________________
એ સિવાય મૂર્તિપૂજક, સ્થાનકવાસી, દિગંબર તથા તેરાપંથમાં ઘણા શ્રમણો અને શ્રમણીરત્ન છે જે તપશ્ચર્યા દ્વારા જીવનને શોભાવી રહ્યા છે. તે સર્વેને ધન્ય હોજો.
0 શ્રાવકો તથા શ્રાવિકાઓ પણ તપશ્ચર્યા કરી જીવનને ધન્ય બનાવી રહ્યા છે તેમજ આત્મશક્તિનો પરિચય કરાવી રહ્યાં છે. જી જૈનેતર સમાજમાં પણ સંતજનો, ગૃહસ્થો તપશ્ચર્યા કરી જીવનને ઉન્નત બનાવી રહ્યા છે.
તપસ્વી તેમજ મહાપુરુષ હતા. ચારિત્રનું અભુત તેજ હતું. જેના દ્વારા દરિયાપૂરમાં પીર ને વશ કરી અદ્ભુત જિનશાસનની પ્રભાવના કરી હતી. - પૂ. આચાર્ય શ્રી ધર્મસિંહજી સ્વામી (દ.અ.)
છે તપના પ્રકાશ દ્વારા જીવનનો અદ્ભુત વિકાસ કરેલ. તપ આરાધના દ્વારા શરીરના મમત્વપણાનો ત્યાગ કરેલ. જ્યારે શિષ્ય અનશન તપમાં ચલાયમાન થયેલ ત્યારે પોતે સ્વયં બેસી ગયા ને જિનશાસનની અદ્ભુત પ્રભાવના કરેલ છે.
- પૂ. આચાર્ય શ્રી ધર્મદાસજી સ્વામી ઉ શરીરના રાગને વૈરાગ્યમાં પલટાવી તપધર્મને સાક્ષાત કરેલ. અનેક પ્રકારની ઘોર તપશ્ચર્યા દ્વારા કર્મક્ષય કરી લબ્ધીઓને પ્રાપ્ત કરેલ. જેઓ આજે પણ તપસ્વીની જોડી તરીકે પ્રખ્યાત છે.
- તપસ્વી પૂ. જયચન્દ્રજી સ્વામી પૂ. માણેકચન્દ્રજી સ્વામી (ગોંડલ સંપ્રદાય) શ્રી મહાતપસ્વી હતા. અભિગ્રહધારી હતા, વર્ષો સુધી ઉપવાસના પારણે પાણીની જગ્યાએ છાસની આછ વાપરતા હતા. તપશ્ચર્યાને કારણે લબ્ધિસંપન્ન હતા.
- તપસમ્રાટપૂ. રતિલાલજી સ્વામી (ગોંડલ સંપ્રદાય) ઉર તપ આરાધના દ્વારા જ્ઞાન-દર્શન-ચારિત્રને દિપાવીને કર્મનિર્જરા કરી આત્મદ્રવ્યને પ્રકાશ પાડતા સુંદર મજાના આધ્યાત્મિક દોહરા બનાવ્યા, જે એમની એક સુંદર સાધના હતી.
- પૂ.કેશવલાલજી સ્વામી (ગોપાલ સંપ્રદાય) ફિ તપસ્વી પુરુષ હતા. તપ દ્વારા આધ્યાત્મિક સમાજને પ્રાપ્ત કરી જ્યોતિષવિદ્યા તેમજ આકાશ સંબંધીનું જ્ઞાન પણ અદ્ભુત હતું.
- પૂ. માણેકચન્દ્રજી સ્વામી (બોટાદ સં.) જી તપશ્ચર્યા જેમનો જીવનમંત્ર હતો. વિવિધ તપશ્ચર્યા દ્વારા શરીરને સુકવી નાખ્યું. પરંતુ આત્મ શક્તિને સાક્ષાત કરી હતી. ઉડતા પક્ષીઓને રોકી દેતા હતા. મહારાજાએ સિંહને જોવો છે એવું કહેતા પૂ. ગુરુમહારાજે સાક્ષાત સિંહ દેખાડ્યો હતો.
- પૂ. મગનલાલજી સ્વામી (સાયલા સંપ્રદાય) Qી તપશ્ચર્યાનો સંગ બદલી નાખ્યો. જીવનનો રંગ, વિવિધ તપશ્ચર્યાઓ કરી વચનસિધ્ધિને પ્રાપ્ત કરી હતી.
- પૂ. આચાર્ય ચંપકલાલજી સ્વામી (બરવાળા સંપ્રદાય)
(13)