________________
વ્યાખ્યાન ૩૦] સમકિતના ચોથા પ્રભાવક–નિમિત્તવેત્તા પ્રભાવક
૧૦૭ ભાવાર્થ-“જે મુનિ અષ્ટાંગ નિમિત્તનો શાસનની ઉન્નતિને માટે ઉપયોગ કરે છે, તે ચોથો પ્રભાવક કહેવાય છે.” આ પ્રસંગ ઉપર શ્રી ભદ્રબાહુ સ્વામીનું દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે
શ્રી ભદ્રબાહુ સ્વામીનું દ્રષ્ટાંત દક્ષિણ દેશમાં પ્રતિષ્ઠાનપુરને વિષે ભદ્રબાહુ અને વરાહમિહિર નામના બે પંડિત ભાઈઓએ શ્રી યશોભદ્રસૂરિની પાસે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે મોટા ભદ્રબાહુએ ચૌદ પૂર્વનો અભ્યાસ કર્યો, તેથી તેને યોગ્ય જાણીને ગુરુએ સૂરિપદ આપ્યું. તેમણે દશવૈકાલિક, આવશ્યક વગેરે દશ સૂત્રો પર નિર્યુક્તિ રચી. એકદા વરાહમિહિરે જ્ઞાનની ગર્વતાથી મોટા ભાઈ પાસે સૂરિપદની માગણી કરી. ત્યારે મોટા ભાઈએ કહ્યું કે-“હે ભાઈ! તું વિદ્વાન છો, છતાં અભિમાની હોવાથી તેને સૂરિપદ આપવું યોગ્ય નથી.” તે વાક્ય વરાહને ગમ્યું નહીં. તેથી તેણે સાધુનો વેષ છોડી દઈ ફરીથી બ્રાહ્મણનો વેષ અંગીકાર કર્યો.
પછી લોકોમાં પ્રસિદ્ધિ પામવા માટે તે એવી વાતો કરવા લાગ્યો કે–“હું બાલ્યાવસ્થાથી જ નિરંતર લગ્નના વિચારમાં રહેતો હતો. એકદા ગામ બહાર એક શિલાપર મેં સિંહલગ્ન આલેખ્યું. પછી તે લગ્નને એમનું એમ રહેવા દઈને હું ઘેર આવી સૂતો; તેવામાં મને સ્મરણ થયું કે હું તે સિંહલગ્ન ભૂંસવું ભૂલી ગયો છું; તેથી હું તે લગ્ન ભૂંસવા માટે ત્યાં ગયો, તો તે લગ્નની ઉપર મેં સાક્ષાત્ સિંહને બેઠેલો જોયો; તોપણ તેનાથી ભય પામ્યા વિના તેની નીચે હાથ નાંખીને મેં તે લગ્ન ભૂંસી નાંખ્યું, એટલે તે લગ્નના સ્વામી સૂર્યે મારી હિંમતથી પ્રત્યક્ષ થઈને મને કહ્યું કે હે વત્સ! હું તારા પર પ્રસન્ન થયો છું, માટે તું વરદાન માગ.” કહ્યું, “જો તમે પ્રસન્ન થયા હો તો મને તમારા વિમાનમાં બેસાડીને બધું જ્યોતિશ્ચક બતાવો.” તેથી મને તેણે વિમાનમાં બેસાડીને સર્વ ગ્રહનક્ષત્રો વગેરેની ગતિ, માન વગેરે બતાવ્યું. તે જાણીને હું કૃતાર્થ થયો છું. હવે હું લોકોના ઉપકાર માટે જ ફર્યા કરું છું.” આ પ્રમાણેની તે બ્રાહ્મણની હકીકત લોકો દ્વારા રાજાના સાંભળવામાં આવી, તેથી તેણે વરાહને રાજ્યપુરોહિત બનાવ્યો.
વરાહ ગર્વને લીધે શ્વેતાંબરો પર દ્વેષ રાખી તેમની નિરંતર નિંદા કરતો હતો. તે નિંદા સહન નહીં કરનારા કેટલાક શ્રાવકભક્તોએ ભદ્રબાહુસ્વામી પાસે જઈ તેમને તે નગરે લાવી મોટા ઉત્સવપૂર્વક પ્રવેશ કરાવ્યો. તેમનું આગમન સાંભળીને વરાહને ઘણો ખેદ થયો. થોડા દિવસ પછી રાજાને ઘેર પુત્ર જન્મ થયો. તેની જન્મપત્રિકા વરાહે કરીને તેનું સો વર્ષનું આયુષ્ય નક્કી કર્યું, તથા બીજા પણ કેટલાક શુભ યોગોનું વર્ણન કર્યું. તે સાંભળીને રાજા પ્રસન્ન થયો. ત્યારે વરાહ બોલ્યો કે-“હે સ્વામી! આપને ઘેર પુત્રપ્રસવનો હર્ષ દેખાડવા માટે ગામના સૌ લોકો આવી ગયા, પણ ઈર્ષાળુ ભદ્રબાહુ શ્વેતાંબર આવ્યા નથી, માટે તે હર્ષ વિનાના ભદ્રબાહુને દેશનિકાલનો દંડ જ કરવો જોઈએ.” તે સાંભળીને રાજાએ પોતાના મંત્રીને સૂરિ પાસે નહીં આવવાનું કારણ જાણવા માટે મોકલ્યો. મંત્રીએ સૂરિને પૂછ્યું, ત્યારે સૂરિ બોલ્યા કે-“બે વખત જવા આવવાનો ક્લેશ શા માટે કરવો જોઈએ? કેમકે સાતમે દિવસે તે પુત્ર બિલાડીના મુખથી મરણ પામશે.” તે વાત મંત્રીએ જઈને રાજાને કહી. તે સાંભળીને રાજાએ પુત્રના બચાવ માટે આખા ગામની બિલાડીઓ ગામ
૧ જ્યોતિષશાસ્ત્રનું મુહૂર્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org