________________
વ્યાખ્યાન ૪૦] સમકિતનું પાંચમું ભૂષણ-તીર્થસેવા
૧૪૧ સંસર્ગ કરવો. કહ્યું છે કે
साधूनां दर्शनं पुण्यं, तीर्थभूता हि साधवः ।
तीर्थं फलति कालेन, साधवस्तु पदे पदे ॥१॥ ભાવાર્થ-“સાઘુઓનું દર્શન પુણ્યરૂપ છે, કેમકે સાઘુઓ જંગમ તીર્થરૂપ છે. સ્થાવર તીર્થ તો કાળે કરીને ફલદાયક થાય છે, પણ જંગમ તીર્થ સાઘુઓ તો પગલે પગલે ફલદાયી થાય છે.”
આ પ્રમાણે સત્તીર્થની સેવા મોટો ગુણ ઉત્પન્ન કરે છે. પરંતુ અપ્રશસ્ત તીર્થની સેવા કાંઈ પણ ગુણકારક થતી નથી. તે ઉપર એક દ્રષ્ટાંત કહે છે
લૌકિક તીર્થસેવાપર તુંબડીનું દ્રષ્ટાંત न श्लाघ्यतीर्थैरमलीभवन्ति, जीवा दुरन्तैर्दुरितैः प्रलिप्ताः ।
मिष्टा सुतीर्थे स्नपिताऽपि मातुर्वाग्भिस्तनूजेन न तुंबिकासीत् ॥१॥ ભાવાર્થ-“દુરન્ત પાપોથી લિપ્ત થયેલા જીવો પ્રશસ્ત તીર્થો કરવાથી પણ નિર્મળ થતા નથી. માતાનાં વચનથી પુત્રે સુતીર્થમાં સ્નાન કરાવ્યું તોપણ તુંબડી (કડવી તુંબડી) મીઠી થઈ નહીં.”
વિષ્ણુસ્થળ નગરમાં ગોમતી નામે એક સાર્થવાહની સ્ત્રી પરમ શ્રાવિકા હતી. તેને ગોવિંદ નામનો પુત્ર હતો. તે ગાઢ મિથ્યાત્વી હતો. માતાએ તેને જૈનઘર્મ પમાડવા માટે ઘણો ઘણો પ્રતિબોઘ કર્યો, પણ તેણે મિથ્યાત્વનો ત્યાગ કર્યો નહીં. એકદા ગોવિંદ તીર્થયાત્રા કરવાને જવા તૈયાર થયો. ત્યારે તેને તેની માતાએ કહ્યું કે, “હે વત્સ! ગંગા, ગોદાવરી, ત્રિવેણીસંગમ, પ્રયાગ વગેરે લૌકિક તીર્થમાં જળ, દર્ભ અને માટી વગેરે વડે સ્નાન કરવાથી હિંસા, અસત્ય, ચોરી વગેરેથી બંઘાયેલાં પાપોનો નાશ થતો નથી.” આ પ્રમાણે અનેક રીતે ઉપદેશ આપ્યા છતાં તે પુત્રે પોતાનો આગ્રહ મૂક્યો નહીં, ત્યારે તેને બોઘ કરવા માટે એક કડવી તુંબડી આપીને કહ્યું કે, “હે પુત્ર! સર્વ તીર્થોમાં તારી સાથે જ વિધિપૂર્વક આ તુંબડીને પણ સ્નાન કરાવજે. આટલું મારું વચન તારે અવશ્ય કરવું.” તે સાંભળીને માતાનું વચન અંગીકાર કરી માતાની ઇચ્છા પ્રમાણે તુંબડીને પણ પોતાની જેમ જ સ્નાનાદિક કરાવ્યું અને પોતે કેટલેક ઠેકાણે મુંડન કરાવી હાથ ઉપર ઘણી છાપો મરાવી પોતાના નગરમાં પાછો આવ્યો. પછી પોતાને ઘેર આવી માતાને વિનયપૂર્વક વંદન કરી તુંબડીનું વૃત્તાંત કહીને તે માતાને આપી. ભોજન વખતે ગોવિંદ જમવા બેઠો, ત્યારે માતાએ પેલી કડવી તુંબડીનું શાક કરીને તેને પીરસ્યું. ગોવિંદે તે શાક લેશમાત્ર ચાખ્યું કે તરત જ તે બોલ્યો કે, “અરે! આ શાક તો કડવું ઝેર જેવું છે, તે ખાઈ શકાય તેવું નથી.” ત્યારે માતા બોલી કે, “હે પુત્ર! જે તુંબડીને તે સર્વ તીર્થોમાં સ્નાનાદિક કરાવ્યું છે, તે તુંબડીના શાકમાં કડવાશ ક્યાંથી?” ગોવિંદ બોલ્યો-“હે માતા! જળમાં નવરાવવાથી તેની અંતરની કડવાશ શી રીતે જાય?" માતાએ કહ્યું, “હે વત્સ! જ્યારે આનો કટુ દોષ પણ ગયો નહીં, ત્યારે હિંસા, મૃષાવાદ, ચોરી, મૈથુન વગેરેથી આત્માને લાગેલા પાપસમૂહ માત્ર સ્નાન કરવાથી શી રીતે જાય?” આ પ્રમાણેનું માતાનું વચન સત્ય માનીને ગોવિંદે માતા સાથે ગુરુ પાસે જઈ શ્રાવક ઘર્મ અંગીકાર કર્યો. પ્રાંતે તે ગોવિંદ શત્રુંજય તીર્થપર સિદ્ધિ સુખને પામ્યો.
આ પ્રસંગ ઉપર બીજો પણ એક પ્રબંધ છે તે નીચે પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org