________________
વ્યાખ્યાન ૪૨] સમકિતનું બીજું લક્ષણ-સંવેગ
૧૪૭ કરી શક્યા નહીં. મારા પિતાએ મારે માટે પોતાનું સર્વસ્વ આપી દેવાનું કબૂલ કર્યું, પરંતુ તે પણ મને દુઃખથી મુક્ત કરી શક્યા નહીં, માટે હું અનાથ છું. મારા પિતા, માતા, ભ્રાતા, બહેન અને સ્ત્રી વગેરે સ્વજને મારી પાસે બેસીને રુદન કરતા હતા અને ભોજનનો પણ ત્યાગ કરીને મારી પાસે જ નિરંતર બેસી રહેતા હતા, પરંતુ તેઓ મારા દુઃખનો નાશ કરી શક્યા નહીં. તે જ મારી અનાથતા છે. ત્યારપછી મેં એવો વિચાર કર્યો કે, “આ અનાદિ સંસારમાં મેં આના કરતાં પણ અધિક વેદનાઓ અનેક વખત સહન કરી હશે, પણ આજે આટલી વેદના પણ હું સહન કરી શક્તો નથી; તો હવે આગામી કાળે અનાદિ સંસારમાં હું આવી વેદના કેમ સહન કરી શકીશ? માટે જો હું ક્ષણવાર પણ આ વેદનાથી મુક્ત થાઉં તો તરત જ પ્રવ્રજ્યા ગ્રહણ કરું, કે જેથી આગામી કાળે આવી વેદના સહન કરવી પડે નહીં.”હે રાજા! આ પ્રમાણે વિચાર કરતાં હું સૂઈ ગયો અને તરત જ મારી વેદના શાંત થઈ ગઈ. તેથી યોગ ને ક્ષેમનો કરનાર હોવાથી આ આત્મા જ નાથ છે એવો નિશ્ચય કરીને મેં પ્રાતઃકાળે સ્વજનોને સમજાવી તેમની રજા લઈને ચારિત્ર અંગીકાર કર્યું, તેથી હવે હું મારો તથા બીજા ત્રસાદિક જીવોનો પણ નાથ થયો છું, કેમકે યોગ ક્ષેમ કરનાર માત્ર આત્મા જ છે. વળી હે રાજનું! બીજી રીતે પણ અનાથતા કહેલી છે, તે સાંભળો
प्रव्रज्य ये पञ्च महाव्रतानि, न पालयन्ति प्रचुरप्रमादात् ।
रसेषु गृद्धा अजितेन्द्रियाश्च, जिनैरनाथाः कथितास्त एव ॥१॥ ભાવાર્થ-“જેઓ પ્રવ્રજ્યા ગ્રહણ કરીને અતિપ્રમાદને લીધે પાંચ મહાવ્રતોનું પાલન કરતા નથી, રસોને વિષે વૃદ્ધ રહે છે, અને ઇન્દ્રિયોને નિયમમાં રાખતા નથી તેઓને જ શ્રી જિનેશ્વરે અનાથ કહેલા છે.”
निरर्थका तस्य सुसाधुता हि, प्रान्ते विपर्यासमुपैति योऽलम् ।।
न केवलं नश्यति चेहलोकस्तस्यापरः किंतु भवो विनष्टः ।।२।। ભાવાર્થ-“જે સાઘુ અત્તે વિપરીત આચરણ કરે છે, તેનું સાધુપણું નિરર્થક છે; અને તેથી માત્ર આ લોક જ તેનો નાશ પામે છે એમ નહીં, પણ તેનો પરભવ પણ નાશ પામે છે.”
निरास्रवं संयममात्मबुद्ध्या, प्रपाल्य चारित्रगुणान्वितः सन् ।
क्षिप्त्वाष्टकर्माण्यखिलानि साधुरुपैति निर्वाणमनन्तसौख्यम् ॥३॥ ભાવાર્થ-“ચારિત્રના ગુણોથી યુક્ત એવો સાધુ આત્મબુદ્ધિથી આમ્રવરહિત સંયમનું પ્રતિપાલન કરીને સમગ્ર આઠે કર્મનો ક્ષય કરી, અનંત સુખવાળા નિર્વાણ (મોક્ષ) પદને પામે છે.”
આ પ્રમાણે મુનિનાં વાક્ય સાંભળીને શ્રેણિકરાજા અત્યંત ખુશ થયો અને હાથ જોડીને તેણે કહ્યું કે, “હે મુનિરાજ! તમે મને જે સનાથ અને અનાથપણાનું રહસ્ય કહ્યું તે ખરેખર સત્ય છે. તેમાં જરા પણ અસત્ય નથી. હે મુનિ! તમે મનુષ્યજન્મ પામ્યા તે સફળ છે. જગતને વિષે તમે જ ઉત્તમ લાભ પામ્યા છો. વળી તમે શ્રી જિનેશ્વરના ઘર્મને વિષે રહ્યા છો, તેથી તમે જ સનાથ છો અને તમે જ બંઘુયુક્ત છો. વળી તમે જ ચારિત્ર લીધું ત્યારથી સ્થાવર અને જંગમ એવા અનાથ પ્રાણીઓના ખરેખરા નાથ થયા છો; તેથી હું મારા અપરાધનો નાશ કરવા સારુ તમને ખમાવું છું. - ૧ યોગક્ષેમ અપ્રાક્ષની પ્રાપ્તિ તે યોગ અને પ્રાણનું રક્ષણ તે ક્ષેમ. એટલે કે જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ અને તેની સુરક્ષા કરનાર આત્મા જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org