________________
૧૧૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૧
[સ્તંભ ૩ કર્યો. તેનો નિષેઘ કરીને ઉદયન મંત્રીએ તે વૃત્તાંત સૂરિને જણાવ્યો. ત્યારે સૂરિએ જળ મંત્રીને ઉદયનને આપ્યું. તે જળ રાજા પર છાંટવાથી તેનો દેહ સુવર્ણની કાંતિ જેવો થઈ ગયો. પછી પ્રાતઃકાળે રાજા ગુરુને વાંદવા ગયા. ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં જ રાજાએ એક સ્ત્રીનું કરુણાભર્યું રુદન સાંભળ્યું; એટલે રાજાએ તે સ્ત્રીની સન્મુખ જોયું તો રાત્રે જોયેલી દેવીને ત્યાં રુદન કરતી દીઠી. પછી ગુરુ પાસે જઈ રાજાએ કહ્યું કે, “હે પૂજ્ય! થાંભલે બાંધેલી આ સ્ત્રીને મૂકી દો.” સૂરિ બોલ્યા, “હે રાજા! એના કર્મે એ બંઘાઈ છે. પણ તમે એને ઘર્મકાર્યમાં સહાયક થાય એ રીતે વચનબદ્ધ કરી લો.” ત્યારે રાજાએ પોતાના અઢાર દેશોમાં જીવરક્ષા માટે કોટવાળ (રખેવાળ)પણું કરવાનું માગ્યું, તે વાત દેવીએ સ્વીકારી, એટલે તે બંધનથી મુક્ત થઈ, અને રાજભવનના દ્વારે જઈને અધિષ્ઠાયિકાદેવી થઈને રહી. એકદા રાજસભામાં સૂરિએ શ્રી સ્થૂળભદ્ર મુનિની પ્રશંસા કરી કે–
वेश्या रागवती सदा तदनुगा षड्भी रसैर्भोजनं सौधं धाम मनोहरं वपुरहो नव्यो वयःसंगमः । कालोऽयं जगदाविलस्तदपि यः कामं जिगायादरात्
तं वन्दे युवतिप्रबोधकुशलं श्रीस्थूलभद्रं मुनिम् ॥१॥ ભાવાર્થ-“વેશ્યા પોતા પર રાગવાળી અને નિરંતર તેમને અનુસરનારી હતી, હમેશાં છ રસવાળું ભોજન ખાવાનું હતું, કામશાસ્ત્રના ચિત્રવાળી શાળામાં વસવાનું હતું, શરીર પણ મનોહર હતું, અવસ્થા પણ યુવાન હતી અને કાળ પણ વર્ષાઋતુનો હતો; તોપણ જેણે આદરપૂર્વક કામદેવને જીત્યો એવાં સ્ત્રીજનોને પ્રતિબોઘ પમાડવામાં કુશળ શ્રીસ્થૂલભદ્ર મુનિને હું વંદના કરું છું.” આ પ્રમાણે સાંભળીને રાજાની પાસે બેઠેલા દ્વેષી બ્રાહ્મણો બોલ્યા કે–
विश्वामित्रपराशरप्रभृतयो ये चाम्बुपत्राशिनस्तेऽपि स्त्रीमुखपङ्कजं सुललितं दष्ट्वैव मोहं गताः । आहारं सघृतं पयोदधियुतं भुञ्जन्ति ये मानवा
स्तेषामिन्द्रियनिग्रहः कथमहो दम्भः समालोक्यताम् ॥१॥ ભાવાર્થ-“વિશ્વામિત્ર અને પરાશર વગેરે ઋષિઓ કે જેઓ જળ અને પાંદડાંમાત્રનો જ આહાર કરતા હતા; તેઓ પણ સ્ત્રીનું સુન્દર મુખકમળ જોઈને જ મોહ પામી ગયા હતા; તો જે લોકો વૃત, દૂઘ અને દહીંવાળો આહાર કરે તેઓથી ઇન્દ્રિયોનો નિગ્રહ શી રીતે કરી શકાય? અહો! જુઓ! કેવો દંભ છે? અર્થાત્ જૈનો કેવો દંભ કરે છે?”
તે સાંભળીને સૂરિએ તેનો જવાબ આપ્યો કે, “હે રાજા! શીલનું પાલન કરવામાં આહાર કે નિહાર માત્ર કારણભૂત નથી, પરંતુ મનની વૃત્તિ જ કારણ છે. કેમકે
सिंहो बली द्विरदसूकरमांसभोजी संवत्सरेण रतिमेति किलैकवारम् । पारापतः खरशिलाकणमात्रभोजी कामी भवत्यनुदिनं ननु कोऽत्र हेतुः॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org