________________
વ્યાખ્યાન ૩૩]. સમકિતના સાતમા પ્રભાવક-સિદ્ધપ્રભાવક
૧૧૫ ભાવાર્થ–બળવાન સિંહ હાથી અને સૂકરનું માંસ ખાય છે, તો પણ તે એક વરસમાં એક જ વાર કામક્રીડા કરે છે, અને પારેવાં (કબૂતર) મરડિયા કાંકરા અને જુવારનાં કણ ખાય છે તે છતાં તેઓ હમેશાં કામી જ રહે છે, તો તેનું શું કારણ?”
તે સાંભળીને કુવાદીઓનાં મુખ શ્યામ થઈ ગયાં. આ વગેરે અનેક પ્રબંધો કુમારપાળના ચરિત્રથી જાણી લેવા. પછી સૂરિ પણ અનુક્રમે અનેક ભવ્યજીવોને પ્રતિબોઘ કરીને તથા જૈનઘર્મની પ્રભાવના કરીને સ્વર્ગે ગયા.
“વિદ્યારૂપ કાંતિવાળા, જૈનઘર્મરૂપ જગતને વિષે સૂર્ય સમાન, અજ્ઞાનરૂપ અંઘકારનો નાશ કરનાર અને ચૌલુક્ય વંશમાં સિંહ સમાન કુમારપાળ રાજાને પ્રતિબોઘ પમાડનાર એવા શ્રી હેમચંદ્ર ગુરુને હું નમન કરું છું.”
વ્યાખ્યાન ૩૩ સમકિતના સાતમા પ્રભાવક-સિદ્ધપ્રભાવક
अञ्जनचूर्णलेपादिसिद्धयोगैः समन्वितः ।
जिनेन्द्रशासने ह्यत्र सप्तमः स्यात्प्रभावकः॥४॥ ભાવાર્થ-“અંજન, ચૂર્ણ અને લેપ વગેરે સિદ્ધ કરેલા યોગોએ કરીને સહિત જે હોય તેને આ જિનેન્દ્રના શાસનને વિષે સાતમા પ્રભાવક કહેલા છે; અર્થાત્ શાસનની ઉન્નતિને માટે જે અંજનાદિકનો ઉપયોગ કરે તે સિદ્ધ પ્રભાવક કહેવાય છે.” આ શ્લોકનો ભાવાર્થ શ્રી પાદલિતસૂરિના દ્રષ્ટાંત વડે દ્રઢ કરવામાં આવે છે.
- શ્રી પાદલિપ્તસૂરિનું દ્રષ્ટાંત અયોધ્યા નગરીમાં નાગહસ્તી નામના સૂરિની પાસે પડિમા નામની શ્રાવિકાના પુત્રે આઠ વર્ષની વયે દીક્ષા ગ્રહણ કરી. તે નાની વયમાં પણ ખૂબ ચબરાક અને દક્ષ હતો. એકદા તે ક્ષુલ્લક (બાળક) સાઘુ શ્રાવકને ઘેરથી કાંજી (ભાતનું ઓસામણ) વહોરી લાવીને ગુરુ પાસે આવી ઊભા રહ્યા. તેને ગુરુ મહારાજે પૂછ્યું કે, “હે વત્સ! તું આલોચના જાણે છે? “(અહીં ગુરુએ પ્રશ્ન કરવાનો હેતુ એ હતો કે કાંજી સર્વ જાતની અચિત્ત નથી, માટે આ કાંજી સચિત્ત અચિત્તનો વિચાર કરીને લાવ્યો છે કે નહીં?) તે સાંભળીને કુલ્લકે કહ્યું કે, “હે પૂજ્ય ગુરુ! હું આલોચના જાણું છું, તેમાં (આલોચના શબ્દમાં) ભા' એ ઉપસર્ગ છે, અને તેનો અર્થ રૂષાર્થે ક્રિયા યોને મર્યાવાડમવિધી વ એટલે થોડું, ચોતરફ, મર્યાદા, અભિવિધિ વગેરે થાય છે તથા ક્રિયાની સાથે પણ તે આવે છે, અને સ્ત્રોવના એટલે જોવું તે અર્થાત્ ચોતરફ જોવું તે આલોચનાનો અર્થ હું જાણું છું. અને
अंवंतंवत्थीओ अपुफियं पुष्पदंतपंतीए ।
नवसालिकांजियं नवढ हूइ कुंडएण मह दिन ॥' લાલ વર્ણના વસ્ત્રવાળી અપુષ્મિત (ઋતુમાં નહીં આવેલી) અને પુષ્યની કળી સમાન દાંતવાળી નવોઢા સ્ત્રીએ આ નવી ડાંગરના ભાતની કાંજી મને પ્રફુલ્લિત મનથી કડછીથી આપી છે. આ
૧ આ ગાથાનો અર્થ બરાબર બેઠો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org