________________
વ્યાખ્યાન ૩૨] સમકિતના છઠ્ઠા પ્રભાવક-વિદ્યાપ્રભાવક
૧૧૩ શિવઘર્મની પ્રતીતિ આવતી ન હોય તો મહેશ્વરાદિક ત્રણે દેવતાઓ અને તેમની પૂજા કરતા તારા પૂર્વજોને સાક્ષાત્ અહીં આવેલા જોઈને તારા મુખથી જ તેમને પૂછી નિશ્ચય કર.” એમ કહીને તેણે પોતાની વિદ્યાશક્તિથી તે દેવોને તથા કુમારપાળના પૂર્વજોને પ્રત્યક્ષ દેખાડ્યા. તે દેવો અને પૂર્વજો બોલ્યા કે–“હે વત્સ! તારે દેવબોધિના કહેવા પ્રમાણે કરવું.” તેથી રાજા વિસ્મય પામીને જડ જેવો બની ગયો. ત્યારે ઉદયન મંત્રીએ કહ્યું કે, “હે રાજા! આમાં મૂંઝાવાનું કારણ નથી. હેમસૂરિ પણ અનેક વિદ્યામાં કુશળ છે અને તેઓ હાલ અહીં પાટણમાં જ બિરાજે છે. માટે ચાલો, ત્યાં જઈએ.” તે સાંભળીને રાજા પ્રાતઃકાળે દેવબોધિ વગેરેને લઈને સૂરિ પાસે વંદના કરવા આવ્યો. તે વખતે હેમચંદ્રસૂરિ શરીરની અંદરના પાંચે (પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન) વાયુને રૂંઘીને આસનથી કાંઈક ઊંચા રહી વ્યાખ્યાન આપવા લાગ્યા. તે વખતે પૂર્વથી સંકેત કરી રાખેલા શિષ્યોએ સૂરિની નીચેથી આસન (પાટ વગેરે) ખેંચી લીધું, એટલે સૂરિ જમીનથી ઘણા ઊંચા રહી વ્યાખ્યાન આપવા લાગ્યા. તે જોઈ રાજા વગેરે સર્વે મહા આશ્ચર્ય પામ્યા. પછી સૂરિ મહારાજ, “અમારા દેવોને જો.” એમ કહી કુમારપાળ રાજાને એક ઓરડામાં લઈ ગયા. ત્યાં સમવસરણમાં રહેલા ચોવીશ તીર્થકરોની પૂજા કરતા તેના એકવીશ પેઢીના પૂર્વજોને તેણે જોયા. તેઓ તીર્થકરો) પણ બોલ્યા કે, “દયાઘર્મ પાળવાથી તું જ વિવેકી છો, આ હેમસૂરિ તારા ગુરુ છે, તે જેમ કહે તેમ કરજે.” તથા તેના પૂર્વજો પણ બોલ્યા કે, “હે વત્સ!જૈનઘર્મનો આદર કર્યો, તેથી અમે સુગતિના ભાજન થઈ આવી મહા ત્રાદ્ધિ પામ્યા છીએ.” એમ કહી તે સર્વે અન્તર્ધાન (અદ્રશ્ય) થયા. તે જોઈ હીંચકા ખાતા મનવાળા રાજાએ સૂરિને તત્ત્વ પૂછ્યું કે, “હે મહારાજ!દેવબોધિએ બતાવ્યું તે સત્ય કે આ સત્ય? આ બાબતમાં મારું મન ચકડોળે ચડ્યું છે.” ત્યારે સૂરિ બોલ્યા કે, “હે રાજા! પ્રથમ દેવબોધિએ તને જે બતાવ્યું તથા મેં તને જે આ બતાવ્યું તે સર્વ ઇન્દ્રજાળ છે, આકાશપુષ્પની જેમ અસત્ય જ છે; પરંતુ તત્ત્વ તો જે તને સોમેશ્વર મહાદેવે કહ્યું હતું તે જ છે.” તે સાંભળીને રાજાએ મિથ્યાત્વનો ત્યાગ કર્યો, અને અનુક્રમે તે બાર વ્રતધારી થયો.
અન્યદા આશ્વિન માસ આવ્યો ત્યારે નવરાત્રિના દિવસે દેવીના પૂજારીએ આવી રાજાને કહ્યું કે, “હે રાજા! કુળદેવીની પાસે બલિદાન માટે સાતમને દિવસે સાતસો પાડાનો વઘ થાય છે, આઠમને દિવસે આઠસો પાડાનો વઘ થાય છે, અને નવમીને દિવસે નવસો પાડાનો વઘ કરવામાં આવે છે. આવો તમારી વંશપરંપરાનો નિયમ છે. તે પ્રમાણે જો ન થાય તો દેવી વિઘ્ન કરે છે.” તે સાંભળીને રાજાએ સૂરિ પાસે જઈ તે વાત કરી. ત્યારે સૂરિએ કહ્યું કે, “જે દિવસે જેટલાં પ્રાણીઓ હણાય છે તે દિવસે તેટલાં પ્રાણીઓ તે દેવીની પાસે ઘરીને કહેવું કે, હે દેવી! આ શરણરહિત પશુઓ તમારી પાસે મૂક્યાં છે, હવે જેમ તમને યોગ્ય લાગે તેમ કરજો.” પછી રાજાએ સૂરિના કહેવા પ્રમાણે કર્યું, એટલે દેવીએ એકે પ્રાણીનું ભક્ષણ કર્યું નહીં, પરંતુ નવમીની રાત્રિએ હાથમાં ત્રિશૂળને ઘારણ કરનારી કંટેશ્વરી દેવીએ પ્રત્યક્ષ થઈ રાજા પાસે આવીને કહ્યું કે, “હે રાજા! તેં પરંપરાથી ચાલી આવતી રીતને કેમ મૂકી દીધી?” રાજાએ જવાબ આપ્યો કે, “હે દેવી! હું જીવું છું ત્યાં સુધી તો એક કીડીનો પણ વઘ કરીશ નહીં.” તે સાંભળીને ક્રોઘ પામેલી દેવી રાજાના મસ્તકમાં ત્રિશુળ મારીને અદ્રશ્ય થઈ ગઈ. તે દેવીના પ્રહારથી રાજાના શરીરમાં તત્કાળ કુષ્ઠ વ્યાધિ ઉત્પન્ન થયો, અને તેની અસહ્ય પીડા થવા લાગી. તેથી રાજાએ અગ્નિમાં પ્રવેશ કરવાનો વિચાર
ભાગ ૧-૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org