરગડુ મુનિને નિત્યભોજી કહીને તેની નિંદા કરતા હતા. એકદા શાસનદેવીએ ત્યાં આવી કૂરગડુક મુનિને વંદના કરી તથા અનેક પ્રકારે તેની પ્રશંસા કરી. પછી સર્વ સાધુઓ સમક્ષ કહ્યું કે,‘આ ગચ્છમાં આજથી સાતમે દિવસે પ્રથમ એક મુનિને કેવળજ્ઞાન થશે.’’ તે સાંભળીને પેલા ચારે તપસ્વીઓ બોલ્યા કે, “હે દેવી! અમારો અનાદર કરીને તેં આ કૂરગડુક સાધુને કેમ વંદના કરી?’’ ત્યારે દેવી બોલી કે, ‘હું ભાવતપસ્વીને વાંદું છું.’’ એમ કહીને તે દેવી પોતાને સ્થાને ગઈ.
સાતમે દિવસે કૂરગડુમુનિએ શુદ્ધ આહાર લાવીને ગુરુને તથા પેલા તપસ્વીઓને દેખાડ્યો. તે વખતે પેલા તપસ્વીઓના મુખમાં શ્લેષ્મ (બળખો) આવ્યો હતો, તે તેમણે ક્રોથથી તે આહારમાં નાંખ્યો. તે જોઈ કૂરગડુએ વિચાર કર્યો કે
धिङ् मां प्रमादिनं स्वल्पतपः कर्मोज्झितः सदा । वैयावृत्यमपि ह्येषां मया कर्त्तुं न शक्यते ॥ १ ॥
“મને પ્રમાદીને ધિક્કાર છે. હું નિરંતર અલ્પ પણ તપસ્યાથી રહિત છું. તેમજ આ તપસ્વીઓની વૈયાવચ્ચ પણ હું કરી શકતો નથી.’ ઇત્યાદિ આત્મનિંદા કરતાં અને નિઃશંકપણે દુગંચ્છારહિતપણે તે આહાર વાપરતાં શુક્લધ્યાનમાં આરૂઢ થયેલા તે મુનિને કેવળજ્ઞાન પ્રગટ થયું. તે વખતે દેવોએ તેનો મહિમા કર્યો. તે જોઈને પેલા ચારે તપસ્વીઓએ વિચાર કર્યો,‘“અહો! આ મુનિ જ ખરેખરા ભાવતપસ્વી છે અને આપણે તો દ્રવ્યતપસ્વી છીએ.’’ એમ વિચારીને તે ચારે તપસ્વીઓએ તે કેવળીને ખમાવ્યા. તે વખતે મન, વચન અને કાયાની શુદ્ધિથી ખમાવતાં તે ચારેને પણ સમકાળે ચરમજ્ઞાન (કેવળજ્ઞાન) પ્રગટ થયું. અનુક્રમે તે પાંચે કેવળી મોક્ષપદને પામ્યા.
“શાંતિ, ક્ષમા, ક્ષાંતિ, શમ વગેરે નામથી આ ગુણને સૂત્રને વિષે સમકિતના પ્રથમ લક્ષણ તરીકે વર્ણવેલું છે. તે શમગુણ ધર્મને વિષે પ્રથમ છે, અને છેલ્લા જ્ઞાનને આપનાર છે, માટે હે ભવ્ય જીવો! તમે શમતા ગુણને ધારણ કરો.’’
વ્યાખ્યાન ૪૨
સમકિતનું બીજું લક્ષણ-સંવેગ
दुःखत्वेनानुमन्वानः, सुरादिविषयं सुखम् । मोक्षाभिलाषसंवेगाञ्चितो हि दर्शनी भवेत् ॥ १॥
ભાવાર્થ-જે પુરુષ દેવાદિકના સુખને પણ દુઃખરૂપે માને, અને મોક્ષના અભિલાષરૂપ સંવેગ સહિત હોય, તે સમકિતવાન કહેવાય છે.’’ સંવેગ એટલે મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઇચ્છા નહીં, અભિલાષા નહીં. એવો જીવ સાંસારિક સુખાભાસને દુઃખરૂપ માને છે અને એકમાત્ર મોક્ષ મેળવવાની જ ઇચ્છા રાખે છે.
આ સંબંધમાં નિગ્રંથ મુનિનો પ્રબંધ છે તે નીચે પ્રમાણે–
ભાગ ૧-૧૦
Jain Education
For Private & Personal Use Only
www.jainelibrary.org