________________
૧૦૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૨ બહાર કાઢી મુકાવી. સાતમે દિવસે તે બાળકને તેની ઘાવમાતા બારણામાં બેઠી બેઠી ઘવરાવતી હતી, તેવામાં અકસ્માત્ બારણાની અર્ગલા જેને બિલાડી કહે છે તે બાળકના મસ્તક પર પડી, અને તરત જ તે મરણ પામ્યો, તેથી રાજાએ વરાહનો તિરસ્કાર કર્યો. પછી ગુરુને રાજાએ પૂછ્યું કે–“હે સ્વામી! તમે તેનું સાત દિવસનું આયુષ્ય શી રીતે જાણ્યું? વળી તમે બિલાડીના મુખથી મરણનું કહ્યું હતું તેવી રીતે ન થયું, તેનું કારણ શું?” ગુરુએ જવાબ આપ્યો કે–“બિલાડીના મુખથી જ તેનું મરણ થયું છે. તે અર્ગલાના અગ્રભાગ ઉપર બિલાડીની આકૃતિ છે, તે જોઈ ખાતરી કરો. આયુષ્યની બાબતમાં અમે પૂર્વની આમ્નાયને અનુસારે લગ્ન લઈને શાસ્ત્રાનુસાર નિશ્ચિત કર્યો હતો, અને વરાહે તો પુત્રજન્મ થયા પછી જ્યારે દાસીએ ઊંચા પીઠ પર ચડીને ઘંટ વગાડ્યો ત્યારે પુત્ર જન્મ થયો એમ જાણી લગ્ન લીધું હતું, તેથી તેના લગ્નમાં ફરક પડ્યો છે.” તે સાંભળીને વરાહને ઘણો ખેદ થયો, એટલે તે સર્વે પુસ્તકોને જળમાં બોળી દેવા તૈયાર થયો. સૂરિએ તેનો નિષેઘ કરીને કહ્યું કે-“હે ભાઈ! એ સર્વ શાસ્ત્રો સર્વપ્રણીત હોવાથી શુદ્ધ જ છે. કહ્યું છે કે
- अमंत्रमक्षरं नास्ति, नास्ति मूलमनौषधम् ।
अनाथा पृथिवी नास्ति, आम्नायाः खलु दुर्लभाः॥१॥ મંત્ર વિનાનો એક્કે અક્ષર નથી, ઔષઘ વિનાનું એક પણ મૂળિયું નથી અને નાથ વિનાની જરા પણ પૃથ્વી નથી, પરંતુ તેની આમ્નાય (રહસ્યમય વિઘાન) પ્રાસ થવી દુર્લભ છે (જે ગુરુગમથી મળી શકે છે.)”
ઇત્યાદિક સમજાવીને સૂરિએ તેને શાંત કર્યો. પછી એક દિવસે રાજાએ સૂરિને તથા બ્રાહ્મણોને પૂછ્યું કે, “આજે નવીન શું થશે? તે કહો.” ત્યારે વરાહ બોલ્યો કે, “આજે સાયંકાળે અમુક સ્થાને અકસ્માત્ જલવૃષ્ટિ થશે, અને મુકરર કરેલા મંડળમાં એક બાવન પળનો મત્સ્ય આકાશમાંથી પડશે.” પછી ગુરુ બોલ્યા કે, “તે વાત ખરી, પણ એકાવન પળનો મત્સ્ય પડશે અને તે મંડળની બહાર પૂર્વ દિશામાં પડશે.” સાયંકાળે ગુરુના કહ્યા પ્રમાણે થયું; તેથી રાજાએ જૈન ઘર્મ અંગીકાર કર્યો, વહારે ખેદ પામીને તાપસી દીક્ષા લીધી, અને અજ્ઞાનકષ્ટ કરીને આયુષ્ય ક્ષયે મરણ પામી વ્યંતર થયો. પૂર્વનો દ્વેષ સાંભરતાં તેણે સાઘુઓને ઉપદ્રવ કરવા વિચાર્યું, પણ તેમના પર તેની શક્તિ ચાલી શકી નહીં, તેથી તે દુષ્ટ શ્રાવકોમાં રોગો ઉત્પન્ન કરવા માંડ્યા. શ્રાવકોએ ગુરુને વિજ્ઞપ્તિ કરી, ત્યારે ગુરુએ ઉપસર્ગમાત્રનો નાશ કરનાર ઉપસર્ગહર સ્તોત્ર બનાવીને શ્રાવકોને તેનો હમેશાં પાઠ કરવા કહ્યું, તેથી તે વ્યંતર શ્રાવકોને પણ કાંઈ કરી શક્યો નહીં. તે “ઉવસગ્ગહર” સ્તોત્ર હજુ પણ પાઠ કરવાથી ઉપદ્રવોનો નાશ કરે છે. અનુક્રમે અનેક ભવ્ય જીવોને પ્રતિબોઘ કરી ભદ્રબાહુ સ્વામી સ્વર્ગે ગયા.
ભદ્રબાહસ્વામીએ શુભ નિમિત્તના બળથી રાજાને જૈનધર્મી કર્યો, તેવી રીતે બીજાઓએ પણ શાસનની ઉન્નતિને માટે યથાશક્તિ પ્રયાસ કરવો.”
|| ક્રિતીય તંભ સમાપ્ત .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org