Book Title: Tarangvaikaha
Author(s): Padliptsuri, Nemichandrasuri, 
Publisher: Jivanbhai Chotabhai Zaveri

View full book text
Previous | Next

Page 12
________________ પ્રસ્તાવના || ૧૨ || આ ઉપરાંત આગમાને અગેની નિશ્રુત્તિઓ, ભાસે, ચુક્ષ્ણિ, હરિભદ્રસૂરિષ્કૃત ટીકાઓ, પાર્શ્વય ટીકા વગે૨ે પ્રાચીન કૃતિઓ અનેક પાઈય કથા પૂરી પાડે છે. - યાકિનીધર્મસૂનુ ' તરીકે સુવિખ્યાત હરિભદ્રસૂરિએ સમરાઇચ્ચચરિય ( ભવે ૧ )માં કથાવસ્તુના ત્રણ પ્રકાર અને કથાના અર્થ કથા, કામકથા, ધર્મકથા અને સંકીણુ કથા એવા ચાર પ્રકારો સૂચવ્યા છે. વિશેષમાં તેમણે આ ચારે જાતની કથાનાં લક્ષણા આપ્યાં છે. આ હકીકત ઉદ્દાતનસૂરિષ્કૃત કુવલયમાલામાં અને સિદ્ધિકૃત ઉપમિતિપ્રભવપ ચાકથામાં પણ જોવાય છે. એ ઉપરથી જણાશે કે કેવળ કથાસાહિત્ય જ જૈન ગ્રંથકારોએ સર્યું છે. એમ નહિ, પણ કથાના સ્વરૂપાદિ વિષે પણ તેમણે ઊહાપોહ કર્યાં છે. પાદલિપ્તસૂરિના પરિચય પ્રભાવકચરિત પ્રમાણે 'પાદલિપ્તસૂરિ એ અયેાધ્યાના વિજયબ્રહ્મ રાજાના રાજ્યમાં જે કુલ શ્રેષ્ઠી હતા તેમના પુત્ર થાય. એમની માતાએ એમને આઠ વર્ષની ઉંમરે ‘ વિદ્યાધર ' ગચ્છના-કુલના આ નાગહસ્તીની પાસે દીક્ષા અપાવી. દસમા વર્ષે ગુરુએ એમને પટ્ટધર સ્થાપ્યા અને ‘મથુરા’ મોકલ્યા. કલ્યાણવિજયજીના મતે આ નાગહસ્તી તે નદીસુત્તની થેરાવલીમાં અને યુગપ્રધાન-પટ્ટાવલીમાં જે બાવીસમા નાગહસ્તીનો ઉલ્લેખ છે તે જ છે અને તેમના સમય વિ. સ. ૧૫૧–વિ. સ'. ૨૧૯ના દર્શાવાયા છે તે આ સમયને સંગત છે. વિશેષમાં પાદલિપ્તસૂરિ આર્ય ખપતના સમકાલીન નથી તેમજ કૃષ્ણરાજના સમયમાં એ ‘ માન્યખટ ’ ગયા હશે એ વાત સ'ભવિત નથી. ત્યાં જનારા પાદલિપ્ત કોઈ અન્ય હોવા જોઇએ એમ એ માને છે. Jain Education International For Private & Personal Use Only ||| ૧૨ || www.jainlibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 130