________________
૧૨૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૩ ભાવાર્થ-“હે ગુરુ! વૃક્ષોએ મુસાફરોને છાયા કરવા માટે પોતાના શિરપર પાંદડાંને ઘારણ કર્યા, તે પાંદડાં ત્યાંથી ભૂમિપર ખરી પડે, તો તેમાં વૃક્ષ શું કરે? તે તો પત્રનું જ પડવાપણું છે.”
ઇત્યાદિ અન્યોક્તિવડે ગુરુને વિજ્ઞપ્તિ કરવા પ્રઘાનોને મોકલ્યા. પ્રઘાનોએ જઈ તે પ્રમાણે ગુરુને વિન્નતિ કરી. ત્યારે ગુરુએ કહ્યું કે તમારે આમરાજા પાસે જઈને આ પ્રમાણે કહેવું
अस्माभिर्यदि कार्य वस्तदा धर्मस्य भूपतेः । सभायां छन्नमागत्य, स्वयमापृच्छयतां द्रुतम् ॥१॥ जाते प्रतिज्ञानिर्वाहे, यथायामस्तवान्तिकम् ।
प्रधानाः प्रहिताः पूज्यैरिति शिक्षापुरस्सरम् ॥२॥ ભાવાર્થ-“હે આમ રાજા! જો તારે અમારું કામ હોય તો તારે જાતે ઘર્મરાજાની સભામાં ગુપ્ત રીતે આવી અમને આમંત્રણ કરવું. તેમ થવાથી અમારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે, એટલે અમે તમારી પાસે આવીશું. આ પ્રમાણે શિક્ષા આપીને પૂજ્ય ગુરુએ પ્રઘાનોને પાછા મોકલ્યા.”
પછી પ્રથાનોએ આવીને ગુરુનું વાક્ય આમરાજાને સંભળાવ્યું, એટલે તરત જ ગુરુના દર્શન માટે ઉત્કંઠિત થયેલો આમરાજા ઊંટપર ચઢીને ઘર્મરાજાના નગરમાં આવ્યો. પછી પ્રાતઃકાળે રાજા અને સૂરિ સહિત સર્વ સભા ભરાઈ હતી, તે વખતે સ્થગીઘરનું રૂપ ઘારણ કરીને આમરાજા પોતાના ઘણા માણસોને સાથે લઈ રાજસભામાં આવ્યો. તેને દૂરથી જ જોઈને સૂરિએ ઘર્મરાજાને કહ્યું કે, “તે મામગૃપા નર-આ સર્વે આમરાજાના માણસો અમને બોલાવવા માટે આવે છે.” તેટલામાં તે સર્વે સભામાં દાખલ થયા; તેમાં પ્રથમ સ્થગીઘર (આમરાજા) હતો. તેને જોઈને સૂરિ બોલ્યા કે, “કાગચ્છામ=આમ આવો. (તેનો ગૂઢ અર્થ એ હતો-હે આમરાજા! તમે આવો)” એમ બોલી તેને સન્માન આપ્યું, એટલે તે સ્થગીઘર ગુરુ નજીક બેઠો. પછી દૂતે ગુરુના હાથમાં વિજ્ઞપિત્ર આપ્યો, તે ગુરુએ ઘર્મરાજાને બતાવ્યો. પછી ઘર્મરાજાએ દૂતને પૂછ્યું કે, તમારા આમરાજા કેવા રૂપરંગવાળા છે?” ત્યારે તે બોલ્યો કે, “હે રાજા! જેવા આ સ્થગીઘર છે તેવા જ છે.” પછી સ્થગીઘરના હાથમાં બીજોરું હતું, તે જોઈને ગુરુએ પૂછ્યું કે, “આ તમારા હાથમાં શું છે?” તેણે જવાબ દીધો કે, “વીનોરા (તેનો ગૂઢ અર્થ–વીનો–રા એટલે રાજા, અર્થાત્ હું બીજો રાજા છું.)” પછી દૂતે આઢકી (તુવેર)નાં પાંદડામાં વીંટેલ પત્ર દેખાડ્યો. તે જોઈને રાજાએ ગુરુને પૂછ્યું કે, “એ શું છે?” ત્યારે ગુરુએ સ્થગીઘરની સન્મુખ અંગુલી કરીને કહ્યું કે “તુરિપત્ર (તુવેરનાં પાંદડાંમાં વીંટેલો કાગળ-તેનો બીજો અર્થ તુ હરિ એટલે તારા શત્રુનો પત્ર અર્થાત્ કાગળ છે.)' પછી તે વિનતીપત્ર સભામાં વાંચી આમંત્રણ આપી સ્થગીઘર પોતાના માણસો સાથે ઊઠ્યો અને વેશ્યા (રાજનર્તકી)ને ત્યાં ઉતારો કર્યો. સવારે નર્તકીને સ્વનામાંકિત સોનાનું કડું આપી રવાના થયો. દ્વારપાળે પ્રણામ કરતાં એક કહું તેને આપીને કહ્યું કે, આવી સરસ ભેટ તારા રાજાને બતાવજે. એમ કહી ઉતાવળે આમરાજા ઘર્મરાજાની સીમાની બહાર પડાવ નાખી ગુરુજીની રાહ જોવા લાગ્યો. ( ૧ ઘર્મરાજા અને આમરાજા પરસ્પર શત્રુ હતા, તેની સમક્ષ આવાં અન્યોક્તિવાળાં વચનો કહેવાતાં હતાં, પરંતુ તેમાં ઘર્મરાજા માત્ર સીધા અર્થ જ સમજતા હતા; ગૂઢ અર્થ સમજતા નહોતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org