________________
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૧
स्वयंभुवं
भूतसहस्रनेत्रमनेकमेकाक्षरभावलिंगम् । अव्यक्तमव्याहतविश्वलोकमनादिमध्यान्तमपुण्यपापम् ॥ १॥ ભાવાર્થ–પોતાની મેળે જ્ઞાનને પ્રગટ કરનારા, જ્ઞાનરૂપી હજારો નેત્રને ધારણ કરનારા, અનેક ગુણવાન, અદ્વિતીય અને અવિનાશી ભાવલિંગને ધારણ કરનારા, અવ્યક્ત, સમસ્ત વિશ્વના જીવોને વ્યાઘાત નહીં કરનારા, આદિ મધ્ય અને અન્ત રહિત તથા પુણ્ય પાપ રહિત એવા દેવને નમસ્કાર હો.’’
૧૦૪
ઇત્યાદિ કાવ્યોવડે સૂરિએ શ્રી મહાવીરસ્વામીની બત્રીશ બત્રીશીવડે સ્તુતિ કરી. પછી મોટા મહિમાવાળા શ્રી પાર્શ્વનાથસ્વામીની સ્તુતિ કરી. તેમાં કલ્યાણમંદિર નામના સ્તોત્રનું અગિયારમું કાવ્ય બોલતાં તે શિવલિંગ ફાટ્યું અને તેની અંદરથી વીજળીની જેવી કાંતિવાળું શ્રી અવંતિપાર્શ્વનાથનું બિંબ પ્રગટ થયું. તે જોઈને વિસ્મય પામેલા વિક્રમરાજાએ સૂરિને પૂછ્યું કે,“હે સ્વામી! આ દેવ કોણે નિર્માણ કર્યા છે?’' સૂરિ બોલ્યા,‘‘આ અવંતિ નગરીમાં જ ભદ્રશ્રેષ્ઠીની ભદ્રા નામની સ્ત્રીથી ઉત્પન્ન થયેલો અવંતિસુકુમાળ નામે પુત્ર હતો. તે યુવાવસ્થા પામ્યો, ત્યારે તેના માતપિતાએ તેને બત્રીશ સ્ત્રીઓ પરણાવી. તે સર્વની સાથે કામવિલાસ કરતાં તે કાળ નિર્ગમન કરતો હતો. એકદા તે ગવાક્ષમાં બેઠો હતો, ત્યાં આર્યસુહસ્તી સૂરિના મુખથી નલિનીગુલ્મ વિમાનના વર્ણનવાળું અધ્યયન સાંભળીને તેને જાતિસ્મરણ થયું, એટલે તેણે સૂરિ પાસે જઈને પૂછ્યું કે,‘હે સ્વામી! શું તમે નલિનીગુલ્મ વિમાનથી અહીં આવ્યા છો?’” ગુરુ બોલ્યા,‘ના, પરંતુ તેનું સ્વરૂપ અમે શ્રી સર્વજ્ઞના કહેલા વચન (શાસ્ત્ર) પરથી જાણીએ છીએ.’’ તેણે પૂછ્યું કે, “હે ગુરુ! તે વિમાન શી રીતે પ્રાપ્ત થાય?’’ ગુરુએ કહ્યું–‘ચારિત્રથી પ્રાપ્ત થાય. તે સાંભળીને તરત જ તેણે દીક્ષા ગ્રહણ કરી. પછી હમેશાં તપસ્યા કરવાને અશક્ત હોવાથી તેણે ગુરુની આજ્ઞા લઈ સ્મશાનમાં જઈ અનશન ગ્રહણ કર્યું. તે સમયે તેના પૂર્વભવની અપમાનિત સ્ત્રી કે જે શિયાળણી થઈ હતી તે પોતાનાં બચ્ચાં સહિત ત્યાં આવી, અને પૂર્વના વૈરને લીધે તે મુનિના શરીરને ચાવી જવા લાગી. ત્રણ પ્રહરમાં તેનું આખું શરીર તેણે ભક્ષણ કર્યું; એટલે ચોથા પ્રહરમાં તે મુનિ શુભ ધ્યાનને યોગે મૃત્યુ પામી નલિનીગુલ્મ વિમાનમાં ઉત્પન્ન થયા. પ્રાતઃકાળે તે સર્વ વૃત્તાંત જાણીને વૈરાગ્યથી તેની માતા ભદ્રાએ અવંતિસુકુમાળની એક ગર્ભવતી સ્ત્રીને મૂકીને બાકીની એકત્રીશ સ્ત્રીઓ સાથે દીક્ષા ગ્રહણ કરી. યોગ્ય કાળે તે ગર્ભવતી સ્ત્રીને પુત્ર પ્રસવ થયો. તે પુત્રે પોતાના પિતાના મૃત્યુસ્થાને આ પ્રાસાદ કરાવી તેમાં આ પાર્શ્વનાથ સ્વામીનું બિંબ સ્થાપન કર્યું હતું. અનુક્રમે કેટલેક કાળે બ્રાહ્મણોએ આ બિંબ ઉપર શિવલિંગ સ્થાપન કર્યું. તેથી હે રાજા! તે શિવ અમારી કરેલી સ્તુતિને કેમ સહન કરી શકે?’’ તે વૃત્તાંત સાંભળીને રાજા ઘણો જ પ્રસન્ન થયો, અને તે બિંબની પૂજા માટે તેણે સો ગામ આપ્યાં. પછી વિક્રમરાજા સૂરિની પ્રશંસા કરતાં બોલ્યા કે,‘હે ગુરુ! તમારા જેવા મહર્ષિ દુનિયામાં ક્યાંથી હોય? ભાગ્યે જ કોઈક હોય, કેમકે
[સ્તંભ ૨
अहयो વહવઃ સન્તિ,
મેજમક્ષળવક્ષિળાઃ | एकः स एव शेषः स्यात् धरित्रीधरणक्षमः ॥१॥ ભાવાર્થ-દેડકાનું ભક્ષણ કરવામાં પ્રવીણ એવા સર્પો તો દુનિયામાં ઘણા હોય છે, પણ પૃથ્વીને ઘારણ કરવામાં સમર્થ એવો શેષનાગ તો તે એક જ છે.’’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org