________________
૧૩૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[તંભ 3 સુલસા ઘણા મનુષ્યોના કહ્યા છતાં પણ ત્યાં ગઈ નહીં. પછી બીજે દિવસે દક્ષિણ દિશાના દરવાજા બહાર તે પરિવ્રાજકે વૃષભના વાહનવાળા, અર્ધા અંગમાં પાર્વતીને ઘારણ કરનારા તથા આખા શરીરે ભસ્મથી શોભિત એવું શંકરનું સ્વરૂપ વિકુવ્યું. ત્યાં પણ સુલસા વિના સર્વ લોકો તેને વાંદવા ગયા. પછી ત્રીજે દિવસે પશ્ચિમ દિશાના દરવાજા બહાર ગરુડના વાહનવાળા, ચાર ' હાથવાળા અને લક્ષ્મીથી પરિવરેલા વિષ્ણુનું સ્વરૂપ વિકવ્યું, ત્યાં પણ એક સુલસા વિના સર્વ લોકો તેને વાંદવા ગયા. પછી ચોથે દિવસે ઉત્તર તરફના દરવાજા બહાર સમવસરણમાં બિરાજેલા તીર્થકરનું રૂપ વિકવ્યું, તોપણ સુલસા તેને વંદના કરવા આવી નહીં. ત્યારે તેને બોલાવવા માટે તેણે કોઈ માણસને મોકલ્યો. તે માણસે જઈને સુલતાને કહ્યું કે, “આપણા નગરની બહાર પચ્ચીસમા તીર્થકર સમવસર્યા છે, તેને વાંચવા માટે કેમ જતા નથી?” તે સાંભળીને સુલસા બોલી કે, “હે ભાઈ! તે જિનેશ્વર નથી, પણ કોઈ પાખંડી પચ્ચીસમા તીર્થંકરનું નામ ઘારણ કરીને લોકોને છેતરે છે.” એવી રીતે તે સુલસા લેશ પણ ઘર્મથી ચલિત થઈ નહીં. પાંચમે દિવસે તે અંબડ પરિવ્રાજક શ્રાવકનો વેષ ઘારણ કરીને સુલતાને ઘેર ગયો; એટલે સુલસાએ તેનો સારી રીતે સત્કાર કર્યો. પછી તેણે સુલતાને કહ્યું કે, “હે સુલતા! તમે પુણ્યશાળી છો, કેમકે મારે મુખે પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ તમને ઘર્મલાભ કહેવરાવ્યા છે.” તે સાંભળીને હર્ષિત થયેલી સુલસા ઊભી થઈ ભક્તિથી પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગી
मोहमल्लबलमर्दनवीर, पापपंकगमनामलनीर ।
कर्मरेणुहरणैकसमीर, त्वं जिनेश्वरपते जय वीर ॥१॥ ભાવાર્થ-“મોહરૂપી મલ્લના સૈન્યનું મર્દન કરવામાં શૂરવીર, પાપરૂપી પંકને ઘોવામાં નિર્મળ જળ સમાન અને કર્મરૂપી રજનું હરણ કરવામાં વાયુ સમાન એવા હે શ્રી જિનેશ્વરપતિ! આપ જયવંતા વર્તા.” આ રીતે સ્તુતિ કરતી સુલતાની પ્રશંસા કરીને તે પરિવ્રાજક પોતાને સ્થાને ગયો.
શીલગુણથી શોભતી સુલસા સદ્ધર્મનું આરાઘન કરીને સ્વર્ગે ગઈ. ત્યાંથી ચ્યવીને આ ભરતક્ષેત્રને વિષે આવતી ચોવીશીમાં નિર્મમ નામના પંદરમા તીર્થંકર થઈ મોક્ષે જશે.
શ્રી વર્ધમાનસ્વામીના મુખથકી સ્થિરતા, ઉદારતા અને મહાર્થતાથી ભરેલું, ત્રણ જગતને આશ્ચર્ય કરનારું આ નિર્મળ સુલસાનું ચરિત્ર સાંભળીને હે ભવ્ય પ્રાણીઓ! તમે પણ આ શ્રેષ્ઠ ઘર્મને વિષે સ્થિરતા રાખો, કે જેથી સમકિત વડે વિભૂષિત થયેલા તમે મુક્તિના પરમ સુખને
પામો ”
વ્યાખ્યાન ૩૭. સમકિતનું બીજું ભૂષણ-પ્રભાવના अनेकधर्मकार्येण, 'कुर्यात्तीर्थोन्नतिं सदा ।
प्रभावनाख्यं विज्ञेयं, द्वितीयं सम्यक्त्वभूषणम् ॥१॥ ભાવાર્થ-“ઘર્મના અનેક કાર્યો કરવાવડે નિરંતર તીર્થની (જૈન શાસનની) ઉન્નતિ કરવી. તે પ્રભાવના નામનું સમકિતનું બીજું ભૂષણ જાણવું.” શાસનનો પ્રભાવ ફેલાવવો તેનું નામ પ્રભાવના છે. ભાવના પોતા પૂરતી મર્યાદિત છે જ્યારે પ્રભાવના બીજા ઉપર ઘર્મનો પ્રભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org