________________
વ્યાખ્યાન ૨૯]. વાદને યોગ્ય પુરુષના લક્ષણ
૧૦૫ ઇત્યાદિ ગુરુની સ્તુતિ કરીને રાજા પોતાને સ્થાને ગયો. આ પ્રમાણે શ્રી જૈન શાસનની ઘણી જ ઉન્નતિ થવાથી શ્રી સંઘ સૂરિપર પ્રસન્ન થયો; તેથી સૂરિના આલોયણનાં બાકી રહેલાં પાંચ વર્ષો માફ કરીને તેમને પાછા સૂરિપદે સ્થાપન કર્યા.
એકદા કુવાદરૂપી અંઘકારનો નાશ કરવામાં સૂર્ય સમાન સૂરિ ઓંકારપુરે ગયા. ત્યાંના શ્રાવકોએ તેમને વિજ્ઞપ્તિ કરી કે, “હે સ્વામી! અહીં મિથ્યાત્વીઓનું ઘણું જોર હોવાથી તેઓ જૈનચૈત્ય કરવા દેતા નથી.” તે સાંભળીને સૂરિ ચાર શ્લોક (નવા) હાથમાં લઈ વિક્રમરાજાની સભામાં ગયા અને દ્વારપાળે રોકવાથી દ્વારપાળના હાથમાં એક શ્લોક આપી તે રાજાને આપવા કહ્યું, એટલે તેણે જઈને રાજાને તે શ્લોક આપ્યો, તે આ પ્રમાણે હતો भिक्षुर्दिदृक्षुरायातस्तिष्ठति
દ્વારિવારિતઃ | હસ્તવ્યસ્તતાવાર વિં વાગડગતિ ગતિ પારા ભાવાર્થ-“કોઈ ભિક્ષુ આપને મળવા આવ્યો છે, તે દ્વારપાળના અટકાવવાથી દ્વારે ઊભો છે, તેના હાથમાં ચાર શ્લોક છે, તે સભામાં આવે કે જાય?” તે વાંચી રાજાએ જવાબમાં એક શ્લોક લખી મોકલ્યો કે
दीयते दशलक्षाणि शासनानि चतुर्दश ।
हस्तन्यस्तचतुःश्लोकः यद्वाऽऽगच्छतु गच्छतु ॥४॥ ભાવાર્થ-“જેના હાથમાં ચાર શ્લોક છે તેમને દશ લાખ રૂપિયા અને ચૌદ ગામ આપવામાં આવે છે; હવે જો આવવું હોય તો આવો અને જવું હોય તો જાઓ.”
તે વાંચીને સૂરિ સભામાં ગયા, અને રાજાએ આપેલા આસનપર સન્મુખ બેઠા. પછી સૂરિ ચારે દિશાએ રહીને એક એક શ્લોક બોલ્યા, અને રાજા દરેક શ્લોકે એક એક દિશા બદલીને બેઠો; એટલે ચાર શ્લોક કરીને ચાર દિશામાં તેણે મુખ કર્યું. તે શ્લોકો આ પ્રમાણે
अपूर्वेयं धनुर्विद्या, भवता शिक्षिता कुतः ।
मार्गणौघः समभ्येति, गुणो याति दिगन्तरम् ॥१॥ ભાવાર્થ-“હે રાજા! તમે આવી અપૂર્વ ઘનુર્વિદ્યા ક્યાંથી શીખ્યા કે જેથી માર્ગણનો સમૂહ સમીપે આવે છે અને ગુણ દિગન્તમાં જાય છે.”
सरस्वती स्थिता वक्त्रे, लक्ष्मीः करसरोरुहे ।
વર્તિ વિં પિતા રન, ફેન ફેશાત્તર ગત રાા ભાવાર્થ-“હે રાજા! સરસ્વતી તો તમારા મુખમાં રહી છે, અને લક્ષ્મી હસ્તકમળમાં રહી છે, પરંતુ કીર્તિ તમારા પર કોપાયમાન કેમ થઈ? કે જેથી તે દેશાંતરમાં જતી રહી.”
सर्वदा सर्वदोऽसीति, मिथ्या त्वं स्तूयसे बुधैः ।
नारयो लेभिरे पृष्ठं, न वक्षः परयोषितः॥३॥ ૧ માર્ગણ એટલે બાણનો સમૂહ સમીપ આવે અને ગુણ એટલે ઘનુષની દોરી દિશાના અંતમાં જાય. તે વિરોધ થયો. તેના પરિહારમાં માર્ગણ=માગણ, યાચકગણનો સમૂહ પાસે આવે, અને દયાદિક ગુણો અર્થાત્ ગુણોની કીર્તિ દિગંતમાં જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org