________________
વ્યાખ્યાન ૩૫] અતિશયશાળી કવિ
૧૨૭ બીજે દિવસે રાજસભામાં જઈ ગુરુએ ઘર્મરાજાને કહ્યું કે, “હે રાજન! અમારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે, માટે હવે અમે આમરાજા પાસે જઈશું.” તે સાંભળીને ઘર્મરાજાએ પૂછ્યું કે, “હે ગુરુ! આમ રાજા આવ્યા વિના આપની પ્રતિજ્ઞા શી રીતે પૂર્ણ થઈ?” ત્યારે ગુરુએ “આમ જાતે આવ્યો હતો એમ કહીને સર્વ ગુહ્ય વાક્યોનો બીજો અર્થ રાજાને સમજાવ્યો. તે જ વખતે વેશ્યાએ (નર્તકીએ) તથા દ્વારપાળે આવીને આમરાજાનાં નામવાળાં બન્ને કંકણ ઘર્મરાજાની પાસે રજૂ કર્યો, તેથી ઘર્મરાજાને તે વાતની ખાતરી થઈ. ઘર્મરાજાએ ગુરુને કહ્યું કે, “હે ગુરુ! હું વચનના છળથી (કપટથી) છેતરાયો છું.” પછી ઘર્મરાજાની રજા લઈને ગુરુ વિહાર કરી આમરાજાને રસ્તામાં જ મળ્યા, અને તેમની સાથે ગ્વાલિયર ગયા. ત્યાં પ્રથમની જેમ આમરાજાએ ભક્તિપૂર્વક ગુરુને બહુમાનથી રાખ્યા.
એકદા ત્યાં ડુંબનું ટોળું આવ્યું. તેમાં એક સુંદર માતંગી બાળા અતિ મધુર સ્વરે ગાયન કરવા લાગી. તે જોઈને આમ રાજા કામાતુર થઈ બોલ્યો કે
वक्त्रं पूर्णशशी सुधाधरलता दन्ता मणिश्रेणयः कान्तिः श्रीर्गमनं गजः परिमलस्ते पारिजातद्रुमः । वाणी कामदुधा कटाक्षलहरी सा कालकूटच्छटा
तत्किं चन्द्रमुखि त्वदर्थममरैरामन्थि दुग्धोदधिः॥४॥ ભાવાર્થ-“હે ચંદ્ર સમાન મુખવાળી સ્ત્રી! તારું મુખ પૂર્ણિમાના ચંદ્ર જેવું છે, તારા અઘરો સુધા (અમૃત) સમાન છે, તારા દાંત મણિની પંક્તિ જેવા છે, તારી કાંતિ લક્ષ્મી જેવી છે, તારી ગતિ (ચાલો એરાવણ હાથી જેવી છે, તારા શ્વાસનો ગંઘ પારિજાત વૃક્ષ જેવો છે, તારી વાણી કામઘેનુ જેવી છે, અને તારાં નેત્રના કટાક્ષની લહેર કાળકૂટ વિષની છટા જેવી છે (કામી પુરુષોને હતપ્રત કરનારી છે), તો હે મુશ્કે! શું તારા માટે જ દેવતાઓએ ક્ષીરસમુદ્રનું મંથન કર્યું છે? અર્થાત્ દેવોએ ક્ષીરસમુદ્રનું મંથન કરીને જે રત્ન કાઢ્યાં છે તે સર્વ તારા શરીરના અવયવોમાં જોવામાં આવે છે.”
તે સાંભળીને સૂરિએ વિચાર્યું કે, “અહો! મહાપુરુષોની મતિ પણ કેવી વિપર્યાસ પામે છે?” પછી ગાયન બંઘ થયું, અને સભા વિસર્જન થઈ; પરંતુ રાજાનું ચિત્ત તે માતંગી પર મોહ પામેલું હતું; તેથી તેની સાથે રહેવા માટે તેણે ગામની બહાર એક પ્રાસાદ ત્રણ દિવસમાં તૈયાર કરાવ્યો. તે પ્રાસાદ કરાવવાનો હેતુ સમજીને ગુરુએ વિચાર્યું કે, “અહો! આ રાજા મારો સંગ છતાં પણ કુકર્મમાં પ્રવર્તે છે, તેથી તે અવશ્ય નરકે જશે; માટે કોઈ પણ યુક્તિથી તેને પ્રતિબોઘ કરું કે, જેથી તે આવા નરકના હેતુરૂપ કુકર્મથી અટકે.” એમ વિચારીને સૂરિએ રાત્રે ગુપ્ત રીતે જઈને તે નવા પ્રાસાદના ભારવટપર ખડીથી તેને પ્રતિબોઘ કરવા માટે જળ ઉપરની અન્યોક્તિવાળા શ્લોકો લખ્યા
शैत्यं नाम गुणस्तवैव भवति स्वाभाविकी स्वच्छता किं ब्रूमः शुचितां भवन्ति शुचयस्त्वत्सङ्गतोऽन्ये यतः । किं चातः परमस्ति ते स्तुतिपदं त्वं जीवितं देहिनां
त्वं चेन्नीचपथेन गच्छसि पयः कस्त्वां निरोद्धं क्षमः॥१॥ ભાવાર્થ-“હે જળ! તારામાં શીતતાગુણ એકાંતે રહ્યો છે. તારી સ્વચ્છતા (નિર્મળતા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org