________________
૧૪૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
સ્તિંભ 3 પારણું હશે એમ ઘારી પ્રભુ પાસે જઈ બોલ્યા કે, “હે કૃપાસાગર સ્વામી! આજે મારા ઘરને અને મને પવિત્ર કરવા પઘારજો.” તે વખતે સ્વામી તો મૌન ઘારીને જ રહ્યા. (કાંઈ બોલ્યા નહીં.) એ રીતે તે જીર્ણશ્રેષ્ઠી હમેશાં આવીને જિનેશ્વરને નિમંત્રણ કરતા હતા. તેમ કરતાં ચાતુર્માસ પૂર્ણ થયું ત્યારે ચાતુર્માસને અંતે તેણે વિચાર કર્યો કે “અવશ્ય આજે જિનેશ્વરને પારણાનો દિવસ હોવો જોઈએ.” એમ ઘારી તેણે પ્રભુને કહ્યું કે, દુર્વાર સંસારરૂપી વ્યાધિને દૂર કરવામાં ઘવંતરી વૈદ્ય સમાન હે સ્વામી! કૃપાદ્રષ્ટિથી મારા સામે જોઈને આજે તો જરૂર મારી વિજ્ઞપ્તિ મનમાં અવઘારજો.” એમ કહીને તે પોતાને ઘેર ગયો. મધ્યાહ્ન સમયે હાથમાં મોતીનો થાળ લઈ પ્રભુને વઘાવવા માટે ઘરના દ્વાર પાસે ઊભા રહી વિચાર કરવા લાગ્યો કે–“આજ વિશ્વબંધુ ભગવાન અહીં પધારશે, તેમને હું પરિવાર સહિત વંદના કરીશ, પછી પ્રભુને હું ઘરમાં પધરાવીશ, પછી શ્રેષ્ઠ ભોજન અને જળ વડે હું તેમને પ્રતિભાભીશ અને બાકી રહેલું અન્ન હું ખાઈશ.” ઇત્યાદિ મનોરથની શ્રેણિપર આરૂઢ થઈને તેણે બારમા દેવલોકને યોગ્ય એવું પુણ્ય ઉપાર્જન કર્યું. તેવામાં શ્રી ભગવાન અભિનવ નામના શ્રેષ્ઠીને ઘેર ભિક્ષા માટે પધાર્યા. તે શ્રેષ્ઠીને ઘેર સમય થઈ જવાથી સૌ જમી રહ્યા હતા, તેથી કાંઈ અન્ન નહીં હોવાથી થોડા બાકી રહેલા અડદના બાકળા તેણે વહોરાવ્યા. તે દાનના પ્રભાવથી ત્યાં પંચ દિવ્ય પ્રગટ થયાં. તે વખતે દેવદુભિનો શબ્દ સાંભળીને જીર્ણશ્રેષ્ઠીએ વિચાર કર્યો કે, “મને ધિક્કાર છે, હું અઘન્ય છું, કે જેથી મારે ઘેર પ્રભુ પધાર્યા નહીં.” એમ વિચારતાં તેના ધ્યાનનો ભંગ થયો.
અન્યદા તે ગામમાં કોઈ જ્ઞાની મુનિ પઘાર્યા. તેમની પાસે જઈને રાજાએ કહ્યું કે, “હે પૂજ્ય! મારું નગર ઘન્ય છે કે જ્યાં શ્રી મહાવીર પ્રભુને પારણું કરાવનાર ભાગ્યશાળી અભિનવ શ્રેષ્ઠી વસે છે.” તે સાંભળીને તે મુનિ બોલ્યા કે, “હે રાજ!એમ ન બોલો. જો કે તે અભિનવ શ્રેષ્ઠીએ પ્રભુની દ્રવ્યભક્તિ કરી છે, પરંતુ ભાવભક્તિ તો જીર્ણશ્રેષ્ઠીએ જ કરી છે, માટે ખરો પુણ્યવાન તો જીર્ણશ્રેષ્ઠી છે. જો જીર્ણશ્રેષ્ઠીએ તે સમયે ભાવના ભાવતાં દેવદુંદુભિનો શબ્દ સાંભળ્યો ન હોત, તો તે જ વખતે તેને ઉજ્વળ એવું કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હોત.” આ પ્રમાણે ગુરુનું વાક્ય સાંભળીને રાજા વગેરે લોકો દેવગુરુની ભક્તિને વિષે વિશેષ આદરવંત થઈ પોતાને સ્થાને ગયા.
શ્રી પ્રભુને વિષે ભક્તિયુક્ત ચિત્તવાળા જીર્ણશ્રેષ્ઠી બારમા સ્વર્ગનું સુખ ભોગવીને અનુક્રમે શિવપદ (મોક્ષ)ને પામશે.”
વ્યાખ્યાન ૪૦ સમકિતનું પાંચમું ભૂષણ-તીર્થસેવા तीर्थानां सततं सेवा, संगः संविज्ञचेतसाम् ।
कथिता तीर्थसेवा सा, पंचमं बोधिभूषणम् ॥१॥ ભાવાર્થ-“નિરંતર તીર્થોની સેવા કરવી, તથા સંવિજ્ઞ છે ચિત્ત જેનું એવા મુનિઓનો સંગ કરવો, તે તીર્થસેવા નામનું પાંચમું સમકિતનું ભૂષણ કહેલું છે.”
જેનાથી સંસારરૂપી સાગર તરી શકાય છે તે તીર્થ કહેવાય છે. શ્રી શત્રુંજય, અષ્ટાપદ વગેરે તીર્થો છે. તેની નિરંતર (અશ્રાંતપણે) સેવા એટલે યાત્રા કરવી અને સંવિજ્ઞ ચિત્તવાળા સાઘુઓનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org