________________
વ્યાખ્યાન ૨૫] સમકિતનો બીજો પ્રભાવક-ઘર્મકથક પ્રભાવક
૮૯ પોતાને ઘેર ગયો. પછી બીજે દિવસે તે પોતાની મેળે જ ગુરુ પાસે આવીને બેઠો. ત્યારે ગુરુએ ચિત્રણીનું લક્ષણ કહ્યું કે, “હે કમળ! ચિત્રણી સ્ત્રીનું કામમંદિર (ગુહ્ય ભાગ) ગોળાકાર હોય છે, વળી તે દ્વાર કોમળ અને અંદર જળથી આર્દ્ર હોય છે, તથા તેના ઉપર રોમ ઘણા હોય છે. તેની દ્રષ્ટિ ચપળ હોય છે, તે બાહ્ય સંભોગમાં (હાસ્ય-ક્રીડાદિ કરવામાં) વઘારે આસક્ત હોય છે, તે મધુર વચન વડે પતિને આનંદ આપનારી હોય છે, તથા તેને નવી નવી વસ્તુઓ બહુ ગમે છે.” એ પ્રમાણે સાંભળીને કમળ ઘેર ગયો. ત્રીજે દિવસે આવ્યો ત્યારે ગુરુએ શંખિનીનું સ્વરૂપ કહ્યું. ચોથે દિવસે હસ્તિનીનું વર્ણન કર્યું. પછી પાંચમે દિવસે ગુરુએ કહ્યું કે-“હે કમળ! સ્ત્રીઓના કયા કયા અંગને વિષે કયે કયે દિવસે કામ રહે છે તે સાંભળ
अंगुष्ठे पदगुल्फजानुजघने नाभौ च वक्षस्थले कक्षाकंठकपोलदंतवसने नेत्रेऽलके मूर्धनि । शुक्लाशुक्लविभागतो मृगदृशामंगेष्वनंगस्थिति
मूर्ध्वाधोगमनेन वामपदगाः पक्षद्वये लक्षयेत् ॥१॥ ભાવાર્થ-“પગનો અંગૂઠો, ફણો, ઘૂંટી, જાનુ, જઘન, નાભિ, વક્ષસ્થળ (સ્તન), કક્ષા (કાખ), કિંઠ, ગાલ, દાંત, ઓષ્ઠ, નેત્ર, કપાળ અને મસ્તક એ પંદર અંગમાં સ્ત્રીઓને પંદર તિથિએ અનુક્રમે કામ રહે છે. તેમાં શુક્લ પક્ષને પડવે અંગૂઠે કામ હોય છે, ત્યાંથી ચડતો પૂનમે મસ્તકે આવે છે અને કૃષ્ણ પક્ષમાં પડવે મસ્તકે હોય છે, ત્યાંથી ઊતરતો અમાસને દિવસે અંગૂઠે આવે છે.”
આ પ્રમાણે જાણીને જો સ્ત્રીના કામવાળા સ્થાને મર્દન કર્યું હોય તો તે સ્ત્રી તત્કાળ વશ થાય છે. વશ થયેલી સ્ત્રીનું લક્ષણ આ પ્રમાણે હોય છે. “વશ થવાને ઇચ્છતી સ્ત્રી પોતાનાં નેત્રો નમાવે છે, પુરુષના હૃદય પર પડે છે, તથા ભૂકુટિને વક્ર કરતી શોભાને ઉત્પન્ન કરે છે અને સંયોગ થવાથી લmનો ત્યાગ કરે છે.”
આ પ્રમાણેની વાતમાં રસ પડવાથી કમળ હમેશાં સૂરિ પાસે જવા આવવા લાગ્યો, અને કોઈ વખત શૃંગારનું, કોઈ વાર ઇંદ્રજાળનું, કોઈ વાર બીજું વર્ણન સાંભળીને ગુરુપર રાગી થયો. એમ કરતાં માસકલ્પ પૂર્ણ થયો, ત્યારે વિહાર કરતી વેળાએ સૂરિએ તેને કહ્યું કે, “હે કમળ! હવે અમે વિહાર કરીએ છીએ, તેથી અમારા સમાગમના સ્મરણ માટે તું કાંઈક નિયમ ગ્રહણ કર.” તે સાંભળીને હાસ્ય પર પ્રીતિવાળો કમળ હાંસી કરતો બોલ્યો કે, “હે પૂજ્ય! મારે ઘણા નિયમો છે, તે આપ સાંભળો–મારી ઇચ્છાથી કોઈ વખત મરવું નહીં, પક્વાન્નમાં નળિયાં ઇંટ વગેરે ખાવા નહીં, દૂધમાં થોરનું દૂધ પીવું નહીં, આખું નાળિયેર મુખમાં નાંખવું નહીં, તથા ચાંડાળની સ્ત્રી સાથે વિષયસેવન કરવું નહીં વગેરે ઘણા નિયમો મારે છે.” તે સાંભળીને ગુરુ બોલ્યા કે “અરે કમળ! અમારી સાથે પણ હાસ્ય કરવાથી અનેક ભવ ઉપાર્જન થાય છે. જેમ સોની સુવર્ણને વારંવાર ભાંગીને તેના કુંડળ વગેરે જુદા જુદા આકાર ઘડે છે, તેમ ગુરુની આશાતના પણ જીવને તિર્યચપણું, નારકીપણું, અપૂકાયપણું, પૃથ્વીકાયપણું વગેરે અનેક દુઃખવાળાં સ્થાન આપે છે, માટે અત્યારે હાસ્યનો વખત નથી, તેથી કાંઈ પણ નિયમ લે.” તે સાંભળીને કમળ જરા લપામીને બોલ્યો કે–“મારા પાડોશમાં એક વૃદ્ધ કુંભાર રહે છે, તેના માથાની ટાલ જોયા પછી મારે હંમેશાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org