________________
વ્યાખ્યાન ૩૬] સમકિતનું પહેલું ભૂષણ-ધૈર્ય
૧૨૯ જટા મંગાવી તે જોઈને રાજાને ખાતરી થઈ. તેથી તે શુદ્ધ શ્રાવકઘર્મ પાળવા લાગ્યો. પછી ગુરુના ઉપદેશથી મોટા આડંબર સહિત તે રાજાએ સિદ્ધાચળની યાત્રા કરી, અને તે વખતે દિગંબરીઓએ દબાવેલા ગિરનાર તીર્થને વળી શ્વેતાંબરનું તીર્થ કર્યું.
આમરાજાએ રાજ્યનું ન્યાયથી પ્રતિપાલન કરી નમસ્કારનું ધ્યાન કરવામાં તત્પર થઈ ઉત્તમ ઘર્મ સાધ્યો; અને કવિની સભામાં સૂર્યસમાન એવા ગુરુ પણ આયુષ્યને ક્ષયે સ્વર્ગે ગયા. આ કથા પૂર્વસૂરિએ રચેલા ચતુર્વિશતિ પ્રબંઘમાં સવિસ્તર આપેલી છે. - “કોઈથી બોઘ ન પામે એવા આમરાજાને પ્રતિબોધ પમાડી કવિતાદિકના ગુણે કરીને બ્રાહ્મણવર્ગનો પરાજય કરી, વિદ્વાનોના ચક્રવર્તી બપ્પભટ્ટી સૂરિ શાસનની ઉન્નતિ કરી સ્વર્ગસુખને પામ્યા.”
વ્યાખ્યાન ૩૬
સમકિતનું પહેલું ભૂષણ-સ્વૈર્ય સમક્તિના પાંચ ભૂષણમાંના પહેલા ચૈર્ય (સ્થિરતા) નામના ભૂષણ વિષે કહે છે
धर्मांगमेभिर्भूष्यन्ते, भूषणानीति कथ्यते ।
___ सुरादिभ्योऽप्यक्षोभत्वं, तत्राद्यं स्थैर्यभूषणम् ॥१॥ ભાવાર્થ-“સ્થર્યાદિકે કરીને ઘર્મરૂપી અંગ શોભા પામે છે, માટે તે ભૂષણ કહેવાય છે. તેમાં દેવાદિકથી પણ ક્ષોભ ન પામવો, એ પહેલું સ્વૈર્ય નામનું ભૂષણ (સમકિતનું ઘરેણું) કહેવાય છે.”
तदर्शनं किमपि सा सुलसाप येन, प्रादाजिनोऽपि महिमानममानमस्यै । नैर्मल्यतः शशिकला न च केतकी च, मालातुलां च हरमुनि बभार गंगा ॥
ભાવાર્થ-“અલૌકિક એવું તે સમકિત તો સુલતાએ જ પ્રાપ્ત કર્યું છે કે, જેથી તેની નિર્મળતાને લીધે સાક્ષાત્ શ્રી મહાવીર સ્વામીએ પણ તે સુલતાનો અત્યંત મહિમા વધાર્યો. પણ તે યોગ્ય છે કેમકે મહાદેવના મસ્તક પર ચંદ્રની રેખા, કેતકીની માળા અને ગંગાનદી એ ત્રણ રહેલાં છે; પણ તેમાં નિર્મળતાને લીધે જેવી ગંગા શોભે છે, તેવી ચંદ્રરેખા કે કેતકીની માળા શોભતી નથી.” આ શૈર્ય નામના ભૂષણ પર સુલસાનું ચરિત્ર જાણવું, તે આ પ્રમાણે
સુલસા ચરિત્ર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રાદિક અનેક જનોથી ભરપૂર અને શ્રીમંત લોકોથી બિરાજમાન એવી રમણિક રાજગૃહી નગરીને વિષે શ્રેણિકરાજા રાજ્ય કરતા હતા. તે સમયે તે નગરમાં નાગસારથિ નામે એક શ્રાવક રહેતો હતો. તેને સુલસા નામની પત્ની હતી. તે સુલસા શીલાદિક ગુણોથી યુક્ત હતી, પરંતુ દૈવયોગે તેને કાંઈ પણ સંતાન થયું નહોતું. એકદા બીજાના પુત્રોને જોઈને તેનો પતિ નાગસારથિ શોકાતુર થયો. તે જોઈને સુલતાએ કહ્યું કે, “હે સ્વામી! તમે ખેદ ન કરો. આપણો મનોરથ ઘર્મના આરાઘનથી ફળીભૂત થશે.” એ રીતે પતિને શાંત કરીને સુલસા નિરંતર જિનેશ્વરની ત્રિકાળ પૂજા કરવા લાગી, બ્રહ્મચર્ય પાળવા લાગી અને હમેશાં આચાર્લી (બેલ) કરવા લાગી.
એકદા શક્ર ઇન્દ્ર પોતાની સભામાં તે સુલતાના સત્ત્વની શ્લાઘા કરી. તે સાંભળીને ઇન્દ્રનો સેનાપતિ હરિનૈગમેષી તેની પરીક્ષા કરવા માટે બે સાધુનું રૂપ ઘારણ કરી સુલસા પાસે આવીને
ભાગ ૧-૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org