________________
પ્રસ્તાવના
|| ૧૨ ||
આ ઉપરાંત આગમાને અગેની નિશ્રુત્તિઓ, ભાસે, ચુક્ષ્ણિ, હરિભદ્રસૂરિષ્કૃત ટીકાઓ, પાર્શ્વય ટીકા વગે૨ે પ્રાચીન કૃતિઓ અનેક પાઈય કથા પૂરી પાડે છે.
- યાકિનીધર્મસૂનુ ' તરીકે સુવિખ્યાત હરિભદ્રસૂરિએ સમરાઇચ્ચચરિય ( ભવે ૧ )માં કથાવસ્તુના ત્રણ પ્રકાર અને કથાના અર્થ કથા, કામકથા, ધર્મકથા અને સંકીણુ કથા એવા ચાર પ્રકારો સૂચવ્યા છે. વિશેષમાં તેમણે આ ચારે જાતની કથાનાં લક્ષણા આપ્યાં છે. આ હકીકત ઉદ્દાતનસૂરિષ્કૃત કુવલયમાલામાં અને સિદ્ધિકૃત ઉપમિતિપ્રભવપ ચાકથામાં પણ જોવાય છે. એ ઉપરથી જણાશે કે કેવળ કથાસાહિત્ય જ જૈન ગ્રંથકારોએ સર્યું છે. એમ નહિ, પણ કથાના સ્વરૂપાદિ વિષે પણ તેમણે ઊહાપોહ કર્યાં છે.
પાદલિપ્તસૂરિના પરિચય
પ્રભાવકચરિત પ્રમાણે 'પાદલિપ્તસૂરિ એ અયેાધ્યાના વિજયબ્રહ્મ રાજાના રાજ્યમાં જે કુલ શ્રેષ્ઠી હતા તેમના પુત્ર થાય. એમની માતાએ એમને આઠ વર્ષની ઉંમરે ‘ વિદ્યાધર ' ગચ્છના-કુલના આ નાગહસ્તીની પાસે દીક્ષા અપાવી. દસમા વર્ષે ગુરુએ એમને પટ્ટધર સ્થાપ્યા અને ‘મથુરા’ મોકલ્યા. કલ્યાણવિજયજીના મતે આ નાગહસ્તી તે નદીસુત્તની થેરાવલીમાં અને યુગપ્રધાન-પટ્ટાવલીમાં જે બાવીસમા નાગહસ્તીનો ઉલ્લેખ છે તે જ છે અને તેમના સમય વિ. સ. ૧૫૧–વિ. સ'. ૨૧૯ના દર્શાવાયા છે તે આ સમયને સંગત છે. વિશેષમાં પાદલિપ્તસૂરિ આર્ય ખપતના સમકાલીન નથી તેમજ કૃષ્ણરાજના સમયમાં એ ‘ માન્યખટ ’ ગયા હશે એ વાત સ'ભવિત નથી. ત્યાં જનારા પાદલિપ્ત કોઈ અન્ય હોવા જોઇએ એમ એ માને છે.
Jain Education International
For Private & Personal Use Only
||| ૧૨ || www.jainlibrary.org