________________
પ્રસ્તાવના ૧૪ ||
રચી હતી એમ આ આગમ ઉપરની મલયગિરિસૂરિકૃત ટીકા (પત્ર ૨૬) ઉપરથી જાણી શકાય છે. કવિદ૫ણમાં પાદલિપ્તસૂરિની કોઈક પાઈય કૃતિમાંથી અવતરણ અપાયેલ છે. આ પાદલિપ્તસૂરિ તે શું પ્રસ્તુત છે? - પાદલિપ્તસૂરિનું ચરિત્ર પ્રભાચન્દ્રસૂરિએ વિ. સં. ૧૩૩૪ માં રચેલ પ્રભાવરિત (પ્રબન્ધ ૫, પૃ. ૨૮–૪૦૨)માં તેમજ રાજશેખરસૂરિએ વિ. ૧૪૦પમાં રચેલ ચતુર્વિશતિપ્રબન્ધ યાને પ્રબકેશ (પ્રબન્ધ ૫, પૃ. ૨૩-૨૯)માં આપેલ છે. આ સંસ્કૃત ચરિત્રના ગુજરાતી અનુવાદ થયેલા છે એટલે પાદલિપ્તસૂરિ વિષે એમાંથી કેટલીક વિગતે જાણવા મળે છે. આ ઉપરાંત પ્રભાવક ચરિતના અનુવાદની આવૃત્તિમાં મુનિ (હવે પંન્યાસ) કલ્યાણવિજયની જે પ્રસ્તાવના છે તે પણ આ દિશામાં પ્રકાશ પાડે છે. એમનું કહેવું એ છે કે સાતવાહનના મંત્રીને પાદલિપ્તના શિષ્ય તરીકે ન ઓળખાવતાં આર્ય ખપટના શિષ્ય તરીકે ઓળખાવવા એ વધારે સમુચિત છે (જુઓ પૃ. ૩૩). વિ. સં. ૧૨૯૧માં લખાયેલી તાડપત્રીય પ્રતિ (જે પાટણના ભંડારમાં છે તેમાં સિદ્ધસેન, મલવાદી અને બમ્પટ્ટિની સાથે સાથે પાદલિપ્તસૂરિનું પણ પાઈયમાં ચરિત્ર છે.
૧ જુઓ પાઠય ભાષા અને સાહિત્ય નામનો મારો હવે પછી પ્રસિદ્ધ થનાર નિબંધ. ૨ જુઓ સિંઘી જૈન ગ્રન્થમાળા ગળ્યાંક ૧૩.
૩ “મટુંડા” એ ‘શક ભાષાનો શબ્દ છે અને એને અર્થ “સ્વામી” થાય છે. “કુશાન” વંશના રાજા કનિષ્કને અને એના વંશવાળાઓને અડીના લે “મુ કહેતા-કલ્યાણવિજ્યની પ્રસ્તાવના.
ભભભભભભન્ન
|| ૧૪ .
Jain Education
For Private & Personal Use Only
Linelibrary.org