________________
પ્રસ્તાવના કે ૨૨ |
૪.
ફા सोचा
છે
તરંગલાને સાર ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીનાં મુખ્ય શિષ્યા તે શ્રીચંદનબાળ સાધી. એમને સુત્રતા નામે એક શિખ્યા હતાં અને તેમને એ તરંગવતી નામનાં શિષ્યા હતાં. એ તરંગવતી સાધ્વીજી આ કથામાં મુખ્ય પાત્ર છે.
રાજગૃહ નગરીમાં સુત્રતા સાધ્વી પિતાના પરિવાર સહિત વિહાર કરતાં પધારે છે. એ નગરમાં ધનપાલ શેઠ અને સોમા નામની શેઠાણી વસે છે. તેમના ઘરની નજીકમાં જે વસતિમાં આ સાધ્વી બિરાજે છે. એક વેળા છઠને પારણે તરંગવતી એક નાની સાધ્વી સહિત શેઠને ત્યાં ભિક્ષા લેવા માટે જાય છે અને શેઠાણી ભિક્ષા આપ્યા પછી વિનીત ભાવે તેમને ધર્મ પૂછે છે તેઓ લાભ દેખી ધર્મોપદેશ આપે છે. તેમાં સાધીજીને એમની આત્મકથા પૂછે છે. વિશેષ લાભનું કારણ એ જાણ સાધ્વીજી નીચે પ્રમાણે પોતાની આત્મકથા કહે છેઃ—
‘
વદેશમાં “કેશાંબી નગરીમાં ઉદયન રાજા રાજ્ય કરે છે. એને વાસવદત્તા નામે રાણી છે. ત્યાં ઋષભસેન | R. | નામના નગરશેઠ છે. તેમને ત્યાં આઠ પુત્ર થયા પછી પુત્રીરૂપે હું જન્મી, અને મારું “તરંગવતી” એવું નામ પાડવામાં IN આવ્યું. બાલ્યવયમાં ગણિતાદિ કળાઓ સાથે શ્રાવક ધર્મના આચારમાં પ્રવીણતા મેળવી હું યુવાન વયને પામી. એક વેળા હું 8 પરિવાર સહિત ઉપવનમાં કીડા કરવા માટે ગઈ ત્યાં ચકલાક પક્ષીને જોતાં મને જાતિસ્મરણજ્ઞાન થયું. એ ઉપરથી સખીની આગળ મેં મારા નીચે પ્રમાણે પૂર્વ ભવ કહા –
* અંગ કે દેશના મધ્ય ભાગમાં “ચંપ” નગરી છે, એ દેશમાં એક વેળા ‘ગંગા નદીને કિનારે હું ચક્રવાકી મારા પતિ ચક્રવાકની સાથે વિવિધ જાતની કડાકુઓને અનુભવ કરતી હતી. એવામાં એક વખત એક હાથી જળ પીવા માટે નદીમાં
હ.
II www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only