________________
૧૪૨
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[તંભ ૩ સુતીર્થની યાત્રા પર ત્રિવિક્રમની કથા શ્રાવસ્તી નગરીમાં ત્રિવિક્રમ નામે રાજા હતો. તે એકદા અરણ્યમાં ગયો હતો. ત્યાં એક પક્ષીને તેના માળામાં રહીને વિરસ શબ્દ કરતું સાંભળી અપશુકન થયું જાણી રાજાએ તેને બાણ વડે પ્રહાર કર્યો. એટલે તરત જ તે પક્ષી પૃથ્વી પર પડી તરફડિયા મારવા લાગ્યું. તે જોઈને રાજાને તેના પર બહુ અનુકંપા આવી; તેથી તે પશ્ચાત્તાપ કરતો ત્યાંથી આગળ ચાલ્યો. થોડે દૂર જતાં એક મહામુનિને જોઈ તેમને નમન કરીને રાજા તેમની પાસે બેઠો. તે વખતે મુનિએ તેને અહિંસા ઘર્મનો ઉપદેશ કર્યો. તે સાંભળીને રાજાએ વિચાર્યું કે, “અહો! મેં જે હિંસાનું કર્મ કર્યું તે કોઈના જાણવામાં નહોતું, તોપણ આ મુનિએ જાણી લીધું, તો તે પાપનો નાશ કરવા માટે આવા જ્ઞાની મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરું.” એમ વિચારીને તૃણની જેમ રાજ્યનો ત્યાગ કરી રાજાએ તે મુનિ પાસે દીક્ષા લીધી. અનુક્રમે ઉગ્ર તપસ્યા કરવાથી તે રાજર્ષિને તેજલેશ્યા ઉત્પન્ન થઈ. પછી તે પૃથ્વી પર યથેચ્છ વિહાર કરવા લાગ્યા.
પેલું પક્ષી મરણ પામીને ભિલ્લ થયો. એકદા તે રાજર્ષિને વિહાર કરતા દેખીને તે ભિલ્લે પૂર્વના વૈરને લીધે તેના પર ક્રોઘયુક્ત થઈ યષ્ટિ (લાકડી) વડે પ્રહાર કર્યો, તેથી રાજર્ષિએ પોતાના મુનિપણાને ભૂલી જઈને તેજોલેશ્યાવડે તે ભિલ્લને બાળી દીઘો. તે મૃત્યુ પામીને કોઈ વનમાં સિંહ થયો. ત્યાં પણ એકદા તે રાજર્ષિને જોઈ તે સિંહ પૂછડું ઉલાળતો તેની સામે ઘસ્યો. તે વખતે પણ મુનિએ તેજોલેશ્યાથી તેને બાળી નાંખ્યો. ત્યાંથી તે સિંહ મરીને હાથી થયો. તે હાથી એકદા તે મુનિને જોઈ તેની સામે દોડ્યો. તેને પણ મુનિએ બાળી નાંખ્યો. પછી તે હાથી મરીને જંગલી સાંઢ થયો તેને પણ મુનિએ બાળી દીધો. ત્યાંથી તે સાંઢ મરીને સર્પ થઈ મુનિને કરડવા દોડ્યો. તે વખતે પણ મુનિએ તેને હણ્યો. ત્યાર પછી તે સર્પ મરીને બ્રાહ્મણ થયો. તે મુનિની ઘણી નિંદા કરવા લાગ્યો. અનુક્રમે તેને પણ મુનિએ બાળી ભસ્મ કર્યો. “અહો! નિર્વિવેકીને સંવર ક્યાંથી હોય?”
આ પ્રમાણે તે મુનિએ મમતા રહિત છતાં સાત હત્યાઓ કરી. યોગીશ્વર થઈને પણ આવાં પાપકર્મો કર્યા. “અહો! કર્મની ગતિ કેવી વિચિત્ર છે?” પછી તે બ્રાહ્મણ યથાપ્રવૃત્તિકરણને લીધે શુભકર્મના ઉદયથી વારાણસી પુરીમાં મહાબાહુ નામે રાજા થયો. તે રાજા એકદા પોતાના મહેલની બારીમાં ઊભો હતો તે વખતે કોઈ મુનિને જતા જોઈને ઉહાપોહ કરવાથી તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થતાં તેણે પોતાના સાતે ભવો જોયા. એટલે “અહો! તે મુનિને હું પાપનું કારણ થયો.” એમ વિચારી તે મુનિની શોઘને માટે તેણે અર્થો શ્લોક કરી તે શ્લોક પૂરો કરનારને લાખ સોનામહોર આપવાની ઉદ્ઘોષણા કરાવી. તે અર્થો શ્લોક આ પ્રમાણે
વિહંગઃ શવર: સિંહો, ટીપી સંઢ 0 કિનઃ II” આ અર્ધા શ્લોકને પૂર્ણ કરવા માટે બધા લોકો નિરંતર હાલતા ચાલતા પણ એ જ બોલ્યા કરતા હતા, પરંતુ કોઈએ તે શ્લોક પૂર્ણ કર્યો નહીં. અન્યદા તે જ રાજર્ષિ ફરતા ફરતા વારાણસી નગરી પાસે આવ્યા. ત્યાં ગામ બહાર કોઈ એક ગોવાળના મુખથી તેણે તે અર્થો શ્લોક સાંભળ્યો. એટલે ક્ષણવાર વિચાર કરીને મુનિએ આ પ્રમાણે ઉત્તરાર્ધ પૂર્ણ કર્યું કે- ૧. અર્થ-પક્ષી, ભિલ, સિંહ, હાથી, સાંઢ, સર્પ અને બ્રાહ્મણ–આ પૂર્વાર્ધથી રાજાએ પોતાના ભવો દર્શાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org