________________
૧૧૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૩ મસ્તક વિનાનું કેવળ શરીરનું માંસ જોઈને તે બાબત તેણે વજાને પૂછ્યું, એટલે તેણે કહ્યું કે, “મારા પુત્રને ભૂલથી અપાયું છે.” તે સાંભળી ક્રોઘથી બ્રાહ્મણ બોલ્યો કે, “જો તારા છોકરાને મારીને તેના પેટમાંથી કૂકડાનું મસ્તક કાઢી મને ખાવા આપીશ તો આપણી પ્રીતિનો ભંગ નહીં થાય, નહીં તો હું તારી સાથે પ્રીતિ રાખીશ નહીં.” તે સાંભળીને વજાએ તેમ કરવાનું સ્વીકાર્યું. (કામી પુરુષો શું શું અકાર્ય નથી સ્વીકારતા!) તે વાત તે પુત્રની ઘાત્રી(ધાવમાતા)એ સાંભળી; તેથી લેખશાળામાંથી પરભાર્યો જ પુત્રને લઈને કેડે બેસાડીને નગર બહાર નીકળી ગઈ. અનુક્રમે ચાલતી ચાલતી તે ઘાત્રી પૃષ્ઠચંપા નગરીને ઉદ્યાનમાં આવી. તે વખતે તે નગરીનો રાજા પુત્રરહિત મરણ પામેલો હોવાથી પ્રઘાનોએ પંચ દિવ્ય કર્યા હતા. તે પંચદિવ્ય ઉદ્યાનમાં સૂતેલા પેલા પુત્રને પ્રમાણ કર્યો. તેથી પ્રઘાનોએ તેનો રાજ્યાભિષેક કર્યો એટલે તે ઘાત્રી સહિત ત્યાં રહી રાજ્યનું પાલન કરવા લાગ્યો.
અહીં કેટલેક કાળે કાષ્ઠ શ્રેષ્ઠી પરદેશથી ઘેર આવ્યો. ત્યાં પુત્ર, શાત્રી, મેના અને કૂકડો એ ચાર વસ્તુ તેણે જોઈ નહીં. તેથી તેણે પોપટને તે વિષે પૂછ્યું, ત્યારે પોપટ બોલ્યો કે, “હે શ્રેષ્ઠી! મને પાંજરામાંથી બહાર કાઢો તો હું નિર્ભય થઈને સર્વ વૃત્તાંત કહું.” ત્યારે શ્રેષ્ઠીએ તેને પાંજરામાંથી મુક્ત કર્યો એટલે તે પોપટે વૃક્ષ પર બેસીને વજા તથા બ્રાહ્મણના અયોગ્ય સંબંઘની સર્વ વાત કરી. તે સાંભળીને શ્રેષ્ઠીએ વૈરાગ્ય પામી તરત જ દીક્ષા લીધી.
રાજાના ભયથી વજા પણ બ્રાહ્મણને લઈ ત્યાંથી ભાગી ગઈ. તેઓ ચાલતાં ચાલતાં દૈવયોગે પુત્રના રાજ્યવાળા નગરમાં આવીને રહ્યા. કાષ્ઠ સાધુ પણ વિહારના ક્રમે ફરતાં ફરતાં તે જ નગરમાં આવ્યા, અને અકસ્માત્ તે વજાને ઘેર ભિક્ષા લેવા ગયા. વજાએ પોતાના પતિને ઓળખીને વિચાર્યું કે, “જો આ મને ઓળખશે તો મારી હીલના કરશે.” પછી તેણે ભિક્ષાના પાત્રમાં ભિક્ષાની સાથે પોતાનું એક આભૂષણ મૂકી દઈ પોકાર કર્યો; તેથી રાજસેવકોએ તે સાધુને ચોર ઘારીને પકડ્યા અને રાજા પાસે લઈ ગયા. તે વખતે રાજા પાસે બેઠેલી ઘાત્રીએ તેમને ઓળખીને રાજાને કહ્યું કે, “આ તારા પિતા છે.” એટલે રાજાએ સર્વ વૃત્તાંત જાણી પિતાને હણવા ઇચ્છતી માતાને ગામ બહાર કાઢી મૂકી, અને પોતે શ્રાવક થયો. પછી પોતાના પિતાને બહુ આગ્રહથી તેણે ત્યાં રાખ્યા. રાજા હમેશાં સમૃદ્ધિ સહિત ગુરુને વંદન કરવા માટે જવા લાગ્યો. એ પ્રમાણે જૈન શાસનની ઉન્નતિ જોઈને બ્રાહ્મણો દ્વેષ કરવા લાગ્યા. તેથી તેઓ મુનિનાં છિદ્ર જોવા લાગ્યા; પણ તે તપસ્વી મુનિમાં એક પણ દૂષણ જોવામાં આવ્યું નહીં, તેથી નિરાશ થઈને બ્રાહ્મણોએ પ્રપંચ કર્યો. તેઓએ એક ગર્ભવતી દાસીને દ્રવ્યનો લોભ બતાવીને કહ્યું કે, “તું આ સાધુને કલંક આપ.” દ્રવ્યના લોભથી તેણે હા કહી. પછી કાષ્ઠ સાધુ વિહાર કરવા માટે તૈયાર થયા અને રાજા વગેરે ઘણા લોકો ત્યાં વિદાય આપવા આવ્યા તે વખતે પેલી દાસી સાથ્વીનો વેષ પહેરી મુનિ પાસે આવી સર્વના સાંભળતાં બોલી કે, “હે પૂજ્ય! આ તમારાથી રહેલા ગર્ભને એમ ને - એમ મૂકીને તમે વિહાર કરો છો, તે યુક્ત નથી.” એમ કહીને તેણે મુનિનું વસ્ત્ર પકડ્યું, એટલે આશ્ચર્ય પામેલા મુનિ બોલ્યા કે, “હે મુગ્ધા! શા માટે અસત્ય બોલીને તું અમને કોપ પમાડે છે?” તે બોલી કે, “હું અસત્ય બોલતી નથી.” તે સાંભળીને શાસનની ઉન્નતિને માટે સર્વ લોક સમક્ષ લબ્ધિવાન મુનિ બોલ્યા કે, “જો આ ગર્ભ મારાથી રહેલો હોય તો તેમને તેમ સ્થિત રહો; પરંતુ જો આ ગર્ભ મારાથી રહેલો ન હોય તો તત્કાળ તેની કુક્ષિ ભેદીને નીકળી પડો.” એવું કહેતાં જ તે ગર્ભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org