________________
(૬૮) ભગવાનની ભક્તિરૂપી તપ દ્વારા ઝેર પણ અમૃત બની જાય છે.
- મીરાબાઈ (૬૯) અહિંસા, સત્ય જેવું બીજું કોઈ તપ નથી.
- ગાંધીજી (૭૦) અંતર સાથે નાદ જગાવી અંતિમ સમયે સમાધિ મળે એ પણ તપ છે. - સતિ ગંગાબાઈ (૭૧) મૌન, ધ્યાન, ત્યાગ, સમાધિ આ બધા તપના જ પ્રકાર છે.
- સતિ અમરબાઇ મા (૭૨) તપશ્ચર્યાથી કર્મ નિર્જરા થાય છે. વીતરાગતાની પ્રાપ્તિ થાય છે.
- શ્રીમદ રાજચંદ્રજી (૭૩) તપનો રાજા ધ્યાન છે અને તે દ્વારા આત્માના આનંદમાં પ્રવેશ કરી શકાય છે. ધ્યાન એ નિર્જરાનું સાધન
અને મોક્ષનું પ્રત્યક્ષ કારણ છે. તમારા જીવનમાં ધ્યાનરૂપી તપનું પ્રતિબિંબ પડે છે. – ડો. સોનેજી (આત્માનંદજી) (૭૪) શરીર શુદ્ધિ માટે સાબુ અને પાણી જરૂરી છે, તેમ આત્મ શુદ્ધિ માટે તપ અને સંયમ જરૂરી છે.
- ડો. ઇન્તાઝ મલેક (૭૫) બે અક્ષરનો બનેલો તપ શબ્દ દેખાવમાં નાનો છે, પરંતુ એની શક્તિ વિરાટ છે. જેના અનેક દાખલાઓ છે.
- ડો. કુમારપાળ દેસાઈ (૭૬) તપ એ કર્મોનું પરિવર્તન કરે છે અને ઘર્મમાં રૂપાંતર કરે છે. - ડો. જિતેન્દ્રભાઈ શાહ (૭૭) તપ પામરને પવિત્ર બનાવે છે. હવાનને ઇન્સાન બનાવે છે. ભાગ્યશાળીને ભગવાન બનાવે છે.
- ડો. કવિનભાઇ શાહ (૭૮) તપ એ ભારતની સંસ્કૃતિ છે. જેનું આચરણ દરેકે કરવું જોઇએ.
- ડો. પગારીયાજી (૭૯) તપ એ કર્મોનું વિસર્જન કરે છે અને આત્મગુણોનું સર્જન કરે છે. - ડો. રતનબેન છાડવા (૮૦) તપનું લક્ષ્ય નિર્જરાનું હોવું જોઈએ તો એ અવશ્ય ફળે છે. - ડો. પાર્વતીબેન ખીરાણી (૮૧) તપ સમજપૂર્વક કરવામાં આવે તો મિથ્યાત્વની ગાંઠ ભેદાય છે અને સમ્યદર્શનની પ્રાપ્તિ થાય છે.
- ડો. ભાનુબેન સત્રા (૮૨) તપથી જીવન મધુર બને છે, બાકી બધુ અધુરૂ છે.
- વનિતાબેન ગડા (૮૩) ઉપવાસથી અનિષ્ટ તત્વોનો નાશ થાય છે.
- અન્ના હજારે (૮૪) ઉપવાસથી દૈવિશક્તિની પ્રાપ્તિ થાય છે.
- પ્રફુલભાઇ બખાઈ (૮૫) બ્રીટીશ સરકાર સામે ૬૫ દિવસ ઉપવાસ કરી માંગ પૂરી કરેલ.
- બોબી સેવ્સ (૮૬) ક્ષમા અને શાંતિ જ સાચુ તપ છે.
- નેલ્સન મંડેલા (૮૭) આર્ય સંસ્કૃતિ એ ભવ્ય સંસ્કૃતિ છે અને એમાં પણ તપની વાત અદ્ભુત છે. - હર્મન જેકોબી (૮૮) તપથી જેનું જીવન તેજસ્વી છે. એવા જૈન સાધુને લઇ આવવાની વાત સિકંદર ને કરી. કારણ કે પોતે પણ તપ સાધનામય જીવન જીવતા હતા.
- ટૉલ્સટૉય (૮૯) કાંઇ પણ સહન કરવું, કાંઇ પણ જતું કરવું એ તપશ્ચર્યા છે.
- લાઓસે (૯૦) તપશ્ચર્યા એક શ્વાસની પ્રક્રિયા છે બસ વિશ્વાસ હોવો જોઇએ.
- રજનીશજી, (૯૧) સાપેક્ષતાનો સિધ્ધાન્ત સ્વીકાર કરવો અને એ પ્રમાણે રહેવું એ તપ છે. - આઈન્સટાઇન (૯૨) સહુની સેવા કરવી એ પણ તપ છે.
- મધર ટેરેસા
11