________________
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૨
ભાવાર્થ-તીર્થંકર કેવળજ્ઞાન પામ્યા પછી આહાર કરે નહીં, વસ્ત્ર ધારણ કરનારનો મોક્ષ થાય નહીં, અને સ્રવેદે કોઈ સિદ્ધિ પામે નહીં, એવો કુમુદચંદ્ર દિગંબરનો મત છે.’’ તે શ્લોકપર શ્વેતાંબરોએ જવાબ આપ્યો કે
૯૮
केवलि हुओ वि भुंजइ, चीवरसहिअस्स अत्थि निव्वाणं । इत्थी हुवा वि સિારૂં, इयमयं સિયવયસ્સ ||શા ભાવાર્થ-તીર્થંકર કેવળી થયા પછી પણ આહાર કરે છે, વસ્ત્ર ઘા૨ણ ક૨ના૨નો મોક્ષ થાય છે, અને વેદે પણ જીવ સિદ્ધિપદને પામે છે એવો શ્વેતાંબરનો મત છે, અથવા દેવસૂરિનો આ મત છે.’’
પછી નિર્ણયને માટે મુકરર કરેલા દિવસે સિદ્ધરાજની સભામાં છયે દર્શનના પંડિતો સભ્ય તરીકે બેઠા. તે વખતે કુમુદચંદ્ર વાદી વાજતે ગાજતે રાજસભામાં આવ્યો, અને રાજાએ માનપૂર્વક આપેલા ઊંચા સિંહાસન૫ર ચડીને બેઠો. શ્રી દેવસૂરિ પણ શ્રી હેમચંદ્રાચાર્ય સહિત રાજસભામાં આવી એક જ સિંહાસનપર બન્ને બેઠા. બાલ્યાવસ્થાથી કાંઈક મુક્ત થયેલા (એટલે નાની ઉંમરના) એવા શ્રી હેમચંદ્રસૂરિને જોઈને વૃદ્ધાવસ્થાએ પહોંચેલા દિગંબરાચાર્ય મશ્કરીમાં બોલ્યા કે,‘પીતં તń મવતાં—તેં છાશ પીઘી?’’ તે સાંભળીને હેમાચાર્ય તરત જ બોલ્યા કે,“અરે જડમતિ! આવું અસમંજસ ભાષણ કેમ કરે છે? શ્વેત તń, પીતા દરિદ્રા છાશ તો શ્વેત (ધોળી) હોય, અને પીત (પીળી) તો હળદર હોય. (અહીં દિગંબરે પતં શબ્દ પીવાના અર્થમાં લીઘો હતો, તેની મશ્કરી કરવા માટે હેમાચાર્ય પતં શબ્દનો પીળી અર્થ કરીને બોલ્યા.) તે સાંભળીને દિગંબરાચાર્યે લગ્ન પામી નીચે જોયું. પછી દિગંબરે પૂછ્યું કે,‘તમારા બેમાં વાદી કોણ છે?’’ ત્યારે દેવસૂરિ તેનો તિરસ્કાર કરવા માટે બોલ્યા કે,‘તમારો પરાજય કરવા માટે આ હેમચંદ્ર પ્રતિવાદી થશે.'’ દિગંબરાચાર્ય બોલ્યા કે,‘આ બાળકની સાથે મારે વૃદ્ધને શો વાદ કરવો?’’ તે સાંભળીને હેમાચાર્ય બોલ્યા કે,‘‘હે કુમુદચંદ્ર! વૃદ્ધ તો હું છું અને તું જ બાળક છે, કેમ કે હજુ સુધી તે કટીએ દોરો પણ બાંઘ્યો નથી અને લૂગડાં પણ પહેરતાં શીખ્યો નથી, તો બાળક તે તું કે હું?” આ પ્રમાણે તે બન્ને વચ્ચે થતા વિતંડાવાદનો રાજાએ નિષેધ કર્યો. પછી બન્ને પક્ષ વચ્ચે એવી શરત થઈ કે “જો શ્વેતાંબરનો પરાજય થાય તો તેઓએ દિગંબરપણું અંગીકાર કરવું અને દિગંબરનો પરાજય થાય તો તેમણે દેશનો ત્યાગ કરવો.’’ એવી પ્રતિજ્ઞા થયા પછી સ્વદેશકલંકભીરુ શ્રી દેવસૂરિએ સર્વ પ્રકારના અનુવાદનો પરિહાર કરાવવા તત્પર થઈને કુમુદચંદ્રને કહ્યું કે,“તમે પ્રથમ પક્ષ કરો.” ત્યારે તે દિગંબરે પ્રથમ રાજાને આશીર્વાદ આપ્યો કે–
खद्योतद्युतिमातनोति
सविता जीर्णोर्णनाभालयच्छायामाश्रयते शशी मशकतामायान्ति યત્રાયઃ । इत्थं वर्णयतो नभस्तव यशो जातं स्मृतेर्गोचरं तत्तस्मिन् भ्रमरायते नरपते वाचस्ततो મુદ્રિતા શા ભાવાર્થ-‘હે રાજા! તમારા યશની પાસે સૂર્ય ખદ્યોત (પતંગિયા) જેવો લાગે છે, ચંદ્ર જીર્ણ ૧ આ ચોથા પદને બદલે ‘નવમેય ટેવસૂરિખં’ એવું પદ પણ કોઈ પ્રતમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org